પનીર પરોઠા – બાળકો, વડીલો કે લંચ બોક્ષ માટે આ એક આદર્શ નાસ્તો છે કે પછી ભોજન સાથે પણ લઇ શકાય છે.

પનીર પરોઠા :

દરેક ઘરોમાં રેગ્યુલર ભોજન માટે હંમેશા રોટલી, રોટલા, થેપલા કે પરોઠા બનતા હોય છે. તેમાંયે પરોઠામાં હવે અનેક જાતના વેરિયેશન લાવીને ગૃહિણીઓ પરોઠા બનાવે છે, જેવાકે આલુ પરોઠા, કેરટ-કેબેજ પરાઠા, ભુરજી પરાઠા, ચીઝ – ગાર્લીક પરાઠા વગેરે … આજે હું અહીં આપ સૌ માટે સૌથી વધારે હેલ્ધી હોય તેવા પનીર પરોઠાની રેસિપી આપી રહી છું, તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને તમારા રસોડે ચોક્કસથી આ સ્વાદિષ્ટ અને હેલ્ધી પનીર પરોઠા બનાવજો. બાળકો, વડીલો કે લંચ બોક્ષ માટે આ એક આદર્શ નાસ્તો છે કે પછી ભોજન સાથે પણ લઇ શકાય છે.

પનીર પરોઠા બનાવવા માટેની સામગ્રી:

  • 1 ½ કપ ઘઉંનો લોટ ( રોટલીનો લોટ)
  • ¼ ટી સ્પુન અજમા
  • 1 કપ ક્રમ્બલ પનીર( ભૂકો કરેલું ) અથવા ગ્રેટેડ પનીર
  • સોલ્ટ જરુર મુજબ – લોટ માટે
  • 1 ટેબલ સ્પુન ઓઇલ-મોણ માટે
  • ½ કપ બારીક સમારેલી ઓનિયન
  • 2 લીલા મરચા બારીક સમારેલા
  • 1 ટેબલ સ્પુન આદુ-લસણની પેસ્ટ ( 1 ઇંચ આદુ+5 કળી લસણ )
  • 1 ટેબલ સ્પુન ધાણાજીરુ
  • 1 ટી સ્પુન મરી પાવડર
  • ½ ટી સ્પુન અજમા
  • ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ અથવા ½ ટી સ્પુન ચીલી ફ્લેક્ષ
  • 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
  • 1 ટી સ્પુન ચાટ મસાલો
  • સોલ્ટ જરુર મુજબ- સ્ટફીંગ માટે
  • ઓઇલ જરુર મુજબ પરોઠા શેકવા માટે

પનીર પરોઠા બનાવવાની રીત:

એક મિક્ષિંગ બાઉલમાં 1 ½ કપ ઘઉંનો (રોટલી માટેનો હોય તેવો) લ્યો. તેમાં 1 ટેબલ સ્પુન ઓઇલ, ¼ ટી સ્પુન અજમા –જરા અધકચરા કરીને અને સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ સેમી સોફ્ટ લોટ બાંધવા માટે જરુર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધો. મસળીને સરસ સોફ્ટ કણેક બનાવો. તેના પર 1 ટી સ્પુન ઓઇલ મૂકી લોટ ગ્રીસ કરીને ઢાંકી દ્યો.

તેને 15 મિનિટ રેસ્ટ આપો.

સ્ટફીંગ બનાવવાની રીત :

હવે બીજુ મિક્ષિંગ બાઉલ લઈ તેમાં 1 કપ ક્રમ્બલ કરેલું પનીર લ્યો.

તેમાં ½ કપ બારીક સમારેલી ઓનિયન, 2 લીલા મરચા બારીક સમારેલા ઉમેરો.

સાથે તેમાં 1 ટેબલ સ્પુન આદુ-લસણની અધકચરી ખાંડેલી પેસ્ટ ( 1 ઇંચ આદુ+5 કળી લસણ ) ઉમેરો. તેમાં½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ અથવા ½ ટી સ્પુન ચીલી ફ્લેક્ષ, 1 ટેબલ સ્પુન ધાણાજીરુ, ½ ટી સ્પુન અજમા, 2 ટેબલ સ્પુન કોથમરી અને 1 ટી સ્પુન મરી પાવડર ઉમેરો.

બધું સરસથી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ અને 1 ટી સ્પુન ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

પનીર પરોઠા બનાવવા માટેની રીત :

*હવે ઢાંકેલા લોટને ખોલીને ફરી મસળી લ્યો. તેમાંથી 10 લુવા બનાવો. 5 પરોઠા બનશે.

1 લુવો લઈ, લોટનું અટામણ લઈ તેને રોટલી જેવો વણી લ્યો.

તેના પર બનાવેલું સ્ટફીંગ મુકી કિનારીનો ભાગ છોડી બાકીના ભાગમાં સ્પ્રેડ કરી લ્યો.

બીજુ લુવુ લઈ તેમાંથી પણ એજ સાઇઝની રોટલી વણી લ્યો.

સ્ટફીંગવાળી રોટલીને, બીજી વણેલી રોટલીથી કવર કરી ફરતે કિનારીથી જરા જરા પ્રેસ કરી લ્યો.

હવે ફોર્ક વડે ફરીથી પ્રેસ કરી કિનારી બરાબર સીલ કરી લ્યો, જેથી પરોઠા શેકતી વખતે ખુલી ના જાય.

આ પ્રમાણે બધા પનીર પરોઠા વણી, બનાવી રેડી કરી લ્યો.

હવે મિડિયમ સ્લો ફ્લૈમ પર નોન સ્ટીક કે સાદો તવો મૂકી ગરમ થવા દ્યો.

હવે તેમાં રેડી કરેલ પરોઠું મૂકી બન્ને બાજુ પિંક સ્પોટ થાય એ રીતે બન્ને બાજુ ફેરવીને શેકી લ્યો.

ત્યારબાદ એક બાજુ ઓઇલ મૂકી, ગોલ્ડન બ્રાઉન સ્પોટ થાય ( પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ) એ રીતે શેકી લ્યો.

પરોઠા પર બીજી બાજુ પણ ઓઇલ મૂકીને પલટાવીને એ પ્રમાણે પનીર પરોઠામાં બ્રાઉન કલરના સ્પોટ થાય ત્યાં સુધી શેકી લ્યો. આ પ્રમાણે બધા પનીર પરોઠા ઓઇલ મૂકીને શેકી લ્યો.

હવે ગરમા ગરમ પનીર પરોઠા સર્વ કરવા માટે રેડી છે.

હેલ્ધી અને સ્વાદિષ્ટ ગરમા ગરમ પરોઠા અચાર, ભરેલા શાક અને મસાલા દહીં સાથે સર્વ કરવાથી ખૂબજ ટેસ્ટી લાગશે. ઘરના દરેક લોકોને ખૂબજ ભાવશે. તો તમે પણ ચોક્કાસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *