પંજાબી દમ આલૂ – હવે જયારે પણ બનાવો પંજાબી સબ્જી તો આ ટ્રાય કરવાનું ભૂલતા નહિ…

હેલો ફ્રેન્ડઝ , આજ હું લાવી છું પંજાબી દમ આલુ ની રેસીપી. દમ આલૂ નુ નામ પડે ત્યાં તો મોઢા મા પાણી આવી જાય બરાબર ને? બટાટા એક એવુ શાક છે જે નાના મોટા દરેકને ભાવતુ શાક છે.

આપણે બટાકા ના વિવિધ પ્રકારના શાક અને વાનગીઓ બનાવતા જ હોઇએ છીએ, આપણે દરેક ને રેસ્ટોરન્ટ મા મળતા શાક ખુબ જ ભાવતા હોય છે ખાસ કરીને બાળકો ને તો પંજાબી શાક ખુબ જ ભાવે છે જનરલી આપણે દમ આલુ ની સબ્જી બટાટાને તળીને બનાવતા હોઈએ છીએ પરંતુ આજે હું આ પંજાબી દમ આલુ ને તળિયા વગર જ કેવી રીતે બને તે શીખવાડીશ તો ચાલો આજે પંજાબી દમ આલુ બનાવવા માટે શું જોઈશે તે સામગ્રી નોંધી લો

સામગ્રી

* 500 ગ્રામ નાના બટાટા

* 2 કપ બારીક સમારેલા ટમેટા

* 1 કપ બારીક સમારેલા કાંદા

* 6 થી 7 નંગ લસણની કળી

* 2 થી 3 લીલા મરચા

* 2થી 3 નંગ તજ

* 2થી 3 નંગ લવિંગ

* 2 નંગ એલચી

* 1 ટીસ્પૂન જીરુ

* 1 નંગ તમાલપત્ર

* 15 થી 20 નંગ કાજુ

* 2 ટેબલસ્પૂન મગજ તરી

* 1 ટેબલ સ્પૂન ખસખસ

* 1 ટીસ્પૂન હળદર

* 1 ટેબલ સ્પૂન ધાણાજીરું

* 1 ટેબલ સ્પૂન લાલ મરચું

* 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો

* સ્વાદ અનુસાર મીઠું

* 15 ટેબલસ્પૂન તેલ

* 2-3 ટેબલસ્પૂન કસૂરી મેથી

* 4-5 ટેબલસ્પૂન ગાર્નિશ કરવા માટે ફ્રેશ ક્રીમ

* બારીક સમારેલી કોથમીર

* રીત–


1-સૌપ્રથમ બટાટાને ધોઈને પ્રેશરકુકરમાં 2 વ્હીસલ વગાડી બાફી લો ઠંડી પડે એટલે તેની છાલ ઉતારી લો ત્યારબાદ એક પેનમાં પાંચથી છ ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં બટાટાની ઉમેરી ૨ થી ૩ મિનિટ સાંતળો તેમાં થોડું મીઠું ઉમેરી તેમાં થોડું લાલ મરચું હળદર ધાણાજીરૂ અને ગરમ મસાલો ઉમેરીને ત્રણથી ચાર મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં કસૂરી મેથી ઉમેરી બેથી ત્રણ મિનિટ સાંતળી તેને એક બાઉલમાં કાઢી લો


2-ત્યારબાદ એક વાટકી માં કાજુ મગજ તરી અને ખસખસ લો અને તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરી તેને પલાળી દો


3- ગ્રેવી તૈયાર કરવાની રીત —


એક પેનમાં ચાર થી પાંચ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ મરચાં તજ લવિંગ અને એલચી ઉમેરો તેને બે થી ત્રણ મિનિટ સાંતળી તેમાં સમારેલા કાંદા ઉમેરો કાંદાને બેથી ત્રણ મિનિટ સાંતળી તેમાં ચપટી મીઠું ઉમેરો જેથી કાંદા જલ્દી ગુલાબી થઈ જશે.


4-ત્યારબાદ તેમાં સમારેલા ટમેટા ઉમેરો અને ટામેટાને સતત હલાવીને ધીમા તાપે સીઝવા દો ટમેટા નરમ થાય ત્યારે તેમાં પલાળેલા કાજુ મગજ તરી અને ખસખસ ઉમેરો તેને બરાબર મિક્સ કરે તેને 7 થી 8 મિનીટ સુધી સાંતળો ત્યારબાદ ગેસ બંધ કરે તેને નીચે ઉતારી લો અને ઠંડુ પડવા દેવું

5-ત્યારબાદ ઠંડા થયેલા ટામેટા કાંદા ની ગ્રેવી ને મિક્સર ના જારમાં લઈ અને તેને પીસીને તેની સ્મુધ પ્યૂરી તૈયાર કરો


6-ત્યારબાદ એક પેનમાં ચારથી પાંચ ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ અને તમાલપત્ર ઉમેરો અને ત્યારબાદ તેમાં પીસેલી કાંદા ટામેટા ની ગ્રેવી ઉમેરો તેમાં એક ટેબલસ્પૂન લાલ મરચું 1 ટેબલસ્પૂન ધાણા જીરુ 1 ટીસ્પૂન હળદર 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી તેને આઠથી દસ મિનિટ સુધી સાંતળો ગ્રેવીને થોડી પાતળી કરવા જરૂર મુજબ પાણી ઉમેરી તેને મિક્સ કરી તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરીને તેને ઢાંકીને ચડવા દો


7-ત્યારબાદ તેમાં સાંતળેલા બટાટા ઉમેરો તેને બરાબર મિક્સ કરે 4 થી 5 મિનિટ સુધી સીઝવા દો ત્યારબાદ તેમાં કસુરી મેથી ઉમેરો અને ગેસ બંધ કરી દો તેને સર્વ કરતી વખતે બાઉલ મા લઈ લો ઉપરથી ફ્રેશ ક્રીમ અને બારીક સમારેલી કોથમીર થી ગાર્નિશ કરો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ પંજાબી દમ આલુ તેને ગરમાગરમ રોટી કુલચા નાન અથવા પરાઠા સાથે પીરસી દો


* ટીપ — બટાટા બાફતી વખતે ખાસ ધ્યાન રાખો કે તે વધારે બફાઈ ન જાય નહીં તો બટાટા ગળી જશે

* બટાટાને બાફવા માટે સીધા પાણીમાં બાફવા કરતા પ્રેશરકુકરમાં એક વાસણમાં મૂકીને બાફવા

* મે મારી પસંદગી મુજબ મસાલા કર્યા છે તમે તમારી પસંદગી મુજબ મસાલા નુ માપ ઓછુંવત્તું કરી શકો છો

આશા છે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવી હશે આ રેસીપી નો વિડીયો જોવા માટે સાથે આપેલી લીંક ક્લિક કરો અને રોજ આવી નવી નવી રેસિપીઓ શીખવા માટે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો happy cooking.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

વાનગીનો સંપૂર્ણ વિગતવાર વિડીઓ જુઓ અહિયાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *