પંજાબી સ્ટાઈલ રાજમા – એકનું એક પંજાબી પનીરનું શાક ખાઈને કંટાળી ગયા છો? બનાવો આ ટેસ્ટી રાજમા…

આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઈલ રાજમા નુ શાક. રાજમા એ પોપ્યુલર ડિસ છે. રાજમાં નો આકાર આપણી કિડની જેવો હોય છે.એટલે તેને કિડની બિંસ પણ કહેવાય છે. રાજમા માં પ્રોટીન નું પ્રમાણ વધારે હોય છે. તો ચાલો આજે આપણે પંજાબી સ્ટાઇલથી રાજમાનું શાક બનાવિશું. તો તેની સામગ્રી જોઈ લઈએ.

સામગ્રી

  • બાફેલા રાજમા
  • કોથમીર
  • ડુંગળી
  • ટામેટા
  • આદુ મરચાં
  • તેલ
  • આમચૂર પાવડર
  • ગરમ મસાલો
  • કસ્તુરી મેથી
  • રેગ્યુલર મસાલા
  • ફ્રેશ ક્રીમ

રીત

1-રાજમા બનાવવા માટે આપણે જોઈશે ૧ કપ બાફેલા રાજમાં જોઈશે. આપણે તેને સાત થી આઠ કલાક પહેલા પલાળી રાખવાના છે.

2- આપણે રાજમા માં થોડું મીઠું નાખીને પ્રેશરકુકરમાં સાત થી આઠ સીટી વગાડી લઈશું.

3- હવે રાજમા સાત થી આઠ સીટી પછી જસ્ટ પ્રેસ કરો અને તૂટી જાય તેવા બાફી લેવાના છે.

4- હવે સાત થી આઠ સીટી પછી કુક ના થાય તો તેમાં આપણે ખાવાનો સોડા નાખી શકો છો. અને ફરી થી બે થી ત્રણ સીટી ફરી થી વગાડી લેવાની.

5- રાજમા બે પ્રકારના હોય છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.કે નાના રાજમા અને મોટા રાજમા એમ બે પ્રકારના હોય છે.

6- રાજમા માં નાના રાજમા વધારે ટેસ્ટી લાગે છે.આપણે નાના રાજમા લીધા છે.

7- સૌથી પહેલા પેનમાં એક મોટી ચમચી તેલ એડ કરીશું. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં એક નાનો આદુનો ટુકડો તેને સમારી ને એડ કરીશું.

8- હવે આપણે તેમાં એક લીલું મરચું કટ કરી લઈશું. તમે તીખું વધારે પસંદ કરતા હોય તો વધારે નાખી શકો છો.હવે તેમાં આપણે એડ કરીશું.અને તેની સુગંધ આવે ત્યાં સુધી તેને સેકી લઈશું.

9- હવે આપણે તેમાં એક મોટી ડુંગળી સમારીને એડ કરીશું.આને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લઈશું.

10- હવે આ સ્ટેજ પર બે મોટા ટામેટા સમારેલા લઈશું.અને સોફ્ટ થાય ત્યાં સુધી સેકી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે.

11- હવે આ સ્ટેજ પર ગેસ બંધ કરી દઈશું.અને તેની પેસ્ટ બનાવી લઈશું.આ બધા ને એક સાથે મિક્સરમાં પીસી લઈશું.

12- આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે પેનમાં 1 મોટી ચમચી તેલ એડ કરીશું.

13- હવે તેલ ગરમ થઈ ગયું છે.હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરુ એડ કરીશું.હવે તેમાં થોડી હિંગ એડ કરીશું.

14- હવે આપણે બનાવેલી પેસ્ટ એડ કરીશું. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી સાંતળવા નું છે. હવે એ ચાર મિનિટ જેવું થઈ ગયું છે.

15- તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગ્રેવી ઘટ્ટ થઈ ગય છે. આવી ઘટ્ટ થાય પછી આપણે તેમાં મસાલા કરવાના છે.

16- હવે તેમાં આપણે અડધી નાની ચમચી હળદર, એક મોટી ચમચી લાલ મરચું, એક મોટી ચમચી ધાણજીરૂ હવે બધું બરાબર મિક્સ કરી લઈશું.

17- હવે આપણે તેને ફરી થી સાંતળી લઈશું.જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી. આમાં આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ગ્રેવી ત્યારે જ ટેસ્ટી થશે ત્યારે તેને બરાબર રીતે કુક કરી લેશો.

18- તમે આ પ્રોસેસ બરાબર કરીએ તો રાજમા ખૂબ જ ટેસ્ટી બનશે. આને આપણે ફરીથી ત્રણથી ચાર મિનિટ સુધી પાછું કુક કરી લઈશું.

19- હવે આપણું તેલ છુટુ પડવા માંડ્યું છે. ગ્રેવી સરસ રીતે ફરતી થઈ જવી જોઈએ.તમારા પેન માં તમે તેને હલાવો ત્યારે તમને તેલ દેખાવું જોઈએ.

20- તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેલ આજુબાજુ પેન પર છૂટું પડી ગયું છે. આ પ્રોસેસ થઈ ગયા પછી તેમાં આપણે રાજમાં એડ કરીશું.

21- જો આ પ્રોસેસ બરાબર નહીં થાય તો રાજમા નો ટેસ્ટ સારો નઈ આવે. હવે આપણે તેમાં બાફેલા રાજમાં તેમાં એડ કરીશું. જ્યારે બાફીએ ત્યારનું પાણી બચીયું હોય તે પણ તેમાં એડ કરી દેવાનું છે.

22- હવે આપણે તેને બરાબર મિક્સ કરીશું. આ બહુ પાતળી કે જાડી ગ્રેવી નથી કરવાની. એટલે જરૂર પ્રમાણે તેમાં પાણી એડ કરીશું. આપણે તેના અડધાથી પોણો કપ પાણી નાખ્યું છે.

23- હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠુ નાખીશું. સાથે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું.

24- હવે આપણે તેને બરાબર મિક્સ કરતા જઈશું. આમાં બોઈલ આવે ત્યાં સુધી કુક થવા દઈશું. જે લગભગ ચારથી પાંચ મિનિટ કુક થવા દેવાનું છે.

25- આપણે તેને પાંચ મિનિટ કુક થવા દીધા હતા. અને આપણા રાજમા તૈયાર છે.

26-તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગ્રેવી અને રાજમા બરાબર મિક્સ થઈ ગયા છે અને આ રીત ની ગ્રેવી હોવી જોઈએ.

27- હવે તેમાં આપણે અડધી નાની ચમચી આમચૂર પાવડર એડ કરીશું. રાજમા નુટ્રીયેસ અને પ્રોટીનથી ભરપૂર પ્રમાણમાં છે.

28- હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી કસ્તુરી મેથી હાથમાં લઈને મસળીને નાખીશું.છેને કેટલા ઈઝીલી રાજમા બનાવવાની રીત.

29- ચાલો આપણે તેને સર્વે કરીશું.અને આપણે ફ્રેશ ક્રીમ સાથે ગાર્નીશ કરીશું.અને કોથમીરથી પણ ગાર્નીશ કરીશુ.

30- રાજમાં આપણે ચાવલ સાથે વધારે સારા લાગે છે પણ તમારે પરાઠા સાથે ખાવા ઇચ્છતા હોય તો ખાય શકો છો. અને પૂરી સાથે પણ ખાય શકો છો.બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *