પંજાબી સબ્જી છોલે આવી રીતે બનાવશો તો બધાને પસંદ આવશે અને લોકો આંગળી ચાટતા રહી જશે…

છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે .પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પુરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પુરી જ બને છે. તમે ઘરે પણ હોટેલ જેવા જ ટેસ્ટી છોલે બનાવી શકો છો. આ માટે છોલે બનાવતી વખતે બસ આટલુ ધ્યાન રાખો.

સામગ્રી :


– મોટા કાબુલી ચણા – 250 ગ્રામ,

– ડુંગળી – 2 મધ્યમ આકારની,

– ટામેટા – એક કપ,

– લીલા મરચા – 1 નંગ ,

– લસણ – 5 કળી,

– ફુદીનાનાં પાન 7-8 નંગ ,

– અડધો કપ સમારેલી કોથમીર,

– 1 ટી સ્પૂન લાલ મરચુ,

– હળદર – અડધી ચમચી,

– ધાણાજીરુ – 1 ચમચી,

– ગરમ મસાલો – 1 ચમચી,

– આમચૂર પાવડર અથવા છોલે મસાલો – 1 ચમચી,

– તેલ 2 ચમચી,

– ઘી – એક ચમચી,

– ચપટી હિંગ,

– સ્વાદ મુજબ મીઠુ.

છોલે મસાલો બનાવ ની રીત :

– એક કડાઈમાં તમાલપત્ર, મોટી એલચી, આખા ધાણા, મરી, સૂકાયેલા લાલ મરચા, લવિંગ અને તજ નાંખીને 1 મિનિટ સુધી તેને શેકો. ઠંડુ પડતા જ તેને મિક્સરમાં ક્રશ કરી લો. બજાર જેવો સ્વાદિષ્ટ છોલે મસાલો તમે ઘરે પણ તૈયાર કરી શકો છો.

બનવાની રીત :

સ્ટેપ :1

– ચણાને 7-8 કલાક પાણીમાં પલાળી રાખો. કુકરમાં મીઠુ અને દોઢ ગ્લાસ પાણી અને 2 લવિંગ અને તજ નો ટુકડો નાખીને ચણાને બાફી લો.

સ્ટેપ :2

– એક કઢાઈમાં ઘી અથવા તેલ ગરમ કરી તેમા હિંગ નાખીને ડુંગળી અને ટામેટાં ,મરચાં ,ફુદીના અને લસણ ની પેસ્ટ નાખી સાંતળો. આ પેસ્ટ નાખીને સાંતળો. પછી 4 મીનિટ હલાવતા રહો. તેલ છુટુ પડે કે તેમા બધો મસાલો નાખી સાંતળો. હવે તેમા બાફેલા છોલે નાખીને 5 મિનિટ ઉકળવા દો. ગ્રેવી જોઈતી હોય તો અડધો ગ્લાસ પાણી નાખીને ઉકળવા દો. ત્યારબાદ ઉપર થી કસૂરી મેથી ઉમેરી પાંચેક મિનિટ ઉકાળી ગેસ પરથી ઉતારી લો. સમારેલી કોથમીર નાખીને ગરમા ગરમ ભાખરી કે રોટલી અથવા જીરા વાલા ભાત સાથે સર્વ કરો.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *