પંજાબી ગ્રેવી મસાલો – બજારમાં મળતા પેકેટના મસાલાને કહો બાય બાય, કેમકે હવે એવો જ ટેસ્ટી મસાલો બનાવો તમારા ઘરે..!!!!!!

પંજાબી ગ્રેવી મસાલો

હેલ્લો મિત્રો પંજાબી સબ્જી તો આપણે સૌને પસંદ જ હોય છે. પરંતુ આપણે તેને બહાર તો ખાતા જ હોઈએ છે. પરંતુ પંજાબી સબ્જી ઘરે બનાવીએ તો કાં તો બહાર હોટેલ જેવો ટેસ્ટ ના આવે કાં તો બહાર નો પડતર મસાલો ઉમેરવો પડે.

માર્કેટ માં માળતા પંજાબી મસાલા માં શું ઉમેર્યું હસે કે કેવી ગુણવતા વાડું ઉમેર્યું હસે તે ના જાણતા હોવા છતાં બહાર જેવો ટેસ્ટ લાવવા આપણે તે મસાલા નો ઉપયોગ કરીયે છીયે.

તો એના કરતાં આપણે જ કેમ બહાર ના પેકેટ જેવો જ પંજાબી ગ્રેવી નો મસાલો ઘરે બનાવીએ. આ પંજાબી મસાલો એક વખત બનાવી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે.  તેમજ આ પાંજબી મસાલો બધા જ પંજાબી સબ્જી માં ઉમેરી તેને ટેસ્ટી બનાવી શકાય છે. માત્ર પંજાબી સબ્જી માં જ નહીં રેગ્યુલર રોજ એક ને એક સબ્જી ખાઈ ને કંટાડી ગયા હોય તો તેમાં પણ આ મસાલો ઉમેરી તેને એક અલગ જ રૂપ માં સેર્વ કરી શકાય છે. પંજાબી સબ્જી હોય કે પંજાબી કરી કે કોઈ પણ ખાવા ની વસ્તુ માં જો આ મસાલો ઉમેરવામાં આવે તોતો તેનો સ્વાદ અનેરો થઈ જાય છે.

સામગ્રી:

 • 1-2 ચમચી મગજતરી,
 • 10-15 નંગ કાજુ,
 • 2-3 ચમચી કસૂરી મેથી,
 • 2-3 નંગ જાવંત્રી,
 • 5-6 નંગ એલચી,
 • 10-15 નંગ તજ,
 • 5-10 નંગ લવિંગ,
 • 10-15 નંગ મરી,
 • 1 ચમચી લસણ પાઉડર,
 • 1 ચમચી ડુંગળી પાઉડર
 • 1 ચમચી નમક,
 • 2 ચમચી મરચું પાઉડર,
 • 2 ચમચી ધાણાજીરું.

રીત:

પંજાબી ગ્રેવી મસાલો બનાવવા માટે સૌપ્રથમ આપણે લઈશું. તેજાના (સૂકા ગરમ મસાલા)જેમાં લઈશું મગજતરી, કાજુ, કસૂરી મેથી, જાવંત્રી, એલચી, તજ, લવિંગ, મરી. બધી જ વસ્તુઓ માં તમારા સ્વાદ પ્રમાણે વધારો ઘટાડો કરી શકાય છે.

હવે આપણે લઈશું બીજા ઘર ના મસાલા જેમાં લઈશું. સ્વાદ પ્રમાણે નમક, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, લસણ નો પાઉડર અને ડુંગડી નો પાઉડર. જે માર્કેટ માં સરળતા થી મળી જશે.

હવે એક પેન ગરમ કરી તેમાં બધા જ મસાલા ને ધીમી આંચ ઉપર થોડી વાર સુધી રેહવા દેવા. જેથી તેમનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને સુગંદ પણ. અને આવી રીતે ગરમ કરી મસાલો બ્નવવાથી તે આખા વર્ષ સુધી બગડતો નથી.

બધા જ મસાલાઓ ગરમ થઈ જાય ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી ઠંડુ થવા માટે મૂકી દઇશું

15-20 મિનિટ જેટલો સમય તેને પ્લેટ માં જ રેહવા દેવું. ત્યાર બાદ તેને મિક્ષ્ચર ના નાના પવાલા માં કાઢી પીસી લેવું.

બધા જ મસાલા ને એકદમ બારીક પાઉડર થાઈ ત્યાં સુધી મિક્ષ્ચર માં પીસવું.

ત્યાર બાદ તેમાં ઉમેરીશું. મસાલા. મસાલા મિક્ષ્ચર માં જ ઉમેરી દઇશું જેથી મસાલા અંદર ખૂબ જ સારી રીતે પીસાઈ પણ જાય અને મિક્સ પણ થય જાય.

તો હવે આપનીપાસે છે ખૂબ જ સરસ અને ટેસ્ટી પંજાબી ગ્રેવી નો મસાલો. જેને કોઈ પણ પંજાબી કે રૂટિન માં બનતી રેસીપી માં ઉમેરી શકાય છે. મે મસાલો આમ જ રેહવા દીધો છે. તમે ચાહો તો તેને ચારી ને પણ ભરી શકો છો.

મસાલો તૈયાર થય જ્ઞ બાદ મોટો પ્રસ્ન થાઈ કે તે મસાલા ને ઉપયોગ માં કેવી રીતે લેવો??

તો મસાલો બની ગયા બાદ તેને જોઈતા પ્રમાણ માં એક બાઉલ માં કાઢી. તેમાં જરૂરી માત્રા માં દૂધ ઉમેરી એક પેસ્ટ તૈયાર કરી લેવી. જો પસંદ હોય તો આ પેસ્ટ માં મલાઈ ઉમેરવાથી પણ ખૂબ જ સરસ લાગે છે. આ પેસ્ટ બની જ્ઞ બાદ તેને ચમચી વડે મિક્સ કરી 10-15 મિનિટ રેસ્ટ આપી ઉપયોગ માં લેવાય છે. આ મસાલો કોઈ પણ સબ્જી કે જેમાં પણ ઉપયોગ માં લેવો હોય આવી રીતે લઈ શકાય છે.

તેમાં દૂધ અને મલાઈ ઉમેરવાનું કારણકે આમાં ઉમેરતા બધા જ મસાલાઓ આપના શરીર માટે ગરમ પડે છે. તો દૂધ મલાઈ જેવી વસ્તુઑ ઉમેરી તે ગરમહાટ બેલેન્સ માં લઈ શકાય છે.

તો તૈયાર છે. પજબી ગ્રેવી નો બારે માસ ચાલતો માસલો. જેને એક બરણી માં ભરી આખું વર્ષ માટે સાચવી શકાય છે.

નોંધ: પંજાબી ગ્રેવી મસાલો બનાવતી વખતે બધા જ મસાલાઓ તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકાય છે. કોઈ પણ મસાલા વધારવાથી કે ઘટાડવાથી ટેસ્ટ બગડી જસે કે એવું કઈ નય થાઈ.

જો એવું લાગે કે કોઈ મસાલા ની માત્રા વધી ગઈ છે. તો તેને બેલેન્સ કરવા કાજુ તેમજ મગજતરી ઉમેરી સરખું કરી શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *