પંજાબી સ્ટાઇલ છોલે ચણા – ડુંગળી, લસણ વગર બનાવો બહુ ટેસ્ટી અને મસાલેદાર…

આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલ છોલે ચણા નું શાક. મોમાં પાણી આવી ગયું ને? આ રેસિપી યુનિક છે અને જો તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો ઝટપટ બની પણ જાય છે. આમાં આપણે ના તો ડુંગળી કે ટામેટા વાપરીશું.ના લસણ કે આદુ પણ આ એકદમ ટેસ્ટી અને યમ્મી બને છે. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • કાબુલી ચણા
  • છોલે નો ગરમ મસાલો
  • ચાય પતી
  • દેશી ઘી
  • આમચૂર પાવડર
  • ધાણમ નો પાવડર
  • સૂકું લાલ મરચું
  • તજ
  • લવીંગ
  • મરી
  • તમાલ પત્ર
  • રેગ્યુલર મસાલા

રીત-

1-ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ.

2- સૌથી પહેલા આપણે અઢી ગ્લાસ પાણી એક પેનમાં ગરમ કરવા મૂકીશું.

3- હવે તેમાં આપણે ૨ ચમચી ચાય પતી નાખીશું. તેનાથી આપણા શાકનો કલર બ્લેક થશે. અને ટેસ્ટ પણ સારો આવે છે.

4- હવે તેને આપણે ઉકળવા દેવાનું છે.જ્યાં સુધી તે ઉકળી ને અડધું ના થાય ત્યાં સુધી ઉકળવા દઈશું.

5- હવે આપણે પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે એક પોટલી તૈયાર કરીશું.

6- હવે આપણે એક મલ મલ નું કપડું લેવાનું છે. તેમાં બધા ખડા મસાલા લઈશું.તેમાં એક તમાલપત્ર, ત્રણ લવિંગ, એક ઈલાયચી, ત્રણ મરી, એક તજનો ટુકડો, એક સૂકું મરચું આને ભેગું કરીને એક પોટલી તૈયાર કરીશું.

7- તમે વીડિયોમાં જોઈ શકો છો કે દસ મિનિટ સુધી ઉકાડીયું છે ચા નું પાણી ઉકળી ને અડધું થઈ ગયું છે.અને તેને ગાળી ને છોલે માં એડ કરીશું.

8- જો તમને એવું લાગે કે પાણી વધારે છે તો બધું એડ નય કરવાનું.જો તમને એમ લાગે કે ઓછું છે તો તમે નોર્મલ પાણી પણ એડ કરી શકો છો. પણ લગભગ બરાબર આવી જશે.

9- આપણે એક વાડકી જેટલા છોલે લીધા હતા.અને અઢી ગ્લાસ પાણી લીધું હતું તો બરાબર પાણી આવી ગયું છે.

10- આપણે ખાલી છોલે ડૂબે એટલું પાણી રાખવાનું છે. તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું.

11- હવે આપણે જે પોટલી તૈયાર કરી હતી તે પણ મૂકીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે છોલે ડૂબે એટલું પાણી આપણે એડ કર્યું છે.

12- હવે આપણે પ્રેશર કૂકર બંધ કરી દઈશું. હવે આપણે છ થી આઠ સીટી મારીશું. અને ૬ થી ૮ સીટી પછી છોલે સોફ્ટ ના લાગે તો ઢાંકણ ખોલીને થોડું પાણી નાખી શકો છો.અને સાથે થોડો સોડા પણ નાખી શકો છો.જેથી ફરી ત્રણ થી ચાર સીટી માં તૈયાર થઈ જશે.

13- હવે આપણી ૭ થી ૮ સીટી થઈ ગઈ છે.હવે છોલે ને બીજા પેન મા કાઢી લઈશું. તેમાંથી પોટલી કાઢી લઈશું.

14- હવે આપણે છોલે ને હાથ માં લઈ ને ચેક કરી લઈશું.કે આપણા છોલે હાથ માં લઇ ને દબાવી જોઈશું.તે એકદમ સોફ્ટ થઈ ગયું છે.એટલે તે કુક થઈ ગયા છે.

15- હવે આપણે તેમાં થોડું પાણી ની જરૂર છે. તેમાં આપણે સાદુ નોર્મલ પાણી જ એડ કરીશું. તેનો રસો આપણે જાડો રાખવાનો છે.

16- હવે તેમાં આપણે મસાલા કરીશું. સૌથી પહેલા આપણે અડધી ચમચી હળદર નાખીશું.

17- હવે આપણે બે મોટી ચમચી ધાણા-જીરુ પાવડર નાખીશું. તેને એક જગ્યા પર નથી નાખવાનું તેને સ્પ્રેડ કરવાનું છે.

18- હવે આપણે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું. જો તમે તીખું વધારે પસંદ કરતા હોય તો તમે વધારે નાખી શકો છો.

19- હવે તેમાં આપણે બે ચમચી છોલે નો ગરમ મસાલો એડ કરીશું. અને તેમાં એક ચમચી અનારદાના પાવડર નાખીશું.

20- હવે તેમાં આપણે દાડમ નો પાવડર.આ બહુ જ ખાટું હોય છે એટલે તમે અડધાની પણ અડધી ચમચી નાખવાનું છે. પણ આનાથી એક અલગ ફ્લેવર આવે છે. અને બહુ ટેસ્ટી લાગે છે.

21- હવે તેમાં આપણે જેટલું અનારદાના લીધું તું એટલું જ આમચૂર પાવડર નાખીશું. અડધી થી પણ ઓછી ચમચી લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.

22- હવે આપણે તેમાં થોડી હિંગ લઈશું.અને તેને ઢગલી ની જેમ મૂકી દઈશું. હવે આપણે તેને મિક્સ નથી કરવાનું. આવું જ રાખવાનું છે.

23- હવે આપણે તેની ઉપર ગરમ ઘી રેડિશું. આપણે એક વઘારિયું લેવાનું છે તેમાં બે મોટા ચમચા ઘી લઈશું.આના થી જે રસો છે તે જાડો થઈ જશે.
24- આપણે ઘી ને ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે જ્યાં સુધી ધુમાડા નીકળતા ના દેખાય ત્યાં સુધી.

25- હવે તેમાં આપણે 1 લીલુ મરચું નાખીશું. હવે ઘી ને આપણે સ્પ્રેડ કરી ને આપણે તરત જ ઢાંકી દઈશું. જેથી વગાર અંદર જ રહે.આને આપણે ૨૫ મિનિટ સુધી આવું ટાઈટ બંધ રાખવાનું છે.

26- જો તમારી પાસે આવું પેન ના હોય તો તમે કઢાઈમાં પણ બનાવી શકો છો. અને તેની પર ડબલ થાળી ઢાંકી દો. એકદમ ટાઇટ થાય તે રીતે.જેથી તેની વરાળ બાર ના નીકળે.

27- હવે 25 મિનિટ પછી આપણે જોઇશું તો તેનો રસો એકદમ જાડો થઈ ગયો હશે. અને બધો મસાલો છોલે ની સાથે મિક્સ થઈ ગયો હશે. એટલા માટે આપણે આ પ્રોસેસને 25 મિનિટ સુધી રહેવા દેવાની છે.

28- હવે ૨૫ થી ૩૦ મિનિટ થઈ ગઈ છે જોઈ લઈએ આપણા છોલે. હવે આપણે તેને હલાવી લઈશું.

29- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગ્રેવી જાડી થઈ ગઈ છે અને છોલે તૈયાર છે. હવે તેને ગેસ પર ફરી મુકવાની જરૂર નથી. આ ડાયરેક્ટ તમે સર્વ કરી શકો.

30- હવે આપણે એક ટિપ્સ જોઈ લઈશું.

31- તમે જ્યારે છોલે બનાવતાં હોય ત્યારે જમવાના ચાર-પાંચ કલાક પહેલા છોલે બનાવીને મૂકી દો. જેથી કરીને ચાર કલાક પછી એ વધારે ઘટ્ટ થઈ જશે. અને તેનો મસાલો પણ છોલે માં એકદમ મિક્સ થઈ જશે.

32- છોલે આ રીતે બનાવો તો વધારે ટેસ્ટી લાગશે. તમે ત્રણ ચાર કલાક પહેલા બનાવ્યા છે તો થોડા ગરમ કરીને ખાવું હોય તો તમે ગરમ કરી શકો છો.

33- આને આપણે ગેસ પર ઉકાળવા ની એવી જરૂર નથી.તો આપણે તેને સર્વે કરીશું.

34- હવે આપણે ગાર્નીશિંગ કરીશું. તેની પર ડુંગળી ની ગોળ રીંગ લીધી છે તે મૂકીશું.તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ શકો છો.અને સાથે કોથમીરથી ગાર્નિશ કરીશું.

35- આપણા ગરમાગરમ છોલે તૈયાર છે. તમે એકવાર ખાસો તો ખાતા રહી જશો. બનાવજો ખાજો અને ખવડાવજો.

રેસિપી વિડિઓ :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *