પંજાબી સ્ટાઈલ ફ્લાવરના હેલ્ધી અને સોફ્ટ પરાઠા…

આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઈલ ફ્લાવરના હેલ્ધી અને સોફ્ટ પરાઠા. આપણે ફ્લાવર ની સબ્જી તો ખાતા હોઈએ છે. પણ તેના પરોઠા મળી જાય તો તે બહુ સ્વાદીષ્ટ લાગે છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • ઘઉંનો લોટ
  • ફ્લાવર
  • લીલા ધાણા
  • લીલા મરચા સમારેલા
  • મીઠું
  • લાલ મરચું પાવડર
  • ગરમ મસાલો
  • આમચૂર પાવડર

રીત-

1-ગોબી પરોઠા બનવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટે દોઢ કપ ઘઉંનો લોટ લઈશું. તેમાં થોડું મીઠું એડ કરીશું. એક ચમચી જેટલું તેલ લઈશું. અને મિક્સ કરીને લોટ બાંધી લઈશું.

2- તેમાં જરૂર પ્રમાણે થોડું-થોડું પાણી એડ કરીશું. અને લોટ બાંધી લઈશું. બહુ ઢીલો નથી કરવાનો બહુ રોટલી જેવો પણ નહીં અને બહુ પરાઠા જેવો પણ નહીં.તેને મીડીયમ બાંધવાનો છે.અને સોફ્ટ બાંધી લઈશું. થોડું તેલ લગાવીને ઢાંકીને મૂકી દઈશું.

3-હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. સૌથી પહેલા ફ્લાવર લઈશું અને તેને ધોઈને કોરું કરી લેવાનું છે. અને કપડાં મા થોડી વાર રહેવા દેવાનું છે. આપણે લગભગ ૫૦૦ ગ્રામ ફ્લાવર લઈશું. હવે તેને ખમણી લેવાનું છે. ખાલી ફ્લાવરનો જ ભાગ લેવાનો છે દાંડિયા વાળો ભાગ નથી લેવાનો.

4- હવે તેનું સ્ટફિંગ તૈયાર કરીશું. એક પેન લઈશું. તેમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરીશું. હવે તેલ ગરમ થઇ ગયું છે તો ૧ નંગ લીલું મરચું ઝીણું સમારીને નાખીશું. તેને સાંતળી લઈશું. હવે ખમણેલું ફ્લાવર તેમાં એડ કરીશું.

5- આને આપણે કુક નથી કરવાનું અને ગેસ ફાસ્ટ રાખવાનો છે ધીમો નહીં. ફ્લાવર માં જે પાણી છે તે બળી જાય ત્યાં સુધી ફ્રાય કરવાનું છે. હવે તેમાં મીઠું એડ કરીશું. અને જ્યાં સુધી કોરું ના પડે ત્યાં સુધી તેને ફ્રાય કરીશું.ફાસ્ટ ગેસ પર. જો તમે ગેસ ધીમો રાખશો તો તે કુક થઈ જશે.

6- આપણે મીઠું નાખીયું એટલે તેનું જે પાણી હશે તે છૂટશે અને બડી પણ જશે. જો પાણીનો ભાગ હશે તો ફ્લાવર પરોઠા વણતાં નહીં ફાવે. એટલે પાણીનો ભાગ રહેવો ના જોઇએ. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આખું ડ્રાય થઈ ગયું છે. આમાં બિલકુલ પાણીનો ભાગ નથી.

7- હવે આપણે બધા મસાલા કરીશું. એક ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી જેટલું આમચૂર પાવડર નાખીશું. અને 1 કપ લીલા ધાણા નાખીશું. હવે ગેસ બંધ કરી દઈશું. હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો તેને ઠંડુ પડવા દઈશું. પછી તે પરોઠા બનાવી લઈશું.

8- હવે આપણો લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે. થોડું મસળી લઈશું. હવે સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે. એક મોટું ગુલ્લુ લેવાનું છે. તેના પર ડ્રાય લોટ નાખીને વણી લઈશું. હવે તેમાં બે ચમચી સ્ટફિંગ એડ કરીશું. હવે તેને બંધ કરી ફરીથી કોરા આટા થી વણી લઈશું. સરસ વણી લીધું છે. તે બહુ પાતળું પણ નથી અને બહુ જાડુ પણ નથી. હવે તેને શેકી લઈશું.

9- હવે લોઢી ગરમ થઈ ગઈ છે. તેના પર ફ્લાવર પરાઠા મૂકી દઈશું. હવે ટન કરી દઈશું. હવે નીચેની સાઈડ સરખું શેકાવા દઈશું. થોડું તેલ મૂકીને શેકી લઈશું. તમે ઘી પણ મૂકી શકો છો તે બહુ ટેસ્ટી લાગે છે.

10- આ તમે બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં ખાઈ શકો છો. અને બનાવું પણ એકદમ ઈઝી છે. હવે ગેસ બંધ કરી દઈશું.અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું.

11-આપણા ગરમા ગરમ પરોઠા તૈયાર થઈ ગયા છે. તેને રાયતા સાથે, કેચપ સાથે, ખાટા અથાણાની સાથે ગમે તેની સાથે ખાઈ શકો. તો તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *