પાપડ-ડુંગળીની સબ્જી – એકવાર પાપડ ની સબ્જી બનાવશો તો ઘરના બધા જ લોકો વારંવાર માગશે..

પાપડ- ડુંગળી ની સબ્જી:-

એકવાર પાપડ ની સબ્જી બનાવશો તો ઘરના બધા જ લોકો વારંવાર માગશે..

• મિત્રો આજે હું ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય એવી પાપડ ડુંગળી ની સબ્જી ની વિડીયો દ્રારા રેસીપી બતાવીશ.

• તો રેસીપી સારી લાગે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.

સામગ્રી:-

  • • 7 શેકેલા પાપડ
  • • 6 ઝીણી સમારેલી ડુંગળી
  • • 200 ગ્રામ મોળું દહીં
  • • આદું-લસણ ની પેસ્ટ
  • • 3 ચમચી તેલ
  • • ½ ચમચી રાઈ
  • • ½ ચમચી જીરું
  • • ચપટી હિંગ
  • • ½ ચમચીહળદર
  • • 1 ચમચી લાલમરચું
  • • 1 ચમચી ધાણાજીરું
  • • સ્વાદ પ્રમાણે મીઠુ
  • • 1&1/2 ગ્લાસ પાણી
  • • કોથમીર

રીત:-

• સ્ટેપ 1:-સૌપ્રથમ પાપડ ને તવી પર શેકી લો.

• સ્ટેપ 2:-એક પેનમાં 3 ચમચી તેલ લો અને ગરમ કરવા માટે મૂકો. ગરમ થાય ત્યારે તેમાં રાઈ ઉમેરો, રાઈ ફૂટે ત્યારે જીરું અને હીંગ નાખો.

• સ્ટેપ 3:-હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળી લો. આદું અને લસણ ની પેસ્ટ ઉમેરી લો.

• સ્ટેપ 4:-હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું બરાબર મિક્ષ કરી લો.

• સ્ટેપ 5:-હવે તેમાં દહીં ઉમેરી બરાબર મિક્ષ કરી લો. અને પાણી ઉમેરી 5 મિનિટ કુક થવા દો.

• સ્ટેપ 6:-હવે 5 મિનિટ પછી તેમાં પાપડ ના ટુકડા ઉમેરી કુક થવા દો અને ગ્રેવી થોડી ઘટૃ થવા દો.

• સ્ટેપ 7:-તો હવે પાપડ-ડુંગળી ની સબ્જી રેડી છે કોથમીર ઉમેરી લો અને સવૅ કરી લો.


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *