પપૈયા ફૂદીના જ્યૂસ – હેલ્થી તો છે જ આ જ્યૂસ સાથે ટેસ્ટી પણ એટલું જ છે એકવાર જરૂર ટ્રાય કરજો…

કેમ છો મિત્રો….આજે હું લઈને આવી છું પપૈયા નું જ્યૂસ… પપૈયાનું ડ્રીંક ગમી જાય એવું છે, જે ગરમીના દીવસો માટે ઉત્તમ પીણું ગણી શકાય છે. જે સ્વાદમાં મજેદાર હોવાની સાથે પેટ માટે પણ અનૂકુળ ગણી શકાય એવું છે.

પપૈયું એક એવું ફળ છે જે કાચું અને પાકું એમ બંને રીતે ખાઇ શકાય છે. કાચું પપૈયું લીલા રંગનું દેખાય છે અને મોટેભાગે તેનું શાક અને સંભારો બીજું બધું બનાવતા હોઈયે છે.ફળના રૂપમાં પાકેલું પપૈયું ખાવામાં આવે છે. જો તમને કબજિયાત હોય તો દરરોજ પપૈયા ખાય તો તેનાથી પેટ સાફ થશે. દરેક ઋતુમાં પપૈયાં મળે છે તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને ખાવાના અનેક ફાયદાઓ છે . પપૈયા માંથી પેંડા, હલવો, લાડુ ,મોદક , ટુટીફ્રુટી બધું બઉ સરસ બનતું હોય છે …

  • પપૈયા શરીરમાં ગેસ થવા દેતો નથી.
  • કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.
  • પીરિયડ્સ દરમ્યાન થતાં દુખાવામાં રાહત મળે છે.
  • કમળાના રોગને અટકાવે છે

આજના વ્યસ્ત જીવનમાં આપણે આપણા શરીરની સંભાળ લેવાનું ભૂલી જઇએ છીએ આજનું ખાવા-પીવાનું પણ એવું બની ગયું છે કે જો શરીરનું ધ્યાન ન રાખવામાં આવે તો વજન વધવાનું શરૂ થાય છે આપણે જાણીએ છીએ કે વધતું વજન આપણને કેટલું પરેશાન કરે છે જો તમેં વજન ઓછું કરવા ઇચ્છતા હોય તો દરરોજ સવારે ખાલી પેટ એ પપૈયાનું સેવન કરવું જોઈએ.. પપૈયામાં મોટી માત્રામાં વિટામિન એ હોય છે. માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે. તેનાથી આંખોની રોશની તો સારી થાય છે સાથે ત્વચા પણ સ્વસ્થ, સ્વચ્છ અને ચમકદાર બને છે.

તો મિત્રો પપૈયા ના અટલાં બધા ફાયદા છે તો આપણે પણ જલ્દી થી બનાવી યે પપૈયા નું જ્યૂસ તો જોઈ લો ફટાફટ તેની રીત :-

“પપૈયા ફૂદીના જ્યૂસ”

  • 1 નાનું બાઉલ પાકુ પપૈયુ સમારેલું
  • ૩-૪ ટેબલ સ્પૂન ખાંડ
  • 2-3 બરફના ટુકડા
  • 10-15 ફુદીનાના પાન
  • 1 નાની ચમચી સંચળ
  • 1 નાની ચમચી જીરૂ પાઉડર
  • અર્ધી ચમચી – મરી પાઉડર
  • જરૂર મુજબ પાણી

સૌ પ્રથમ સરસ પાકેલા પપૈયા ને ધોઈ છાલ ઉતારી લેવી .પછી તેને સમારી લેવું.

હવે મિક્સર જારમાં સમારેલું પાકુ પપૈયુ લો.

ત્યારબાદ તેમાં ૩ થી ૪ ટેબલસ્પૂન ખાંડ, અને સંચળ, પાણી, નાંખી ક્રશ કરી લો.

હવે તેમાં ફૂદીના ના પાન નાખી ફરી સરખું ક્રશ કરી લેવું. તૈયાર થયેલ જ્યૂસ માં શેકેલું જીરૂ પાઉડર અને મરી પાઉડર છાટી સર્વ કરવું ..

તો તૈયાર છે પાચક અને ટેસ્ટી પપૈયા નું જ્યૂસ….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *