પપૈયા હની લસ્સી – ઉનાળામાં બનાવો આ ઠંડી ઠંડી લસ્સી, પરિવાર સાથે જમ્યા પછી આનંદ આવશે..

ઉનાળામાં મજેદાર લસ્સી ની મજા માણો.. પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે લસ્સી..

મિત્રો ,કહેવાય છે ને કે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા દહીં ખાવાથી કાર્ય માટે જનારને સફળતા મળે છે. દહીને સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ કહ્યું છે . દહીંમાં અમુક એવા તત્વો રહેલા છે જેના કારણે દહીં દૂધ કરતા જલ્દી પચી જાય છે . જે લોકો ને કબજીયાત , અપચો ,તેમજ ગેસની પ્રોબ્લેમ્સ રહે છે તેમના માટે દહીં ઉત્તમ છે , આ ઉપરાંત દહીંમાથી જ બનતી લસ્સી , છાસ જેવા પીણા થી પણ પેટમાં તેમજ શરીર માં ઠંડક રહે છે .

દહીં ખાવાથી પાચનક્રિયા પણ સરળ બને છે તેમજ ભૂખ પણ ઉઘડે છે . અને સાથે પપૈયુ પણ લીધું છે જે શરીરમાટે ખુપ ગુણકારી છે ..છોકરાઓ એમનેમ પપૈયુ ખાતા નથી હોતા તો આપણે લસ્સી બનાવીને આપીસુ તો ચોક્કસ થી છોકરાઓ પણ હોંશે હોંશે પીશે…અને હા આજે આપણે ખાંડ નહીં પણ મધ નાખીને બનાવીશું..જોરદાર હેલ્થી લસ્સી…..

દહીં આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન બી-૬ ,વિટામિન b12 ,તેમજ બહુ બધા minerals આવે છે. જે આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે.

તો ચાલો ફટાફટ બનતી અને એકદમ ગુણકારી પપૈયા હની લસ્સી બનાવી દઈએ….

“પપૈયા હની લસ્સી”

  • ૧ કપ – પાકું પપૈયું
  • ૧ કપ – મોળુ દહીં
  • ૨ ચમચા – મધ
  • Ice – જરૂર મુજબ
  • પપૈયા ના ટુકડા – ગાર્નિશિંગ માટે

રીત :-

સૌથી પહેલા મિક્સર જાર માં પપૈયા ના પીસ, દહીં, મધ, નાખી ચર્ણ કરી લેવું.

પછી એક મોટો ગ્લાસ લયી તેમાં નીચે ice cube નાખી ઉપર લસ્સી નાખી ઉપરથી થોડા પપૈયા ના પીસ નાખી ઠંડી ઠંડી લસ્સી સર્વ કરવી.

તો તૈયાર છે પપૈયા હની લસ્સી ….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *