પરડા બિરયાની
બિરયાની બઘા ની તયા બને છે! મૈ આજે પરદા બિરયાની બનાઈ છે થોડી ઙિફરેનટ છે….અને ઘર માં બધા ને ભાવે એવી છે …અને આ બિરિયાની માં વેજિટેબલે આવે છે એટલે બાળકો માટે હેલ્થી પણ છે …અને રોટલી નું પડ છે એટલે કોમ્બો meal જેવું રેડી થાય છે …આ રોટલી નું પડ ખુબજ ટેસ્ટી લાગે છે …
સામગ્રી :
રોટલી નું પડ બનાવ માટે :
- – 1 વાડકી ઘઉ નો લોટ અથવા મેંદો
- – 1 ચમચી ઇસ્ટ
- – 1/2 ચમચી ખાંડ
- – 1/2 વાડકી ઉફાડું પાણી
- – જરૂર મુજબ પાણી
બિરયાની માટે :
- – 1 વાડકી ચોખા ( બાસંમતિ )
- – તજ ,લવિંગ
- – મીઠું સ્વાદ મુજબ
- – 1 નગ કેપ્સિકમ
- – 1/2 બોવેલ ફનસી
- – 1/2 બોવેલ ગાજર
- – 1 બોવેલ બટેકુ
- – 1 બોવેલ કાંદો
- – 1 વાડકી દહીં
- – 2 નગ મરચું ,આદુ ,લસણ 5-6 કળી
- – 2 ચમચી બિરયાની મસાલો
- – 2 ચમચી ઘી
- – 1 ચમચી તેલ
- – 1/2 ચમચી તલ
- – 1 ચમચી મરચું પાવડર
- – પા ચમચી હળદર
- – 1 ચમચી ઘણા જીરું
- – 1 ચમચી આમચૂર પાવડર
રીત :
પરડા બનાવા માટે :
– એક વાડકી માં ઉફાડું પાણી લઇ તેમાં ખાંડ અને ઇસ્ટ ને 5 મિનિટ માટે રહેવા દેવું ..તે પછી એક કથરોટ માં લોટ લઇ ઇસ્ટ વાળું પાણી ,મીઠું લઇ જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધી લેવું ..અને આ લોટ ને ગરમ જગ્યા પર 35 મિન્ટ રહેવા દેવું ..
2 ..બિરયાની માટે પેહલા વેજિટેબલે મેરીનટે કરવા માટે એક વાડકી માં દહીં માં વેજિટેબલે અને મસાલા કરી થોડી વાર માટે રહેવા દેવું ..
3.એક તપેલી માં પાણી લઇ …આ પાણી ચા જેવું ઉકળે પછી ચોખા ઉમેરી તેમાં મીઠું ,તજ અને લવિંગ ઉમેરી …..કૂક કરવા દેવું …પછી 70% કૂક કરી ચારના માં લઇ લેવું …
4.હવે એક કડાઈ માં તેલ ન ઘી લઇ તેમાં આદુ માર્ચ અને લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળવી …પછી ડુંગળી ઉમેરી સાંતળવી …અને થોડું મીઠું ઉમેરી દેવું જેથી જલ્દી કૂક થશે.તે પછી વેજિટેબલે મેરીનટે કરેલા ઉમેરી દેવા …અને ઢાંકણું ઢાંકી કૂક કરવા દેવું …5-10 મિનિટ માં કૂક થઇ જશે ….આ વેજિટેબલ 70% કૂક કરવા ના છે ..અને ગેસ બન્ધ કરી દેવું ..
5.આપડે લોટ બાંધ્યો છે એની મોટી રોટલી બનાવી લેવી …આ રોટલી થોડી જાડી વણવી …પછી તેમાં રાઇસ નું થર પછી કુક વેજિટેબલ નું થર એવી રીતે કરી …લોટ ની મદદ થી પોટલી નો સેપ આપી દઈ ..ઉપર થોડા તલ લગાવી …કન્વેનશન મોડ પર ૧૮૦ ડિગ્રી પર 25-30 મિનિટ માટે બેક કરવું …અને પછી સર્વ કરવું ..ઉપર નું પેડ થોડું કડક થવું જોયીએ અને સેજ લાઈટ બ્રોવન કલર થવું જોઇયીએ …અને ગરમ ગરમ સર્વ કરવું ..
રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.