મોમોઝ પરોઠા – પરિવાર સાથે-પરિવાર માટે સહેલાઇ થી અને ઝડપથી ઘરે બની જાય તેવા “મોમોઝ પરોઠા ” બનાવીએ

મિત્રો કોરોના ના Quarantine ના સમય માં ઘરે રહો,પરિવાર સાથે રહો સુરક્ષિત રહો.

રોજ રોજ શું બનાવવું તેનું ટેન્શન હોય છે. અને એમાં પણ ઘણી વાર મોડુ થઈ ગયુ હોય તો એવું થાય કે કઈક ફટાફટ બની જાય અને સાથે હેલ્થી પણ હોય આવું કઈ બનાવીએ.

મિત્રો તો ચાલો આપણે પરિવાર સાથે-પરિવાર માટે સહેલાઇ થી અને ઝડપથી ઘરે બની જાય તેવા ” મોમોઝ પરોઠા ” બનાવીએ જે બાળકો ને તો ખુબજ મજા પડે છે અને સાથે મોટાઓ ને પણ ખુબજ ભાવશે.

“મોમોઝ પરોઠા ” બનાવવા જોઈશે :

સામગ્રી :

  • ૧/૨ કપ ઘઉંનો લોટ
  • ૧/૨ કપ મેંદો
  • ૨૫૦ ગ્રામ કોબી
  • ૧ ડુંગળી
  • સ્વાદ માટે મીઠું
  • ૧/૪ ટીસ્પૂન લાલ મરચું પાવડર
  • તેલ મુજબ જરૂરી

રીત :

સ્ટૅપ ૧:

એક બાઉલ માં ઘઉં નો લોટ અને મેંદા લોટ લો. તેમાં મીઠું નાંખો અને પાણી થી નરમ કણેક બાંધવી.

સ્ટૅપ ૨:

બીજા વાસણ માં કોબીજ બારીક કાપી લો. કોબીમાં પાણી ન આવે તેની કાળજી લો તમે તેને સુતરાઉ કાપડથી સુકા પણ કરી શકો છો અને હાથથી દબાવી પાણી કાઢી લો. હવે લસણ અને ડુંગળી કાપી નાખો. અને તેને કોબીમાં મિક્સ કરો. હજયા મીઠું કઉં કોઈ પણ મસાલો એડ કરવાનો નથી.

સ્ટૅપ 3:

હવે એક બીજા એક બાઉલમાં મીઠું અને મરચું મિક્સ કરો.તેને અલગજ વાડકામાં રાખવાનું છે.

સ્ટૅપ ૪:

હવે બાંધેલા લોટ માંથી કણેક માંથી લુઆ પાડી અને રોટલી કરતા થોડો મોટો લુઆ પાડો અને પાતળી રોટલી વણી લેવી .

સ્ટૅપ ૫:

હવે મસાલાને કોબી પર ભભરાવો અનેતેને વણેલી રોટલી પર મૂકી તેને ત્રિકોણાકાર વણી લો . હવેય એકદમ જ હળવા હાથથી વેલણ થી સહેજ જ વણો .

સ્ટૅપ ૬:

હવે લોઢી ગરમ કરો અને તેને સ્ટફિન્ગ કરી વણી એ રોટલી શેકી લો . બંને બાજુ તેલ લગાવો.બન્ને બાજુ સરસ રીતે શેકાઈ જાય અને સહેજ લાલ કલર થાય એટલે લોઢી પર થી ઉતારી દો.

સ્ટૅપ ૭:

એક ડીશ માં સર્વ કરો અને તેને લીલી ચટણી અથવા સોસ અથવા મોમોઝ ચટણી કોઈપણ સાથે કરો.

રસોઈની રાણી : રૂચિતા અંકુર શાહ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *