પરવળનું સ્વાદિષ્ટ શાક બનાવો તે પણ અત્યંત સરળ રીતે.

શાક એ સામાન્ય રીતે બાળકોને ભાવતા નતી પણ તેમાં તોડો ટ્વીસ્ટ લાવીએ તો બાળકોને ભાવવા લાગે છે. અને તેઓ પછી તેની અવારનવાર ડીમાન્ડ કરતા હોય છે. જો તમારા બાળકો પરવળનું શાક ન ખાતા હોય તો આજે જ આ રેસિપી ટ્રાય કરો.

પરવળનું શાક બનાવવા માટે સામગ્રી

2 ટેબલ સ્પૂન સીંગદામા

2 ચમચી ચણાનો લોટ

1 ચમચી તલ

½ ટી સ્પૂન હળદર

½ ચમચી લાલ મરચુ પાઉડર

2 ચમચી ધાણા જીરુ

સ્વાદ અનુસાર મીઠુ

ચપટી હીંગ

½ ચમચી ખાંડ

1 લીંબુનો રસ

4-5 કળી લસણ

3-4 ચમચી તેલ

¼ ચમચી રાઈ

½ ચમચી જીરુ

250 ગ્રામ પરવળ

પરવળનું શાક બનાવવા માટેની રીત

સૌ પ્રથમ પરવળના ડીટીયા સમારી કાપી લેવા.

હવે પરવળને વચ્ચેથી કાપી લેવું. અને તેની અંદરથી બિજ કાઢી લેવા. અને તેની ઉભી ચીરીઓ કરી લેવી.

હવે કડાઈમાં સીંગદાણા શેકી લેવા. સીંગદાણા ફુટવાનો અવાજ આવે ત્યાં સુધી તેને શેકવા અથવા તેનો રંગ ઘેરો થાય ત્યાં સુધી તેને શેકવા. સીંગદાણા શેકાઈ ગયા બાદ તેને બાજુ પર ઠંડા થવા મુકી દેવા.

હવે એક પેનને ગેસ પર ગરમ થવા મુકવું અને તેમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરવો. અને તેને એકદમ ધીમા ગેસે શેકવો. તેને સતત હલાવતા રહેવું.
2-3 મીનીટ જ ગેસ ચાલુ રાખવો પછી ગેસ બંધ કરી દેવો. અને ત્યાર બાદ પણ ચણાના લોટને હલાવતા રહેવું. ધીમે ધીમે ચણાના લોટનો રંગ ઘેરો થઈ જશે અને તેના શેકાવાની સ્મેલ પણ આવશે.

હવે આ ચણાના લોટને એક ડીશમાં લઈ લેવો અને તેને થોડીવાર માટે ઠંડો થવા મુકી દેવો.

ઠંડા થયેલા ચણાના લોટમાં એક ચમચી તલ એડ કરવા, થોડી હળદર એડ કરવી, પા ચમચી લાલ મરચુ પાઉડર, એક ચમચી ધાણા જીરુ, અરધી ચમચી મીઠુ, ચપટી હીંગ, અરધી ચમચી ખાંડ એડ કરવા.

અને સાથે સાથે એક લીંબુનો રસ પણ એડ કરી દેવો.

હવે શેકેલા સીંગદાણાને ખાઈણીમાં અધકરચરા વાટી લેવા.

ભુક્કો કરવાની જરૂર નથી. તેને પણ ચણાના લોટમાં એડ કરી દેવા.

હવે લસણની 4-5 કળીની પેસ્ટ પણ ચણાના લોટમાં એડ કરી લેવી.

હવે આ બધી જ સામગ્રીને હાથેથી મસળીને બરાબર બધું મિક્સ કરી લેવીં.

હવે ફરી કડાઈને ગેસ પર ગરમ કરવા મુકવી અને તેમાં 3-4 ચમચી તેલ એડ કરવું. તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ, અરધી ચમચી જીરુ એડ કરવા.

રાઈ અને જીરુ સંતળાઈ જાય એટલે તેમાં હીંગ ઉમેરવી અને સાથે સાથે સમારેલું પરવળ પણ એડ કરી લેવું. અને તેને બરાબર હલાવી લેવું.

પરવળને ચડાવવા માટે પાણીની જરૂર નથી પડતી એટલે પાણી એડ નથી કરવાનું પણ તેલ થોડું વધારે લેવાનું છે. રેગ્યુલર કરતાં એક ચમચી વધારે.

હવે પરવળને હલાવી લીધા બાદ તેમાં અરધી ચમચી મરચુ પાઉડર, અરધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરુ પાઉડર, સ્વાદ અનુસાર મીઠુ એડ કરવા. અને બધી જ સામગ્રી હલાવી દેવી.

આ મસાલા એડ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચણાના લોટના મિશ્રણમાં પણ તમે મસાલા એડ કર્યા છે તો વધારે ન પડી જાય.

હવે શાકના વાસણને ઢાંકીને શાક ચડવા દેવું. અને પાંચ-પાંચ મીનીટે તેને ચેક કરતાં રહેવું.

હવે પરવળ 70-80 ટકા જેટલા ચડે એટલે તેમાં તૈયાર કરેલો ચણાનો મસાલો એડ કરી દેવો. અને તેને બરાબર હલાવી લેવું.

ફરી વાસણને ઢાંકીને 3-4 મિનિટ ચડવા દેવું. હવે શાક બરાબર ચડી ગયું હશે. જો ના ચડ્યું હોય તો એકાદ ચમતી પાણી એડ કરી તેને ચડાવી દેવું.

તો તૈયાર છે પરવળનું સ્વાદિષ્ટ ખાટ્ટુ-મીઠું-તીખું શાક. બાળકોને પણ ખુબ ભાવશે.

રસોઈની રાણીઃ નીધી પટેલ

પરવળનું શાક બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *