પાઉભાજી મસાલો – હવે પાવભાજીનો મસાલો પણ બહારથી તૈયાર લાવવાની જરૂરત નથી, ઘરે જ બનાવો…

હેલો મિત્રો પાઉભાજી તો બધા જ ને ભાવે છે ને. પરંતુ ઘરે જયારે પાઉભાજી બનાવીએ ત્યારે એમ થાય કે ઘરે બહાર જેવી પાઉભાજી કેમ નથી બનતી ? તો આજે આપણે બનાવીશું પાઉભાજી નો સુકો મસાલો. જે જયારે પણ પાઉભાજી બનાવીએ તેમાં ઉમેરી પાઉભાજી નો ટેસ્ટ બમણો કરી શકાય છે.

બજાર માં મળતા મસાલા પડતર કે કેટલા જુના હોય તે આપણને નથી ખબર હોતી. અને ઘર ના મસાલા ની તો વાત જ અલગ હોય છે. ને.. તો ચાલો બનાવીએ પાઉભાજી મસાલા.

સામગ્રી:

૪ નંગ સુકા લાલ મરચા,

૧ ચમચી વળીયારી,

૧ ચમચી શેકેલું જીરું,

૧૦-૧૨ નંગ તીખા,

૮-૧૦ નંગ ઇલાઇચી,

૩-૪ પાન તમાલપત્ર,

૨ નંગ જાવંત્રી,

૩-૪ નંગ બાદીયા,

૮-૧૦ નંગ લવિંગ,

મસાલા,

૧ ચમચી નમક,

૧ ચમચી મરચું પાઉડર,

૧/૨ ચમચી સુંઠ નો પાઉડર

૧/૨ ચમચી હળદળ.

રીત:

સૌપ્રથમ પાઉભાજી મસાલો બનાવવા માટે લઈશું સામગ્રીઓ. સામગ્રીઓ પ્રોપર હશે એટલે મસાલો ખુબ જ સરસ અને ટેસ્ટી બનશે. તો તેના માટે લઈશું સુકા લાલ મરચા, વળીયારી, શેકેલું જીરું, તીખા, ઇલાઇચી, તમાલપત્ર, જાવંત્રી,બાદીયા, લવિંગ. મસાલા માં નમક, મરચું પાઉડર, સુંઠ નો પાઉડર, હળદળ જેવાબધા જ મસાલા.

હવે બધી જ સામગ્રીઓ ને એક પેન માં ગરમ કરી લઈશું. તેને બોવ ગરમ પણ નથી કરવાની. તે મસાલો બનાવવા માટે પ્રોપર ગરમ થઇ ગયું છે તે જોવા માટે તેને હાથ થી જ હલાવવું જેથી ખબર પડી જશે કે સામગ્રીઓ ગરમ થઇ ગઈ છે.

ત્યાર બાદ બધી જ સામગ્રીઓ ને એક પ્લેટ માં કાઢી ઠંડી થવા માટે મૂકી દેવી. ૨૦ થી ૨૫ મિનીટ માં તે સામગ્રીઓ ઠંડી થઇ જશે.

ત્યાર બાદ એક મિક્ષ્ચરના નાના પવાલા માં તેને પીસવા માટે ભરી લઈશું. સામગ્રીઓ ને અલગ અલગ તેમજ જોડે પણ ક્રશ કરી શકાય છે.

ક્રશ કર્યા બાદ આપણી પાસે એક ખુબ જ સરસ બારીક પાઉડર મળી જશે.

ત્યાર બાદ તેમાં મસાલા ઉમેરીશું. જેટલું તીખું, ખારું જોઈતું હોય એ પ્રમાણે મસાલા ઉમેરીએ તો પણ ચાલે.

હવે આપળી માસે ખુબ જ ટેસ્ટી મસાલો તૈયાર થઇ ગયો છે તો તેને ચારણી ની મદદ થી ચાળી લઈશું.

ત્યાર બાદ જો પાઉડર ગરમ હોય તો તેને હજી થોડી વાર પ્લેટ માં કાઢી ઠંડો થવા દેવો. જેથી આ મસાલો આખું વર્ષ સ્ટોર કરવો હોય તો બગળી ના જાય.

તો તૈયાર છે. પાઉભાજી મસાલો. જેને ઘરની પાઉભાજી માં ઉમેરી ટેસ્ટી બનાવી બાળકો તથા મેહમાનો ને ખુશ કરીદો.

નોંધ:

પાઉભાજી મસાલો માત્ર પાઉભાજી માં જ નથી પરંતુ ઘણા એવા શાક હોય જે બાળકો પસંદ નથી કરતા તો તેમાં આ મસાલો ઉમેરીએ તો કોઈ પણ સબ્જી ટેસ્ટી થઇ જશે. અને બાળકો બધા જ શાક ખાતા થઈ જશે.

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *