પૌવા ટિક્કી – પૌવાબટેકા તો ઘણી વાર બનાવીએ છે પણ ચાલો આપણે આજે કંઈક નવીન બનાવીને.

પૌવા ટિક્કી

આપણે પૌવાબટેકા તો ઘણી વાર બનાવીએ છે પણ ચાલો આપણે આજે કંઈક નવીન બનાવીને. તો આજે આપણે સ્ટાર્ટર તરીકે વાપરી શકાય તેવી સાદી વાનગી બનાવી. તે બનાવવામાં પણ સરળ છે અને ખૂબ જ થોડા સમયમાં બની જાય છે. એકદમ હેલ્ધી અને પૌષ્ટિક છે. તેમાંથી લગભગ દસથી બાર બને છે.

સામગ્રી:

  • – 1/2 વાડકી કેપ્સિકમ અને કાંદા
  • – 1 વાટકી પૌવા ( પલાળેલા )
  • – 1/2 બોવેલ ઝીણી સમારેલી કોથમીર
  • – 1/2 બોવેલ બાફેલું બટકું
  • – 1/2 ચમચી ીણું સમારેલું મરચું
  • – બેથી ત્રણ ચમચી કોર્ન ફ્લોર ( બ્રેડ કરૂમ્સ )
  • – એક ચમચી આદુ-લસણની પેસ્ટ
  • – 1/2 ચમચી મરચું પાવડર
  • – પા ચમચી હળદર
  • – સ્વાદ મુજબ મીઠું
  • – પા ચમચી હિંગ
  • – પા ચમચી ધાણાજીરું
  • – શેકવા માટે તેલ

રીત

1…એક બોવેલ માં 1વાટકી પૌવા ( પલાળેલા)લેવા …હવે તેમાં તેની અંદર 1/2 બોવેલ ઝીણી સમારેલી કોથમીર,ઝીણા સમારેલા મરચા, કેપ્સિકમ ,કાંદા ,મીઠું, મરચું પાવડર, ધાણાજીરું,હળદર અને હિંગ, એક ચમચી આદુ-લસણની પેસ્ટ ,ઉમેરી બધું મિક્સ કરી લો.

2. હવે 1/2 બોવેલ બાફેલું બટકું અને બેથી ત્રણ ચમચી કોર્ન ફ્લોર ( બ્રેડ કરૂમ્સ )ઉમેરી બરાબર મિક્સ કરી લેવું …

3.આ રીતે બધી જ પૌવા ટિક્કી તૈયાર કરી લો. અને હવે તેને સેટ થવા માટે ફ્રીઝમાં પંદર-વીસ મિનિટમાં માટે મૂકી દો.

8. 15-20 મિનિટ પછી આ ફ્રીઝમાંથી બહાર કાઢી લો. હવે ગેસને ચાલુ કરી તેના ઉપર લોઢી તપવા મૂકો. હવે લોઢી પર થોડું તેલ લગાડી ને તેના ઉપર મૂકો. એકદમ ધીમા તાપે તેમને શેકવી.ચારે બાજુથી આ ને સેકી લો.

હવે તમારી પૌવાબટાકાની તૈયાર છે તેને સોસ કે ચટણી સાથે ગરમાગરમ પીરસો.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *