પૌઆનો ચેવડો – નાના મોટા દરેકને ઓલ ટાઈમ ફેવરિટ એવો નાસ્તો એટલે ચેવડો…

જો તમે ખુબ જ પ્રખ્યાત હેલ્થ કયોટ ” ઈટ બ્રેકફાસ્ટ લાઈક કિંગ, લન્ચ લાઈક ક્વિન એન્ડ ડિનર લાઈક પાપર” તો તમને અચૂક ખબર હશે કે બ્રેકફાસ્ટ નું આપણા જીવન ની અંદર કેટલું મહત્વ છે, અને તે આપણા દિવસ ની સૌથી ઈમ્પોર્ટન્ટ મિલ પણ કહેવા માં આવે છે.તો આજે બ્રેકફાસ્ટ માં ખવાય અને દિવાળી ના નાસ્તા માં બનાવાય એવી પૌઆનો ચેવડો શીખવીશ .

આ પૌઆનો ચેવડો કરતી વખતે સૌથી ધ્યાન માં રાખવાં જેવી બાબતો પેલાં બતાવી દવ હું …..પૌઆને તેલ થાય પછી જ તળવા .તેલમાં વધારની સામગ્રી નાખ્યા પછી ગેસ બંધ કરી દો પછી પૌઆ માં નાખો અને પૌઆ માં સારી રીતે વધારમાં મિક્સ કર્યા પછી ધીમેં હલાવી બરાબર મિક્સ કરવું .

સામગ્રી :

  • – 750 ગ્રામ જાડા પૌવા
  • – 5 ચમચા તેલ
  • – 3 લીલા મરચાં સુધારેલા
  • – મીઠા લીમડા ના પાન
  • – 1/2 ચમચી હળદર
  • – મીઠું સ્વાદાનુસાર
  • – 250 ગ્રામ સીંગ દાણા
  • – 250 ગ્રામ દાળિયા ની દાળ

સ્ટેપ :1

સૌ પ્રથમ પૌવા ને ચાળી, સાફ કરી ને થોડી વાર તડકે તપાવી લેવા.હવે એક મોટા લુયા માં 2 લિટર જેટલું તેલ લેવું .તેલ થાય એટલે તેમાં ધીમે ધીમે ભાત ના ચણીયા માં પૌવા નાખી તળી લેવાં .આ રીતે બધાં પૌવા તળી લેવાં .

સ્ટેપ :2

તેલ ગરમ મૂકી, તેમાં લીમડા, મરચાં નાખો, એક બે સેકન્ડ પછી સીંગ દાણા અને દાળિયા ની દાળ પણ નાખો અને 2-3 મિનિટ સાંતળો. પછી પૌવા માં હળદર ,હિંગ અને મીઠું નાખી મિક્સ કરો.

સ્ટેપ :3

હવે પૌવા માં વાઘરેલુ આ બધું નાખી દેવું .ત્યારબાદ તમારી પસંદ હોય દળેલી ખાંડ અને આમચૂર નાખી,સરખું ભેળવી ને મિક્સ કરવું .

સ્ટેપ :4

ઠંડુ થાય એટલે હવાચુસ્ત ડબ્બા માં ભરવું.આ ચેવડો તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *