પાઉંભાજી ફોન્ડ્યું અને ભાજી કેનાપીસ – હવે તમે પણ પાઉંભાજીની આ વેરાયટી ઘરે જ બનાવી શકશો…

પાંઊભાજી ફોન્ડ્યું અને ભાજી કેનાપીસ. ઓનેસ્ટ..??

ના ના હવે છેક ઓનેસ્ટ સુધી જવાની જરૂર સહેજ પણ નથી. કારણ કે આજે હું લાવી છું ઓનેસ્ટ જેવા જ પાંઊભાજી.

હા પાંઊભાજીનું નામ આવે એટલે ભૂખ ન હોય તો પણ લાગી જ જાય નહીં??? સોમવાર થી શુક્રવાર સુધી રસ ખાઈ ખાઈને હવે કંટાળી ગયા હશો તો આવો પાંઊભાજી તરફ આગળ વધીએ.

પાંઊભાજીનો એક ઉત્તમ ફાયદો જાણો છો??? જે શાક બાળકો એકલાં ન ખાતા હોય તે આ પાંઊભાજીમાં નાંખી દો તો ખાઈ લે છે.

પાંઊભાજી ની સામગ્રી.

બટાકા, બીટ, ગાજર,વટાણા, કોબીજ, ફ્લાવર, કેપ્સીકમ આ તમામ બાફેલા શાક એક મોટો વાડકો ભરીને.

8 કળી લષણ

2 નંગ ડુંગળી

3 નંગ ટામેટાં

5 નંગ લીલા મરચા

આ લષણ, ડુંગળી, ટામેટા અને લીલા મરચાને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો.

બટર 3 ચમચી

2 ચમચા તેલ

પાંઊભાજીનો તૈયાર મસાલો

તૈયાર પાંઉ

કોથમીર

હવે રીત….


સૌ પ્રથમ બધા જ શાકભાજી કુકરમાં બાફી લો.

ગ્રેવી તૈયાર કરીલો.

હવે કડાઈમાં તેલ અને બટર મૂકો. ગરમ થાય કે તરત જ ગ્રેવી ઉમેરો. હલાવતા રહો.. એમાં મસાલા ઉમેરો. મીઠુ, લાલ મરચું, હળદર, પાંઊભાજીનો મસાલો નાંખી હલાવતા રહો.


બટર અને તેલ છુટું ના પડે ત્યાં સુધી હલાવો.


હવે બાફેલા શાક ને મેશ કરીને એમાં ઉમેરો. ફરીથી બટર અને તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવો. બસ તૈયાર છે પાંઊભાજી.


પણ ઊભા રહો આજે કંઈક અલગ રીતે પીરસવું છે.


પાંઊભાજી ફોન્ડ્યું.


એક બાઉલમાં ભાજી ભરી દો હવે એક સ્ટીક પર પાંઉના કટકા ભરાવી ને ભાજીની ઊપર લગાવી દો. પાંઊભાજીના ફોન્ડ્યું…. જોઈને બધા ને ખૂબ જ ગમશે.

હવે આપણે બનાવશું ભાજી કેનાપીસ.


સેન્ડવીચ બ્રેડની સ્લાઈસને ગોળાકારમાં કાપી લો. હવે તવી પર ધીમા તાપે એને બટરમાં ગુલાબી રંગની શેકી લો.


હવે એક પ્લેટમાં પહેલાં શેકેલી બ્રેડ મૂકો. હવે એના ઊપર ભાજી મૂકો. એના પર ડુંગળીની રીંગ મૂકો. હવે એના ઊપર કોથમીર મૂકો.

બોલો છે ને મજેદાર??

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *