પાવભાજી મસાલા – હવે બહારથી મળતા તૈયાર પાવભાજી મસાલા લાવવાની જરૂરત નથી…

પાવભાજી મસાલા :

સ્ટ્રીટ્ફુડ તરીકે ખૂબજ ફેમસ એવી પાવભાજીનો ટેસ્ટ બધાએ કર્યો જ હશે. આ પાવભાજી તેમાં ઊમેરેલા મસાલાને કારણે જ ખૂબજ ફ્લેવરફુલ અને ટેસ્ટી બનતી હોય છે. પાવભાજી મસાલા માર્કેટમાં, પેકિંગમાં અનેક પ્રકારના મળતા હોય છે. બધા મસાલાઓમાં સામગ્રી તો એક સરખી જ હોય છે, પરંતુ તેની કોન્ટીટી ઓછા-વત્તા પ્રમાણમાં હોય છે. તેથી દરેક મસાલાઓની અરોમા અલગ અલગ પ્રકારની હોય છે. તેથી તમારે તેમાંથી તમને તમારા સ્વાદ મુજબ જે ટેસ્ટ કે અરોમા સ્યુટેબલ લાગે તે મસાલો પાવભાજી માટે પસંદ કરવો.

અહીં હું આપ સૌ માટે બધાને પસંદ પડે તેવો પાવભાજી મસાલાની રેસિપિ આપી રહી છું. જે પાવભાજીમાં ઉમેરેવાથી પાવભાજી ખૂબજ ટેસ્ટી બનશે અને તેમાં મસાલાની સરસ અરોમા આવશે. તો તમે પણ ચોક્કસથી આ પાવભાજી મસાલો બનાવવાની ટ્રાય કરજો.

પાવભાજી મસાલો બનવાવા માટેની સામગ્રી

  • 4 ટેબલ આખા ધાણા
  • 2 ટેબલ સ્પુન આખુ જીરુ
  • 2 તજ પત્તા – તમાલ પત્ર
  • 10 લવિંગ
  • 2-4 કાળા મોટા એલચા
  • 2 ઈંચ તજની સ્ટીક – અથવા 1 ટેબલ સ્પુન તજનો પવડર
  • 1 ટેબલ સ્પુન કાળા મરી
  • ¾ ટેબલ સ્પુન વરિયાળી
  • 10 સુકા કાશ્મીરી મરચા
  • 1 ટેબલ સ્પુન આમચુર પાવડર – મેંગો પાવડર
  • 1 ટી સ્પુન હળદર પાવડર

*સૌ પ્રથમ બધા મસાલા સાફ કરી તપાવી લેવા.

પાવભાજી મસાલો બનવાવાની રીત:

સૌ પ્રથમ પેન સ્લો ફ્લૈમ પર ગરમ મૂકી તેમાં 4 ટેબલ આખા ધાણા અને 2 ટેબલ સ્પુન આખુ જીરુ ઉમેરી સતત તવેથા વડે હલાવતા રહી ડ્રાય રોસ્ટ કરો. ધાણા અને જીરુનો કલર ચેંજ થઇ થોડો બ્રાઉન કલર થઇ જાય અને તેમાંથી સરસ અરોમા આવવા લાગે એટલે તેને એક પહોળી પ્લેટમાં ટ્રાંસફર કરો. જેથી સરસ ઠરીને ડ્રાય થઇ જાય.

ત્યારબાદ એજ પેનમાં સ્લો ફ્લૈમ પર 2 તજ પત્તા – તમાલ પત્ર, 10 લવિંગ, 2-4 કાળા મોટા એલચા, 2 ઈંચ તજની સ્ટીક, 1 ટેબલ સ્પુન કાળા મરી અને ¾ ટેબલ સ્પુન વરિયાળી ઉમેરી બધી સામગ્રી સાથે ડ્રાય રોસ્ટ કરી લ્યો. – મેં આ રેસિપિમાં તજના પાવડરનો ઉપયોગ કર્યો છે. એટલે તેને રોસ્ટ કરવાની જરુર નથી. સામગ્રીનો પાવડર બની ગયા પછી તેમાં તજ પાવડર એડ કરવાનો છે.

રોસ્ટ કરતા પહેલા તજ પત્તાના નાના પીસ કરી લ્યો, તજની સ્ટીકના પણ પીસ કરી લ્યો. એલચાને ખોલી લ્યો. જેથી બરાબર રોસ્ટ થઈ જાય. ત્યારબાદ તેને પણ પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો. બરાબર ઠરવા દ્યો.

હવે 10 સુકા કાશ્મીરી મરચા લઈ તેના ટુકડા કરી તેમાંથી તેના બી કાઢી નાખો. ત્યારબાદ સ્લો ફ્લૈમ પર પેન મૂકી તેમાં મરચા ઉમેરી તેને પણ સતત હલાવતા રહી ડ્રાય રોસ્ટ કરી લ્યો. તેનો કલર થોડો ચેંજ થાય અને પફ અપ થઇ જાય એટલે ફ્લૈમ બંધ કરી પ્લેટમાં ટ્રાંસફર કરો.

હવે બધી રોસ્ટેડ સામગ્રી એકદમ ઠરી ગયા પછી તેને મિક્ષર જારમાં ઉમેરી સરસ પાવડર બનાવી લ્યો.

હવે જારમાં જ મસાલો રાખી તેમાં 1 ટેબલ સ્પુન આમચુર પાવડર – મેંગો પાવડર, 1 ટી સ્પુન હળદર પાવડર અને 1 ટેબલ સ્પુન તજ પાવડર ઉમેરો. બધા મસાલા પાવડર બરાબર મિક્ષ થાય ત્યાં સુધી જ ગ્રાઇંડર ફેરવી મિક્ષ કરી લ્યો. હવે તેને એક પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

જેથી ગ્રાઇંડ થાવાથી પાવભાજી મસાલા થોડો ગરમ થઈ ગયો હશે એ ઠરી જાય. એ ખાસ ખ્યાલ રાખો.

હવે પાવભાજી મસાલો પાવભાજી બનાવવા માટે, તેમાં ઉમેરી મિક્ષ કરવા માટે રેડી છે. પાવભાજી બનાવતી વખતે ઓનિયન ટમેટાની ગ્રેવીમાં ઉમેરી તેમાં સાથે સાંતળી લેવાથી ખૂબજ સરસ ખુશ્બુ આવશે. પાવભાજી બની ગયા પછી પણ થોડો આ મસાલો ઉમેરી તેના પર લેમન જ્યુસ ઉમેરી પાવભાજીમાં મિક્ષ કરો. ખૂબજ ટેસ્ટી, મસાલેદાર, માઉથવોટરિંગ પાવભાજી રેડી થશે. તો તમે પણ મારી આ પાવભાજી મસાલાની રેસિપિ ફોલો કરી પાવભાજી મસાલો બનાવજો.

* ઠરી ગયા પછી ગ્લાસના જારમાં પાવભાજી મસાલો ભરી એરટાઇટ કરી સ્ટોર કરો. 5-6 મહિના સુધી રુમ ટેમ્પરેચર પર ફ્રેશ રહેશે. રેફ્રીઝરેટરમાં 8-10 મહિના સુધી ફ્રેશ રહેશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *