સાઉથ ઇંડિયન પીનટ ચટણી અને ટોમેટો-ઓનિયન ચટણી

સાઉથ ઇંડિયન પીનટ ચટણી અને ટોમેટો-ઓનિયન ચટણી :

સ્વાદિષ્ટ ચટણીઓના પોત પોતાના પ્રદેશ પ્રમાણે સ્વાદ હોય છે. તેમજ વાનગીને પણ વધારે સ્વાદિષ્ટ બનાવે તે પ્રમાણે ચટણીઓ બનાવવામાં આવતી હોય છે. ગુજરાતી ભજિયા, સમોસા, ઢોકળા વગેરે સાથે ખવાતી ચટણીઓ અને સાઉથ ઇંડિયન ઢોસા, ઇડલી, મેંદુવડા કે ઉત્તપા સાથે ખવાતી ચટણીઓનો સ્વાદ બીલકુલ અલગ આવતો હોય છે. તેને અલગ સામગ્રીમાંથી બનાવવામાં આવતી હોય છે. છતાં ખૂબજ સ્વાદિષ્ટ બનતી હોય છે. તેથીજ તો લોકોને સાઉથ ઇંડિયન વાનગીઓનો અને તેની સાથેની ચટણીઓ

નો સ્વાદ ખુબજ પસંદ છે. આપણે પણ એ પ્રમાણેની સામગ્રીનો ઉપયોગ કરીને તેવાજ ટેસ્ટની ચટણીઓ ઘરે બનાવી શકીએ છીએ. તો એના માટે હું અહીં 2 પ્રકારની સાઉથ ઇંડિયન ચટણીઓની રેસિપિ આપી રહી છું. (1) પીનટ ચટણી અને (2) ટોમેટો-ઓનિયન ચટણી

આગાઉ પણ મેં 2 સાઉથ ઇંડિયન ચટણીની રેસિપિ આપેલ છે. (1) કોકોનટ ચટણી અને (2) કારા ચટણી

આ બધી સાઉથ ઇંડિયન ચટણીઓ ઢોસા, ઇડલી, ઉત્તપા કે મેંદુવડા સાથે ખાવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.

તો મારી આજની બન્ને રેસિપિઓને ફોલો કરીને ચોક્કસથી તમારા રસોડે પણ બનાવજો.

સાઉથ ઇંડિયન પીનટ ચટણી બનાવવા માટેની સામગ્રી :

  • ¾ કપ શિંગદાણા – રોસ્ટ કરીને ફોતરા કાઢેલા
  • 2 ટી સ્પુન ઓઇલ
  • 1 ટેબલ સ્પુન અડદ દાળ
  • 1ટી સ્પુન ચણા દાળ
  • 1 મોટું લીલું મરચું કાપેલું
  • 3 કળી લસણ
  • સોલ્ટ
  • 1 નાનો પીસ આંબલી
  • ½ કપ પાણી
  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • 1 ટી સ્પુન રાઇ
  • 1 ટેબલ સ્પુન અડદ દાળ
  • પિંચ હિંગ
  • 3 સૂકા લાલ મરચા
  • 5-6 મીઠા લીમડાના પાન

પીનટ ચટણી બનાવવાની રીત :

એક પેનમાં 2 ટી સ્પુન ઓઇલ ગરમ મૂકો.

ગરમ થાય એટલે તેમાં 1 ટેબલ સ્પુન અડદ દાળ અને 1 ટી સ્પુન ચણા દાળ ઉમેરો. સ્લો ફ્લૈમ પર રોસ્ટ કરો.

ત્યારબાદ તેમાં 1 મોટું લીલું મરચું કાપેલું અને 3 કળીઓ લસણની ઉમેરો.

બધું સાથે સ્લો ફ્લૈમ પર રોસ્ટ કરો. લસણની કળીઓનો કલર ચેંજ ના થાય ત્યાંસુધી રોસ્ટ કરો.

હવે ગ્રાઈંડરનો જાર લઇ તેમાં 3/4 કપ શિંગદાણા ઉમેરો.

તેમાં રોટ્સ કરેલું મિશ્રણ ઉમેરી દ્યો.

ત્યારબાદ એકવાર બધુ સાથે ગ્રાઈંડ કરી લ્યો. અધકચરું થશે.

હવે તેમાં જરુર મુજબ સોલ્ટ અને 1 નાનો પીસ આંબલીનો પીસ ઉમેરો.

તેમાં ½ કપ પાણી ઉમેરીને સ્મુધ પેસ્ટ થાય ત્યાં સુધી ગ્રાઇંડ કરો.

ત્યારબાદ બનેલી પેસ્ટને એક બાઊલમાં ટ્રાંસફર કરો.

હવે ફરીથી એક તડકા પેનમાં 2 ટી સ્પુન ઓઇલ ગરમ મૂકો.

ઓઇલ ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન રાઇ ઉમેરી તતડે એટલે તેમાં 1 ટેબલ સ્પૂન અડદ દાળ, પિંચ હિંગ ઉમેરો.

ત્યારબાદ તેમાં 3 સૂકા લાલ મરચા અને 5-6 મીઠા લીમડાના પાન ઉમેરી સાંતળો. સ્પ્લટર થાય એટલે વઘારને બનાવેલી પીનટ ચટણી ભરેલા બાઊલમાં ઉમેરી દ્યો.

તેમાં મિક્ષ કરી દ્યો. ચટણીમાં વઘારની ખુબજ સરસ અરોમા આવશે.

તો હવે સાઉથ ઇંડિયન પીનટ ચટણી સર્વ કરવા માટે રેડી છે.

સાઉથ ઇંડિયન ટોમાટો-ઓનિયન ચટણી બનાવવા માટેની સામગ્રી :

  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • 1 ટેબલ સ્પુન અડદ દાળ (ફોતરા વગરની)
  • 4 પીસ સૂકા લાલ મરચા
  • 1 નાના ટુકડા કરેલી ઓનિયન
  • 1 ઈંચ ફાઇન ચોપ્ડ કરેલ આદુ અથવા ખમણેલું
  • 3 ટમેટા સમારેલા
  • ¼ ટી સ્પુન હળદર પાવડર
  • 1 નાનો ટુકડો આંબલીનો
  • ½ ટી સપુન સોલ્ટ
  • ¼ કપ ગ્રેટેડ ડ્રાય કોકોનટ
  • 2 ટેબલ સ્પુન પાણી

ટોમાટો-ઓનિયન ચટણી બનાવવાની રીત:

સૌ પ્રથમ ટમેટાના પીસ કરી લ્યો.

હવે એક પેનમાં 2 ટેબલ સ્પુન ઓઇલ ગરમ મૂકો.

ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન અડદ દાળ અને 4 પીસ સૂકા લાલ મરચા ઉમેરો.

અડદ દાળ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સોતે કરો.

હવે તેમાં 1 નાના ટુકડા કરેલી ઓનિયન અને 1 ઈંચ ફાઇન ચોપ્ડ કરેલ અથવા ખમણેલું આદુ ઉમેરી સારી રીતે સોતે કરો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મિડિયમ ફ્લૈમ પર સાંતળો.

હવે તેમાં 3 ટમેટા ફાઇનલી ચોપ કરીને ઉમેરો.

સોફ્ટ અને બરાબર મશી થાય ત્યાં સુધી કૂક કરો.

ત્યારબાદ તેમાં ¼ ટી સ્પુન હળદર પાવડર, નાનો ટુકડો આંબલીનો અને ½ ટી સ્પુન સોલ્ટ ઉમેરીને મિક્ષ કરો.

તેમાં ¼ કપ ગ્રેટેડ ડ્રાય કોકોનટ ઉમેરી બધું જરા કૂક કરો.

ત્યારબાદ કુક કરેલું મિશ્રણ ઠંડું પડે એટલે તેને ગ્રાઈંડરના જારમાં ભરીને ગ્રાઈંડ કરી સ્મુધ પેસ્ટ બનાવો.

હવે તેમાં 2 ટેબલ સ્પુન પાણી ઉમેરી ફરીથી ગ્રાઇંડ કરો.

સરસ સ્મુધ પેસ્ટ બનીને સ્વાદિષ્ટ ટોમેટો-ઓનિયન ચટણી સર્વ કરવા માટે રેડી છે.

તમે પણ આ ચટણીઓ જ્યારે ઢોસા, ઇડલી કે ઉત્તપા કે મેંદુંવડા બનાવો ત્યારે ચોક્કસથી બનાવજો.

ખુબજ સ્વાદિષ્ટ લાગશે. અને દરેક વખતે બનાવવાનું મન થઇ જશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *