પેસ્તો પાસ્તા – હેલ્થી ઈટાલિયન વાનગી પાસ્તા એક એવી વાનગી જે બાળકો હસતા હસતા ખાઈ લેશે…

પેસ્તો પાસ્તા – હેલ્થી ઈટાલિયન વાનગી

મિત્રો ઈટાલિયન વાનગી-પાસ્તા બધાએ જરુર ખાધા જ હશે, પણ આજે હું આપના માટે લાવી છું “પેસ્તો પાસ્તા”. જે દરેક ઉંમરની વ્યક્તિને ખૂબ જ ભાવે છે.

આ વાનગી તંદુરસ્ત એટલા માટે છે કારણ કે તેમાં મેંદાને બદલે ઘઉંના લોટના પાસ્તા જે બજારમાં મળે જ છે, બેસીલના પાંદડા, સ્વીટ કોર્ન, લીલી ડુંગળી તેમજ પીળા અને લીલા કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે.

સામગ્રી :


• 1 કપ બાફેલા ઘઉ ના લોટના પાસ્તા

• 1 કપ બેસીલના પાંદડા


• જરૂર પ્રમાણે લસણ, લીલું મરચું, ચીઝ, પીળા અને લીલા કેપ્સિકમ

• જરૂર પ્રમાણે કાજુ, 3 અખરોટ, લીલી ડુંગળી

• 1 કે 2 ચમચી મીઠું- જરૂર પ્રમાણે

• 2 કે 3 ચમચી ઓલિવ ઓઇલ

• 2 કે 3 ચમચી લીંબુનો રસ

• 2 કે 3 ચમચી ફ્રેશ ક્રીમ

• જરૂર પ્રમાણે ખમણેલું ચીઝ

રીત:


સૌ પ્રથમ પેસ્તો પાસ્તા બનાવવા માટે પેસ્તો પેસ્ટ બનાવીશું. એક બાઉલમાં બેસીલના પાંદડા ઉમેરી તેમાં કાજુ કે અખરોટ, લીલું મરચું, લીંબુનો રસ 1 ચમચી, જરૂર પ્રમાણે 1 ચમચી મીઠું, એક કે બે ચમચી એક્સ્ટ્રા વર્જીન ઓલિવ ઓઇલ. આ બઘી સામગ્રી મિકસરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવીશું.


હવે એક કડાઈમાં ઓલિવ ઓઇલ અને લીલી ડુંગળી નાખીને ગેસ કે ઇન્ડક્ષન સ્ટવ ઉપર સાંતળી નાખો. હવે તેમાં પીળા અને લીલા પેપ્સિકમ, સ્વીટ કોર્ન ઉમેરી એક કે બે મિનિટ માટે સાંતળી નાખો. હવે તેમાં આગળ બનાવેલી પેસ્તો પેસ્ટ ઉમેરો. બાફેલા ઘઉંના લોટના પાસ્તા પણ ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરો


હવે મિશ્રણને બરાબર સાંતળી નાખો. તેમાં થોડું ચીઝ, ચીલી ફ્લેક્ષ અને ઓરેગાનો જરૂર પ્રમાણે ઉમેરો. ત્યાર પછી ઢાંકણું મૂકીને બે કે ત્રણ મિનિટ માટે બફાવા દો. હવે આપણા “પેસ્તો પાસ્તા” પીરસવા માટે તૈયાર છે.


પેસ્તો પાસ્તા પીરસવા સમયે તેની ઉપર બેસીલના પાંદડાં અને ચીઝ થી ગાર્નીશિંગ કરીને પીરસો.

સૌજન્ય : Website-www.jignaskitchen.com

રેસીપીનો સંપૂર્ણ વિડીઓ જુઓ અહિયાં :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *