આગ્રાના પેઠા – ઘરે જ શુદ્ધ અને સ્વાદિષ્ટ બનાવી તમારા પરિવારને ખવડાવી શકો છો.

કેમ છો મિત્રો …..

આજે હું તમારા માટે પેઠા બનાવવાની રેસીપી લઈને આવી છું… તો આવો તમને જણાવી દઉં કેવી રીતે તમે ઘરે જ શુદ્ધ અને સ્વાદિષ્ટ બનાવી તમારા પરિવારને ખવડાવી શકો છો.

આમ તો પેઠા બનાવવા સહેલું છે..પણ એને સૂકવવા ૨-૩ દિવસ નો time જોઈતો હોય છે…એટલે બધાયને થોડું લેંધી લાગતું હોય છે …પણ ખરેખર આગ્રા જેવા જ પેઠા ઘરે બનશે.. તો જાણી લો સામગ્રી અને બનાવો આગ્રા ના પેઠા..

” પેઠા “

  • ૧ kg. – કોળું (white pumkin )
  • ૪૦૦ ગ્રામ – ખાંડ
  • ૧ નાની ચમચી ચૂનો
  • કેવળા એસન્સ

પેઠા બનાવવા માટે સૌથી પહેલા સફેદ કોળું લેવાનું છે.

હવે તેને કાપીને જરર મુજબ આકાર આપી એના ટુકડા તૈયાર કરવાના છે.

તમારે તેની વચ્ચેનો પોચો ભાગ કાઢીને દુર કરી દેવાનો છે.

પેઠા બનાવવા માટે આપણે એકદમ પાકેલું સફેદ કોળું લેઉ જોઈએ…. અને ઉપરથી પણ કોળું સફેદ દેખાવું જોઈએ….

હવે તેના નાના નાના ટુકડા કરવાના છે. તેની ઉપરના ભાગમાં જે લીલા રંગની છાલ હોય છે તેને પણ દુર કરી લેવાની છે.

અને આવી રીતે ટુકડા બનાવીને આપણે તૈયાર કરી લઈશું.

હવે આ ટુકડામાં કાણા પાડવાના છે. એના માટે fork લઈ થોડા થોડા અંતરે તેમાં કાણા પાડી લેવા. આવી રીતે બધા ટુકડાને કાણા પાડીને તૈયાર કરી દેવાના છે.

ત્યારબાદ આ તૈયાર કરેલા ટુકડામાં પાણી નાખવાનું છે. જો તમે એક કિલો કોળું લીધુ છે તો તેમાં એક લીટર પાણી નાખવાનું છે. હવે એક વાસણમાં એક લીટર પાણી ઉમેરો, અને વાટકીમાં એક નાની ચમચી ચૂનો લો અને તે પાણીમાં નાખીને હલાવીને તેમાં તે પેઠાના ટુકડા નાખી દો.

આ ટુકડાને સારી રીતે ડુબાડી દેવાના છે. અને તેને દસ બાર કલાક માટે એમ જ મૂકી રાખવાના છે.

હવે તેને બહાર કાઢીને સારી રીતે ધોઈ લો. એના માટે સૌથી પહેલા ચુનાનું પાણી કાઢી ત્યારબાદ નળ ચાલુ કરીને તેને સારી રીતે ચૂનાનું પાણી નીકળી જાય તેવી રીતે ચોળીને ધોઈ લેવાના છે.

પેઠાના ટુકડાને અલગ પ્લેટમાં કાઢીને મુકી દો. ત્યારબાદ આ પેઠાને ઉકાળવા માટે વાસણમાં એક લીટર પાણી નાખો.

પાણી ઉકળવા લાગે એટલે પેઠાના ટુકડાને ઉકળતા પાણીમાં નાખી દેવાના છે.

પેઠાને વીસ મીનીટ સુધી વધુ તાપ ઉપર ઉકાળવા દેવાના છે, અને પેઠા સંપૂર્ણ પારદર્શક જેવા થઈ ગયા હશે.

હવે પેઠાને પાણીમાંથી કાઢીને ગરણીમાં રાખવાના છે, જેથી વધારાનું પાણી નીકળી જાય. હવે પાણી નીકળી ગયા પછી પેઠાને પ્લેટમાં કાઢી લેવાના છે.

હવે એના માટે ચાસણી બનાવવાની છે. તો ચાસણી બનાવવા માટે ખાંડ લેવાની છે. ખાંડમાં પાણી નાખીને તેને પાણીમાં ઓગળવા દો, અને થોડી થોડી વારે તેને હલાવતા રહો.

ખાંડ પાણીમાં એકદમ ઓગળી જાય પછી તેમાં પેઠાના ટુકડા નાખવાના છે. પેઠાને ત્યાં સુધી પકાવવાના છે જ્યાં સુધી ચાસણી ઘાટ્ટી થઈ જાય. તેમાજ એસસેન્સ નાખી દેવાનું…

વચ્ચે વચ્ચે તેને ચમચાથી હલાવતા રહેવાનું છે. ચાસણી કડક થઈ જશે તો તાર જેવું બની જશે. જેવી ચાસણી જોઈતી હતી તેવી ચાસણી તૈયાર થઈ જશે.

ત્યારબાદ તેને ઉતારીને ઠંડુ થવા દેવાનું છે. તમે પેઠાના ટુકડાને છ સાત કલાક કે પછી આખી રાત એમ જ રહેવા દો.

પેઠા મુક્યાને બાર કલાક થઈ ગયા પછી આપણે ચાસણી જેટલી જાડી બનાવી હતી, હવે તે ચાસણી ઘણી પાતળી જોવા મળશે. એટલે કે પેઠાએ પોતાનો રસ એમાં મિક્સ કરી દીધો છે.

હવે તેને ઉતારીને જાળી સ્ટેન્ડ ઉપર રાખીશું, અને ઠંડી થવા દઈશું. ચાસણી ઠંડી થઈ ગયા પછી હવે તે પેઠાને સૂકવવા માટે મૂકી દઈશું.

એક થાળી માં વાટકી મૂકી એની ઉપર ચારણીમાં પેઠા રાખી દેવાના… એટલે એમાંથી વધારાની ચાસણી નીકળીને થાળીમાં પડી જશે અને પેઠાને ઉપરથી પણ હવા મળશે..

અને નીચેથી પણ હવા મળશે. હવે તેને પંખા નીચે સુકવવા માટે મુકવાના છે.

આ ચાસણી વધી છે તેમાં લીંબુનો રસ નાખી તેનો સરબત તરીકે ઉપયોગ કરી શકા સે..

પેઠાને ત્રણ ક્લાસ સુધી સુકાવા મૂકી દેવાના છે.

પેઠા સારી રીતે સુકાઈને તૈયાર થઈ જાય તો તેને બરણીમાં ભરીને રાખો. તો આ સરસ પેઠા બનીને તૈયાર છે.

આ રીતે સાદા પેઠા બનશે. તમારે જો તેની ચાસણીમાં કેસર નાખવી હોય તો પણ નાખી શકો છો. તો અગુંરી પેઠા તૈયાર થશે… તમે તમારી પસંદના પેઠા બનાવી શકો છો. તેને બે મહિના સુધી ખાઈ શકાય છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *