પીંક ગ્વાવા કેંડી – શિયાળો આવે અને જામફળ લાવે તો આજે જ બનાવો આ હેલ્થી અને યમ્મી કેન્ડી…

ગ્વાવા એટલે કે જમરુખ, સૌને ખાવું પોષાય તેવું શિયાળુ ફળ છે. સરસ ગુલબી અને સફેદ કલરના આ ખટમધુરા અને સુગંધીત ફળમાંથી જામ, જેલી, મુરબ્બો, આઇસ્ક્રીમ, કેંડી, શરબત, ખીર, બરફી વગેરે સ્વીટ વાનગીઓ બનાવી શકાય છે તેમજ જમરુખનું શાક કે ચટણી પણ બનાવી શકાય છે. જમરુખ પિંક હોય કે વ્હાઇટ બન્નેના પીસ કરી, તેના પર ચાટ મસાલો સ્પ્રીંકલ કરી ખાવા થી પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. આ એક એવું ફળ છે કે જેના બીજ અને છાલ બન્ને ખવાય છે.

તેના સુમધુર સ્વાદ અને સુગંધ ઉપરાંત તેમાંથી મળતા અનેક સ્વાસ્થ્ય બેનીફીટ્સ ને કારણે તેને “સુપર ફળ” ગણવામાં આવે છે. તે ખરેખર પોષકતત્વો નું પાવર હાઉસ છે.

ગ્વાવા માં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નોર્મલ રાખવા માં મદદ કરે છે. જ્યારે તેમાં રહેલું વિટમિન સી કે જે નારંગી કરતાં જમરુખ માં 4 ગણું રહેલું છે. જે ઇમ્યુનિટિ બુસ્ટર – રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં મદદ કરે છે અને ઇનફેક્શન અને પેથોજેંસ થી રક્ષણ કરે છે. અને આંખો ને સ્વસ્થ રાખે છે.

તેમાં રહેલા વિટમિન સી ઉપરાંતના લાઇકોપીન, ક્યુરેસ્ટીન અને અન્ય પોલિફેનોલ્સ બળતરા અને એંટીઓક્સિડંટ્સ નુ કામ કરે છે. જે શરીરમાં ઉત્પન્ન થતા ફ્રી રેડિકલ્સને તટસ્થ બનાવે છે. જેનાથી ખાસ કરીને પ્રોસ્ટેટ અને સ્તન કેંસરના કોષોનો વિકાસ અટકે છે.

ગ્વાવામાં ફાઇબરથી ભરપૂર હોવાથી અને ગ્લાયકેમિક ઇનડેક્સ ઓછી હોવાને લીધે સુગર લેવલને કન્ટ્રોલ કરી ડાયાબિટિઝ ના વિકાસને અટકાવે છે. અને તે ઉત્ક્રુષ્ટ રેચક પણ છે.

ગ્વાવા શરીર માંના સોડિયમ અને પોટેશિયમ ને બેલેંસ કરે છે. જેથી હાયપરટેંશનના પેશંટ નું બ્લડપ્રેશર, ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ અને બેડ કોલેસ્ટરોલ કંટ્રોલ માં રહે છે.

તેમાં ફોલીક એસિડ અને વિટામિન બી -9 સારા પ્રમાણમાં હોવાથી સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબજ ફાયદાકારક છે. તે બાળક ની નર્વસ સિસ્ટમ ને વિકસાવે છે અને નવજાત ને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી બચાવી શકે છે.

ગ્વવાના પાન એંટિબેક્ટેરિયલ છે, જે દાંતનો સોજો, દુખાવો, મોમાં થયેલું અલ્સર મટાડે છે.

ઓફિસ વર્ક કરતા લોકો માટે જમરુખ સ્ટ્રેસ બુસ્ટર છે. કેમકે તેમાં રહેલા મેગ્નેશિયમ શરીર માં રહેલા સ્નાયુઓ અને ચેતાઓને ઉર્જા આપે છે. આ ઉપરાંત સ્કીન માટે પણ એટલું જ ફાયદા કારક છે.

તો ફ્રેંડ્સ, આ બધા બેનિફિટ્સને ધ્યાનમાં રાખીને હું તમને આજે સરસ મજાની પિંકી ગ્વાવા કેંડીની રેસિપિ આપી રહી છું, તો જરુરથી બનાવજો અને ટેસ્ટ કરજો અને બધાને કરાવજો.

પીંક ગ્વાવા કેંડી બનાવવા માટે ની સામગ્રી :

  • 3 મિડિયમ સાઇઝ ના પાકેલા પિંક ગ્વાવા
  • 2 ટેબલ સ્પુન કોર્ન ફ્લોર
  • 3 ટેબલ સ્પુન મિલ્ક પાવડર
  • 1 કપ મિલ્ક + ½ કપ મિલ્ક
  • ¼ કપ ઘર ના મિલ્ક માં બનેલું ક્રીમ
  • 3 ટેબલ સ્પુન મિલ્ક પાવડર
  • 2 ટેબલ સ્પુન સુગર
  • 2 ટેબલ સ્પુન ડ્રાય રોસ્ટ મગજતરી ના બીજ
  • 2 ટેબલ સ્પુન મિક્સ ફ્રુટ જામ
  • કેંડી મોલ્ડ, સુગર સ્પ્રીંકલ કે ડ્રાયફ્રુટ સ્લિવર્સ

પીંક ગ્વાવા કેંડી બનાવવા માટે ની રીત :

સૌ પ્રથમ મગજતરી ના બીજ ને ડ્રાય રોસ્ટ કરી લ્યો. એટલે ઠરી જાય.

ત્યારબાદ પિંક ગ્વાવા ના પીસ કરી બ્લેંડ કરો કે ગ્રાઇંડ કરી પલ્પ બનાવો. પલ્પ બનાવવા માટે તેમાં ½ કપ પાણી ઉમેરીને બ્લેંડ કે ગ્રાઇંડ કરો.

પલ્પ ને ગાળીને તેમાંથી બીજ કાઢી નાંખો. બાકી રહેલા બીજ વગર ના પલ્પ ને બાઉલ માં ભરીને ફ્રીઝર માં મૂકી દ્યો.

હવે ½ કપ ઠંડા મિલ્કમાં 2 ટેબલ સ્પુન કોર્નફ્લોર ઉમેરી ડાયલ્યુટ કરો.

ત્યારબાદ એક થીક બોટમના પેન માં 1 કપ મિલ્ક લ્યો. ગરમ કરો. ફ્લૈમ સ્લો રાખો. ગરમ થાય એટલે કોર્નફ્લોર ડાયલ્યુટ કરેલું મિલ્ક ઉમેરી મિક્સ કરો.

હવે તેમાં 3 ટેબલ સ્પુન મિલ્ક પાવડર ઉમેરી મિક્સ કરો. 1 જ મિનિટ ઉકાળી તેમાં 2 ટેબલ સ્પુન સુગર ઉમેરી, બરાબર મિક્સ કરી દ્યો. ફરી 1 થી 2 જ મિનિટ ઉકાળો અથવાતો એકદમ ઘટ્ટ થવા દ્યો. સ્લો ફ્લૈમ પર સતત હલાવો.

ત્યાર બાદ રુમ ટેમ્પરેચર પર આવવા દ્યો.

હવે તેમાં ફ્રીઝર માં મૂકેલો ગ્વાવાનો પલ્પ ઉમેરી, બ્લેંડ કરી મિક્સ કરો.

તેમાં ½ કપ ઘરે ગરમ કરેલા મિલ્કમાંથી બનેલું ક્રીમ ઉમેરીને મિક્સ કરો.

ટિપ્સ : જરુર પડે તો જ બ્લેંડ કરો. વધારે બ્લેંડ ના કરવું તેમ કરવાથી બટર જેવું થઇ જશે.

કોઇ પણ ફ્લેવર કે કલર ઉમેરવાની જરુર નથી. ગ્વાવા ની સેલ્ફ સ્ટ્રોંગ ખુશ્બૂ અને કલર છે જ.

ત્યારબાદ મિક્સચર માં 2 ટેબલ સ્પુન મિક્સ ફ્રુટ જામ ઉમેરી બ્લેન્ડર વડે સહેજ જ મિક્સ કરી લ્યો. તેનાથી સરસ સ્વીટ અને ટેંગી ટેસ્ટ આવશે.

હવે આ મિક્સ્ચર મોલ્ડમાં ભરવા માટે તૈયાર છે.

પીંક ગ્વાવા કેંડી :

કેંડી બનાવવા માટેના ઘણા પ્રકારના પ્લાસ્ટીક કે એલ્યુમિનિયમના, નાના – મોટા મોલ્ડ બજારમાં મળતાં હોય છે.

તમને ગમતા કેંડી મોલ્ડ લઇ તેમાં કેંડીનુ બનાવેલું મિક્સ્ચર ભરી દ્યો.

4 થી 5 કલાક ફ્રીઝર – ડીપ ફ્રીઝમાં પિંક ગ્વાવા કેંડી નું મિક્સ્ચર ભરેલું મોલ્ડ ફ્રોઝન થવા મૂકો.

કેંડી બરાબર ફ્રોઝન ના થઇ હોય તો વધારે 1 કલાક મોલ્ડ ને ફ્રીઝરમાં મૂકી રાખવું.

કેંડી બરાબર થઇ જાય એટલે તેને મોલ્ડ માંથી અનમોલ્ડ કરવા માટે મોલ્ડ ને નળ ચાલુ કરી, પાણીની ધાર નીચે રાખવું. અથવાતો પાણીનું બાઉલ ભરી તેમાં કેંડી ભરેલા મોલ્ડ ને કેંડી અનમોલ્ડ થાય ત્યાં સુધી પાણી માં ડીપ કરવું.

તો રેડી છે પીંક ગ્વાવા કેંડી…..

સર્વ કરવા ટાઇમે જ કલર ફુલ સુગર સ્પ્રિંકલ્સ કે ડ્રાય ફ્રૂટ ના સ્લિવર્સ થી ગાર્નીશ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *