પિઝા સોસ – હવે બહારથી પિઝા સોસ લાવવાની જરૂરત નથી, ઘરે ફ્રેશ જ બનાવો બહુ સરળ રીત છે…

પિઝા સોસ

પિઝા બનાવો છો તો આ રીતે પિઝા સોસ બનાવીને એક વાર જરૂરથી પિઝા બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે.

• મિત્રો, હમણાં કોરોના મહામારીને લીધે રેસ્ટોરન્ટ તેમજ લારી પર મળતું સ્ટ્રીટ ફૂડ ખાવાનું રિસ્કી છે તો ઘણા લોકો કે જે ચટપટું અને બહારનું ખાવાના શોખીન હશે તે લોકો ઘણી બધી ચટપટી ડીશો મિસ કરતા હશે. ખાસ કરીને બાળકો જેને બહારનું ફાસ્ટ ફૂડ ખુબ યાદ આવતું હશે, પિઝા, બર્ગર તેમજ સેન્ડવિચ બાળકોને ખુબ પસંદ હોય છે. તો આજે હું બાળકો તેમજ મોટાઓ ને ખૂબ જ ભાવતા પિઝા માટે નો પિઝા સોસ બનાવવાની રેસિપી શેર કરવાની છું. પિઝા સોસ વગર પિઝા બનાવવા ઈમ્પોસિબલ છે તો ચાલો જોઈએ પિઝા સોસ બનાવવાની રીત.

• મિત્રો રેસીપી ગમે અને નવી નવી રેસિપી જોવા માટે Prisha Tube ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરો

સામગ્રી :-

  • • ૭ ટામેટાં
  • • ૨ ચમચી તેલ
  • • ૧૦-૧૨ કળી લસણ
  • • ૨ ઝીણી સમારેલી ડુંગળી
  • • ૧/૨ ચમચી ઓરેગાનો
  • • ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • ૧ ચમચી ખાંડ
  • • ૧ નાની ચમચી લાલ મરચું
  • • ૩ -૪ ચમચી કેચઅપ

રીત:-

સ્ટેપ ૧:-સૌપ્રથમ બધા જ ટામેટાં ને વચ્ચે થી બે ભાગમાં કટ કરી લો.

સ્ટેપ ૨:-હવે એક નોનસ્ટિક પેનમાં ૨-૩ ચમચી તેલ લઇને ગરમ થવા માટે મુકી દો. તેલ ગરમ થાય એટલે તેમાં લસણ નાખીને સાંતળો.

સ્ટેપ ૩:-ત્યારબાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ ૪:-હવે તેમાં ઓરેગાનો અને ચિલિ ફ્લેક્સ નાખી હલાવી લો અને કટ કરેલા બધા જ ટામેટાં ઉમેરો. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધું જ બરાબર મિક્સ કરી લેવું. આને ઢાંકી ને ૫ થી ૭ મિનિટ માટે ગેસ ની ધીમી આંચ પર કુક થવા દો.

સ્ટેપ ૫:-૭ મિનિટ પછી ટામેટાં સારી રીતે કુક થઈ જાય ત્યારે તેનાં પરથી છાલ ઉતારી દો. આને ચમચી વડે જ ટોમેટા ને થોડા થોડા મેશ કરી લેવા. અને ખાંડ નાખી ને હલાવી લો.

સ્ટેપ ૬:-ત્યારબાદ લાલ મરચું અને કેચપ ઉમેરો અને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો. અને આ પિઝા સોસ ને ઠંડું થવા માટે મુકી દો.

સ્ટેપ ૭:- પિઝા સોસ ઠંડો થાય એટલે મિક્ષર જાર માં લઇ ને ક્રશ કરી લો.તો હવે ટેસ્ટી પિઝા સોસ રેડી છે બાઉલમાં કાઢી લો.

નોંધ :-

  • • પિઝા સોસ ને રૂમ ટેમ્પરેચર માં જ ઠંડું થવા દેવું.
  • • મિક્સ હબ્સૅ પણ ઉમેરી શકાય
  • • ટામેટાં કેચઅપ ઓપ્શનલ છે.
  • • પિઝા સોસ ને એર ટાઈટ ડબ્બામાં ૨ મહિના સુધી સ્ટોર કરી શકો છો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *