પિઝા રોટલા / પિઝા બેઝ – હવે પીઝા બેઝ પણ ઘરે જ શકશો એ પણ ફ્રેશ અને ક્રન્ચી, એકવાર જરૂર બનાવજો..

આજે હું તમારા માટે પિઝા ના રોટલા/પિઝા બેઝ બનાવવાની રીત લઈને આવી છું.

આજે દુનિયાના દરેક દેશમાં પીઝા અતિ પ્રખ્યાત થઇ ગયા છે. બહાર હોટલમાં પીઝા ખાવા સગવડરૂપ થયા છે, છતાં ક્યારેક ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે તમે તમારી મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવો છો, અને તમારી રૂચિ પ્રમાણે તેનું ટોપીંગ અને સૉસની સાથે જોઇએ તે પ્રમાણે ચીઝનો ઉપયોગ કરી શકો છો. જો કે આજકાલ બજારમાં પીઝાના રોટલા તૈયાર મળે છે, છતાં ઘરે બનાવેલા પીઝાના રોટલાનો તાજો સ્વાદ અને તેની બનાવટ બજારમાં મળતા રોટલાથી અલગ જ હોય છે અને વધુમાં, તેને બનાવવામાં પણ બહુ મહેનત નથી લાગતી. તમે તેને સહેલાઇથી ઘરે બનાવી શકો છો .

Advertisement

“ પિઝા ના રોટલા/ પિઝા બેઝ “ બનાવવા જોઈશે

સામગ્રી :

Advertisement
  • મેંદો – ૩00 ગ્રામ
  • ખાંડ – 4 ટીસ્પૂન
  • યીસ્ટ – 1 ટીસ્પૂન
  • ઉફાળું પાણી – 1 કપ
  • બેકિંગ પાવડર – ½ ટીસ્પૂન
  • મીઠું – સ્વાદ પ્રમાણે
  • તેલ – 1½ ચમચી

રીત :

1. એક બાઉલ માં ½ કપ હુંફાળું પાણી અને યીસ્ટ અને ખાંડ બાઉલમાં મેળવી સારી રીતે મિક્સ કરી લો.તેને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.

Advertisement

2. ત્યાં સુધી બીજા બાઉલ માં લોટ, બકીંગ પાવડર અને મીઠું ભેગું કરવું. અને એમાં યીસ્ટ, પાણી, ખાંડ નું મિશ્રણ ઉમેરવું. અબે બાકી નું પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધવો.

3. લોટ બઁધાયી જાય પછી 1 કલાક ઢાંકી ને રાખવું.

Advertisement

4. 1 કલાક પછી તેલ ઉમેરી લોટ ને ફરી થી મસળવો. લગભગ 10 મિનિટ મસળવો.

5. હવે લોટ માં થી લુઆ પાડવા. અને પરોઠા જેમ વણવા. વણાઈ જાય એટલે ફોર્ક થી કાપા કરવા જેથી બેક થાય ત્યારે ફૂલે નહિ. આ રીતે બઘી બધા રોટલા વણવા અને કપા કરીને એક ડીશ માં મૂકી 20 મિનિટ કપડા થી ઢાંકીને રાખવુ.

Advertisement

6. ત્યાં સુધી એક ઊંડી કડાઈ માં સ્ટેન્ડ મૂકી ગેસ ને ફાસ્ટ ફ્લેમ પર રાખી 10 મિનિટ ગરમ થવા દેવું.

7. હવે એક થાળી કે ડીશ જેમાં રોટલા બેક કરવાના છે એમાં એલ્યૂમીનિમ ફોઈલ મૂકવું.

Advertisement

8. હવે રોટલા ને એલ્યૂમીનિમ ફોઈલ થી જે ડીશ કે થાળી તૈયાર કરી એમાં મૂકવું.. આ થાળી ને ગરમ કરેલા કડાઈ માં મધ્યમ તપે 4-5 મિનિટ ઢાંકી ને બેક થવા દેવું.

રોટલામાં સહેજ પણ ગુલાબી કલર ના થવો જોઈએ .ભલે ઈ પોચા લાગે પણ ઠંડા થશે એટલે કડક લાગશે.

Advertisement

આ રીતે બધા રોટલા બેક કરવા.

તૈયાર છે હોમ મેડ પિઝા ના રોટલા. છેને એકદમ સરળ અને બહાર જેવાજ રોટલા !!!

Advertisement

*** આ રોટલા થી પિઝા બનાવવા માટે રોટલા પર પીઝા સોસ લઈને તેને આખા રોટલા ઉપર લગાવી દો. એની ઉપર સિમલા મરચા, ડુંગરી વગેરે એડ કરો. પછી એની ઉપર ચીઝને છીણીને નાખી દો. હવે લાલ સિમલા મરચા, ઓલિવ અને ઓરેગાનોને પણ તેની ઉપર એડ કરી દો. હવે તેને 2 મિનિટ સુધી નોન સ્ટિક પેન માં ઢાંકીને મુકો. અને સરસ બહાર જેવાજ પિઝા રેડી થઇ જશે

ફ્રેન્ડઝ જોયુંને આ રીતે તમે ઘરે બાળકોઅને મોટાઓ ના મનપસંદ પિઝ્ઝા રોટલા તૈયાર કરી શકોછો જે ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવવા માં વધારે સમય પણ નથી લાગતો. બીજું કે જો તમારી પાસે ઓવન નથી તો આ પિઝ્ઝા રોટલા ગેસ પર પણ બનાવી શકો છો.

Advertisement

તમે જરૂર થી ટ્રાય કરજો ખરેખર બહાર જેવાજ બને છે ઘર માં બધાને ખૂબ જ મજા પડશે.

રસોઈની રાણી : રૂચિતા અંકુર શાહ (અમદાવાદ)

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *