પીઝા પોકેટ – આ છે પીઝા નવીન વર્જન જે ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે…

પીઝા એ નાના મોટા સૌ ના ફેવરિટ છે. તો આજે આપણે પીઝા નું હેલ્ધી વર્ઝન બનાવીશું. જે તમે સાંજે ડિનર માં બનાવી શકો છો. ઘરે કોઈ ગેસ્ટ આવે તો પણ ફટાફટ બની જાય છે.પીઝા પોકેટ એ પાર્ટી હોય તો તમે સ્ટાર્ટર માં પણ સર્વ કરી શકો છો.

સામગ્રી

 • ૧ બાઉલ બાફેલી મકાઈ
 • ૧ કેપ્સીકમ
 • ૧ ટામેટું
 • ૧ ડુંગળી
 • ૨ ચમચી ચીલી ફ્લેક્સ
 • ૨ ચમચી ઓરેગાનો
 • ૪ ચમચી મેયોનીઝ
 • ૩ ચમચી વેજ તંદુરી મેયોનિઝ
 • ૧ ચીઝ ક્યૂબ
 • ૫૦ ગ્રામ બટર
 • ૧ બાઉલ ઘઉ નો લોટ
 • મીઠું સ્વાદાનુસાર
 • ૩ ચમચી તેલ

રીત

એક બાઉલ માં ઘઉ નો લોટ લો.

તેલ અને સ્વાદ મુજબ મીઠું એડ કરો.

લોટ માં જરૂર મુજબ પાણી એડ કરી પરોઠા નો લોટ બાંધી લેવો.

ડુંગળી, ટામેટું અને કેપ્સીકમ ઝીણું કટ કરી લો.

એક બાઉલમાં ડુંગળી, કેપ્સીકમ, ટામેટા અને બાફેલી મકાઈ મિક્સ કરો.

તેમાં ૨ ચમચી લીલા ધાણા અને સ્વાદ મુજબ મીઠુ એડ કરો.

ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરો.

ચીઝ, મેયોનીઝ,વેજ તંદુરી મેયોનીઝ એડ કરો.

બધુ બરાબર મિક્સ કરી લો.

લોટ માંથી એક રોટલી વણી લો.

રોટલી પર સ્ટફિંગ એડ કરો રોટલી ને એક બાજુ થી વાળી લો.

હવે બીજી બાજુ થી વાળી લો. રોટલી ને ટર્ન કરી લો.

રોટલી ને બને બાજુ થી વાળી લો.

એક નોનસ્ટિક પેનમાં બટર એડ કરી પીઝા પોકેટ ને સેલો ફ્રાય કરી લો.

પીઝા પોકેટ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બને બાજુ બટર થી સેલો ફ્રાય કરો.

પીઝા પોકેટ ને ટોમેટો કેચઅપ જોડે સર્વ કરો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *