જો તમે આવી રીતે પ્લાસ્ટિકના વાસણો સાફ કરશો તો દૂર થશે બધા ડાઘ ને બની જશે નવા જેવા જ ચમકદાર !!

આજ જોઈએ તો પહેલા તાંબા પીતલ ને માટીના વાસણો હતા, ધીમે ધીમે સમય જતાં એ વાસનોનું સ્થાન એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસનોએ લીધું ને હવે એ જ વાસનોનું સ્થાન પ્લાસ્ટિકના વાસનોએ લીધું.

આ વાસણો વપરાશ માં તો સાવ સહેલા પડે છે. પરંતુ સમય જતાં જ એ વાસનોમાં ડાઘ પડી જાય છે. જેના કારણે તે આપણને એકદમ જૂના ને ચમક વગરના થઈ જાય છે ને વાપરવાની પણ મજા નથી આવતી.

તો આજે ચાલો આ લેખના મધ્યમથી જોઈએ કે પ્લાસ્ટિકના વાસણો પર લાગેલા ડાઘને કેમ દૂર કરવા.

પ્લાસ્ટિકના વાસણોને એકદમ નવા જેવા ને ચમકાવવા બેકિંગ સોડા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

એના માટે તમારે એક મોટા વાસણમાં ગરમ પાણી કરવાનું ને પછી એમાં ચાર ચમચી જેટલા બેકિંગ સોડા એડ કરો એ હલાવો. પછી એમાં જે પ્લાસ્ટિકના વાસણમાં ડાઘ છે તેને રાખી મૂકો ચાર થી પાંચ ક્લાક માટે ને પછી સાફ કરો.

આરામથી ડાઘ પણ ગાયબ થઈ જશે ને સાથે સાથે નવા જેવા જ ચમકદાર પણ બનશે. જો વાસણમાં એકદમ ગાઢા ડાઘ હોય ને ખરાબ લાગતાં હોય તો એક વાટકીમાં વિનેગાર લો ને એમાં ઓછી વાસણ સાફ કરવાનો વાયર કે પછી કોઈ કપડું જે બ્રશ લઈને વિનેગાર વાળું કરીને એ જ્યાં ડાઘ છે એ જગ્યા પર રગડી ને સાફ ક્રો વાસણ નવા જેવુ જ ચમકદાર ને ડાઘ રહીત થઈ જશે.

કપડાં ધોવાના બ્લીચથી પણ તમે વાસણો આરામથી સાફ કરી શકો છો, આમ કરવાથી વાસણ પરણો મેલ અને દાઘ બંને સાફ થશે.

Published
Categorized as Tips

Leave a comment

Your email address will not be published. Required fields are marked *