પોકેટ પફ – પરફેક્ટ રીત એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ, હેલ્થી નાના મોટા દરેકને પસંદ આવશે…

ચાલો તૈયાર કરીએ એક નવી જ વાનગી, નવી યુનિક સ્ટાઇલથી ” પોકેટ પફ “…. પરફેક્ટ રીત એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ, હેલ્થી અને ઘરે જ બનાવીએ જે મોટા નાના સૌને ભાવતી અને સાથે મળી ને બહાર ના સ્વાદ નો આનંદ મેળવી શકે તેવી વાનગી …. એકદમ સરળ અને ફટાફટ બની જાય બ્રેકફાસ્ટ, ડિનર કે લંચબોક્સ માં પણ લઇ શકાય. બાળકો ના લંચબોક્સ માટે તો એકદમ પરફેક્ટ રેસિપી છે. જેમાં બધા શાકભાજી હોય છે, સાથે નૂડલ્સ પણ હોય છે .. તો બાળકો માટે ખુબ જ મજા પડે છે અને સાથે -સાથે હેલ્થી પણ છે.. વેજિટેબલ ને આ રીતે આપીયે તો તરત ખાઈ લેશે … તો ચાલો રેસિપી જોઈ લઈએ.

: પોકેટ પફ :

સામગ્રી :-

લોટ બાંધવા :

  • ૧ ૧/૨ કપ ઘઉં નો લોટ
  • ૨ ચમચી રવો
  • ૨ ચમચી તેલ
  • ૧/૨ ચમચી મીઠુ
  • હુંફાળું પાણી લોટ બાંધવા માટે

સ્ટફિન્ગ માટે :

  • ૧/૨ કપ બારીક સમારેલા ગાજર
  • ૧/૨ કપ બારીક સમારેલા કાંદા
  • ૧/૨ કપ થી ઓછા બાફેલા વટાણા
  • ૧/૨ કપ કેપસીકમ(લાલ, પીળા, લીલા )
  • ૪ ચમચી સમારેલી ફણસી
  • ૪ ચમચી બોઈલ મકાઈ ના દાણા
  • ૧/૨ કપ બોઈલ નૂડલસ

મસાલા :

  • 2 ચમચી ઓલિવ ઓઇલ
  • 2 ચમચી આદુ -લસણ ની પેસ્ટ
  • ૧ ચમચી સોયા સોસ
  • ૧/૨ ચમચી રેડ ચિલી સોસ
  • ૧ ચમચી વિનેગર
  • ૨ ચમચી ટોમેટો સોસ
  • ૨ ચમચી સેઝવાન સોસ
  • સ્વાદ પ્રમાણે ઓરેગાનો, રેડ ચીલી ફ્લેક્સ
  • ૧ કપ ચીઝ
  • મીઠુ સ્વાદ પ્રમાણે

રીત :

: સૌ પ્રથમ લોટ બાંધવાની સામગ્રી ભેગી કરી લોટ બાંધવો. રોટલી જેવો ઢીલો નહિ અને ભાખરી જેવો કઠણ નહિ તેવો લોટ બાંધવાનો છે.

થોડી વાર ઢાંકી ને મૂકવું, ત્યાં સુધી સ્ટફિન્ગ તૈયાર કરવું.

સ્ટફિન્ગ તૈયાર કરવા માટે કઢાઈ માં ૨ ચમચી ઓલિવ ઓઇલ નાખવું, તેલ ગરમ થાય એટલે આદુ -લસણ ની પેસ્ટ ઉમેરવી

3 મિનિટ પછી સ્ટફિન્ગ માટેની તૈયાર કરેલી નુડલ્સ સિવાય ની બધી સામગ્રી ઉમેરવી. ૫-૭ મિનિટ સન્તળઇ જાય પછી તેમાં નુડલ્સ ઉમેરવી અને બાકી ની મસાલા ની બધીજ સામગ્રી ઉમેરવી. ગેસ બંધ કરી સ્ટફિન્ગ ને એક ડીશ માં ઠન્ડુ કરવા મૂકવું.

ત્યાં સુધી લોટ ને મસળી ને લોઆ પાડવા. એક લુઓ લઇ, થોડું પાતળું વણવું અને વચ્ચે થી કટ કરવું..

આવી રીતે બધા લુઆ વણી વચ્ચેથી કટ કરવા.

એક ભાગ માં વચ્ચે સ્ટફિન્ગ એક ચમચી ભરવુ અને બીજો ભાગ ઉપર મૂકી કિનારી ફોર્ક થી દબાવવી.

ઓવેન ૧૮0 પર પ્રિહિટ કરવું. પછી ઓવેન માંથી ૨૫ મિનિટ થઇ એટલે કાઢી લેવું .

રેડી છે જમવા માટે પોકેટ પફ. ટોમેટોસોસ અથવા લીલી ચટણી અથવા માયોનિસચીઝ ડીપ સાથે સર્વ કરી શકો છો.

રસોઈની રાણી : રૂચિતા અંકુર શાહ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *