પોંક લાડું – પોંકની ભેળ અને ચાટ તો ખાતા જ હશો પણ હેલ્થી લાડુ…

પોંક લાડું

ઠંડીના સીઝન માં ખુબ સરસ જુવાર નો પોંક મળતો હોય છે…પોકનાં વડા , સૂપ , પુલાવ આપણે દરવખતે બનાવતાં જ હોઇ એ છે….. બરાબરને ?

image source

આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પોંક ના લાડું ……તે પણ એકદમ હેલ્થી. .. કેમ કે આપણે તેમાં ગોળ અને ડ્રાયફ્રુટ નાંખી લાડું બનાવીશું…

સામગ્રી :-

  • જુવાર પોંક – ૧ કપ
  • ગોળ – ૧ કપ
  • આપણને જે ગમે તે ડ્રાયફ્રુટ – ૧/૪ કપ
  • ઘી – ૨ ચમચા
  • ઈલાયચી પાવડર – ૧/૨ ચમચી

રીત:-

સૌપ્રથમ પોંક ને કઢાઈ માં હલકું ગરમ કરી સાઈડ પર મૂકવું. ડ્રાયફ્રુટ પણ થોડા ઘી માં શેકી લેવા. ગોળ ને ઝીણો સમારી લેવો…ગોળ નો પાક કરી લેવો…હવે પોંક, ગોળ, ડ્રાયફ્રુટ, ઈલાયચી પાવડર, ઘી બધું મિશ્રણ ભેગું કરી લાડું વાળી લેવા…ખાવા માટે તૈયાર છે ઠંડી સ્પેશ્યલ પોંક લાડું……

ટીપ :- આવીજ રીતે ઘઉં ના પોંક ના પણ લાડું બનાવી શકાય છે……

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *