પોટેટો ચીઝ મેક્રોની લઝાનીયા – બાળકો એકના એક મેગી પાસ્તા ખાઈને કંટાળી ગયા છો? તો બનાવો આ વાનગી..

પોટેટો ચીઝ મેક્રોની લઝાનીયા

લઝાનીયા બનાવવા ખૂબ જ આસાન છે બસ થોડી પહેલાથી તૈયારી કરીને રાખીશું તો ખાવાના સમયે ૧૫ મિનિટમાં તૈયાર થઈ જશે આમ તો વન પોટ મિલ ગણાય છે પણ ત્યારે જ્યારે lockdown ચાલી રહ્યા છે આ બધી સામગ્રી આપણા ઘરમાં જરૂરથી હોય છે મેં આમાં બટાકા વાપર્યા છે તમે ચાહો તો આમાં બ્રેડ અલગ-અલગ શાકભાજી પાસ્તા રાઈસ પણ લઈ શકો છો આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

સામગ્રી

  • – બે નંગ મીડીયમ બટાકા બાફેલા
  • – એક મોટો બાઉલ બાફેલી મેક્રોની
  • – એક બાઉલ મોઝરેલા ચીઝ છીણેલું
  • – અડધો બાઉલ પ્રોસેસ ચીઝ છીણેલું
  • – 1 મોટી ચમચી પૅપ્રિકા
  • – 1 મોટી ચમચી ઓરેગાનો
  • – મીઠુ સ્વાદ મુજબ
  • – એક બાઉલ white sauce
  • – અડધો બાઉલ પીઝા સોસ
  • – એક ચમચી બટર
  • – પા ચમચી ઇટાલિયન સીઝનીંગ

* વ્હાઈટ સોસ બનાવવા માટે *

  • – 2 ચમચી બટર
  • – બે ચમચી મેંદો
  • – ૧ કપ દૂધ
  • – મીઠુ સ્વાદ મુજબ
  • – અડધી ચમચી ખાંડ
  • – પા ચમચી મરી પાવડર
  • – અડધી ચમચી ઇટાલિયન સીઝનીંગ
  • – અડધી ચમચી ઓરેગાનો
  • – ચાર ચમચી છીણેલુ ચીઝ

બનાવવાની રીત

1..સૌપ્રથમ બાફેલા બટાકાની પાતળી ગોળ ચિપ્સ કરી લેવી કરી લેવી

2…હવે એક પેનમાં અડધી ચમચી બટર લેવું તેમાં બાફેલી મેક્રોની ઉમેરી તેમાં મીઠું મરી પાવડર ઓરેગાનો મિક્સ ઇટાલિયન સીઝનીંગ ઉમેરી હલાવો બે મિનિટ સાંતળી લેવું

3… સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી બટર લેવું તેમાં બે ચમચી મેંદો ઉમેરી શેકી લેવો પાંચ મિનિટ પછી તેમાં દૂધ ઉમેરવું અને હલાવી લેવું ધ્યાન રાખો કે દૂધ ઠંડું ના લેવો એકધાર્યું હલાવતા રહો કે ગઠ્ઠા પડે નહીં હવે તેમાં મીઠું ખાંડ મરી પાવડર ઇટાલિયન સીઝનીંગ ઓરેગાનો ચીઝ નાખી હલાવી લો થોડું ઘટ્ટ થાય એટલે તને એક બાઉલમાં કાઢી લો

4… બોરોસિલ બાઉલ માં સૌપ્રથમ બટર લગાવી દો નીચે ત્યારબાદ બટાકાની ગોળ ચિપ્સ ગોઠવી દેવી ત્યારબાદ તેના ઉપર મીઠું ભભરાવવું હવે તેના ઉપર છીણેલું ચીઝ બે ચમચી પાથરી દેવો ત્યારબાદ પીઝા સોસ લગાવી દેવો ત્યારબાદ તેના ઉપર white sauce પાથરી દેવો હવે મેક્રોની લેયર કરી લેવું હવે ફરીથી બે ચમચી છીણેલું પાથરી દેવું ફરીથી બટાકાનુ લેયર કરવું મીઠું ભભરાવી દેવો વ્હાઈટ સોસ પાથરી દેવો પીઝા સોસ પાથરવો હવે ઉપરના લેયરમાં બચેલું ચીઝ પાથરી દેવું હવે તેના ઉપર ઓરેગાનો પેપરિકા અને ઇટાલિયન સીઝનીંગ ભભરાવી દેવો

5.. હવે આ બેક ડિશ ને 170 ડિગ્રી પર ૧૦ થી ૧૨ મિનીટ માટે બેક કરી લેવું અને હવે ગરમ ગરમ સર્વ કરો

નોંધ

  • – બટાકા બાફી લેવા બટાકાને અધકચરા બાફવા
  • – મેક્રોની બાફી લેવી


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *