ક્રિસ્પી પોટેટો સ્માઇલી – માર્કેટમાં મળતા ફ્રોઝન સ્માઈલી નહિ હવે ઘરે જ બાળકોને આ સ્માઈલી બનાવી આપો…

ક્રિસ્પી પોટેટો સ્માઇલી :

પોટેટો સ્માઇલી બાળકો માટેનો પ્રિય નાસ્તો છે, જો કે યંગ્સમાં પણ એટલા જ ફેવરીટ છે. તેઓ માટે ઇવનીંગમાં ચા સાથે લેવાતો આદર્શ નાસ્તો છે. આમ તો પોટેટો સ્માઇલી અમેરીકન રેસિપિ છે. બાફેલા બટેટા, કોર્ન ફ્લોર કે સ્ટાર્ચ અને બ્રેડ ક્રમ્બ્સ અને ઘણી વખત તેમાં ચીઝનો પણ ઉપયોગ કરી બનાવવામાં આવે છે. બાળકોના બર્થ ડે પાર્ટી માટે હોટ છે. આમ તો આ ક્વીક અને ઇઝી રેસિપિ છે અને દરેક લોકોને પસંદ છે. તેની તૈયારીમાં વધુ સમય લાગતો નથી. બાળકોને નાસ્તા બોક્ષમાં પણ આપી શકાય છે. પોટેટો સ્માઇલી નાસ્તામાં જોઇને બાળકો પણ ખૂબ ખુશ થઈ જાય છે. થોડા સ્પાઇસ ઉમેરાતા હોવા છતાં પણ ખૂબજ સ્વાદિષ્ટ બને છે.

આજે હું અહીં હોમ મેડ ક્રીસ્પી પોટેટો સ્માઇલીની રેસિપિ આપી રહી છું, મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ ચોક્કસથી ઘરે બનાવજો. બાળકો ખૂબજ ખુશ થશે.

ક્રિસ્પી પોટેટો સ્માઇલી બનાવવા માટેની સામગ્રી :

  • 4 મિડિયમ સાઇઝના બટેટા ( સ્ટાર્ચ ઓછુ હોય તેવા નવા બટેટા લેવા)
  • 5 ટેબલસ્પુન ફ્રેશ બ્રેડ ક્રમ્બ્સ
  • 4 ટેબલસ્પુન કોર્ન ફ્લોર + 1 ટી સ્પુન
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન ચાટ મસાલો
  • ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ + હાથ ગ્રીસ કરવા માટે ઓઇલ

ક્રિસ્પી પોટેટો સ્માઇલી બનાવવાની રીત :

સૌ પ્રથમ કુકરમાં પાણી ઉમેરીને તેમાં નીચે રીંગ મૂકો. ત્યારબાદ તેમાં કાણાવાળી ડીશ મૂકો.

બટેટામાં વધારે પાણી ના ચડી જાય તેના માટે આ પ્રોસિઝર કરવી.

હવે તેમાં બાફવા માટેના બટેટાના બે ભાગ કરીને મૂકો. 3 વ્હીસલ કરી બટેટા બાફી લ્યો.

એ દરમ્યાનમાં 2 બ્રેડ ગ્રાઇંડ કરીને બ્રેડ ક્રમ્બ્સ બનાવી લ્યો.

ઠરે એટલે છાલ કાઢીને મોટા કાણાવાળી ખમણીમાં ખમણી લ્યો.

હવે એક મિક્ષિંગ બાઉલ લઈ તેમાં ખમણેલા બટેટા ઉમેરો.

ત્યારબાદ તેમાં 4 ટેબલસ્પુન કોર્ન ફ્લોર ઉમેરો. ( આરાલોટ કે ચોખાનો લોટ ઉમેરી શકાય )

સાથે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર ઉમેરો.

હવે ½ ટી સ્પુન ચાટ મસાલો ઉમેરી દ્યો.

તેના પર 5 ટેબલસ્પુન ફ્રેશ બ્રેડ ક્રમ્બ્સ ઉમેરો.

પહેલા બધું હલકા હાથે મિક્ષ કરી લ્યો, ત્યારબાદ હાથમાં ઓઇલ લગાવી ગ્રીસ કરીને જરા મસળીને, તેમાં કાંઈ પણ (પાણી કે ઓઇલ ) ઉમેર્યા વગર જ સોફ્ટ ડો બનાવી લ્યો.

બનેલો ડો ઢીલો લાગે તો તેમાં થોડા વધારે બ્રેડ ક્રમ્બ્સ કે કોર્ન ફ્લોર ઉમેરી,ફરી થી મસળીને સરસ સ્મુધ ડો બનાવી લ્યો.

ડો પર જરા ઓઇલ લગાવી 30 મિનિટ માટે રેફ્રીઝરેટરમાં મૂકો. જેથી બટેટામાં ઉમેરેલા સ્પાઈસ બરાબર સેટ થઈ જાય અને ડોમાં મિશ્ચર ઓછું થઇ જવાથી, ડો થોડો ટાઇટ થવાથી સ્માઈલીનો શઇપ પણ ઉપાડતા ખરાબ નહી થાય. અને ઓઇલ પણ ઓછું ચડશે.

સ્માઇલી બનાવવાની રીત :

ચોપિંગ બોર્ડ કે સાફ કરેલા પ્લેટ્ફોર્મ પર બટર પેપર કે પ્લાસ્ટીક શીટ પાથરો.

ઓઇલથી થોડું ગ્રીસ કરી લ્યો. જેથી પેપર કે પ્લાસ્ટીક શીટ પરથી સ્માઇલી ઉપાડતી વખતે તેનો શેઇપ ખરાબ ના થાય. અને ઉપાડવામાં પણ ખૂબજ સરળ રહેશે.

હવે ડો માંથી બે પાર્ટ કરી લ્યો. તેના 2 મોટા લુવા બનાવી લ્યો.

ગ્રીસ કરેલા બટર પેપર કે શીટ પર લુવુ મૂકો. હાથને પણ જરા ઓઇલથી ગ્રીસ કરી થોડું થોડું પ્રેસ કરીને બધી બાજુ ફેલાવતા જઈ મોટું કરો.

હવે વેલણને ગ્રીસ કરી 1 સેમી.જાડું રાઉંડ કે સ્ક્વેર હલકા હાથે વણી લ્યો. જાડા સ્માઇલી શેઇપમાં અને ટેસ્ટમાં પણ સારા બને છે. મારકેટમાં મળે છે એવા જ બનશે.

હવે માપનું કુકી કટર, રીંગ કટર કે ગ્લાસ કે ઢાંકણ લ્યો.

એક પ્લેટમાં કોર્ન ફ્લોર લઇ તેમાં કટરની બોર્ડર ડીપ કરી લ્યો. હવે વણેલા ડોમાંથી તેના વડે સ્માઇલી ના રાઉંડ કટ કરી લ્યો. વધારાનો આજુબાજુનો લોટ કાઢી લ્યો. તેને વણી તેમાંથી બીજા સ્માઇલી કટ કરવા.

ત્યારબાદ સ્ટ્રો પાઇપ લઈ તેને પણ કોર્નફ્લોરમાં છેડેથી ડીપ કરી સ્માઇલીમાં આઇઝ બનાવો.

સ્માઇલની ઇમેજ આપવા માટે સ્ટીલ કે પ્લાસ્ટીકની સ્પુન લઈ શકાય. મેં અહીં પ્લાસ્ટીકની નાની સ્પુન નો ઉપયોગ કર્યો છે.

પ્લાસ્ટીકની સ્પુનને છેડેથી કોર્નફ્લોરમાં ડીપ કરી સ્માઇલીના સર્કલમાં થોડી પ્રેસ કરી સ્માઇલની ઇમેજ આપો. સાથે જરા પાછળની સાઈડ સ્પુનને પુશ કરવાથી વધારે સ્માઇલની ઇમેજ આવશે, તે પ્રમાણે ઇમેજ આપો. જેથી ફ્રાય થયા પછી પણ સરસ ઇમેજ રહેશે.

બાકીના ડોમાંથી આ રીતે બધા સ્માઇલીના સર્કલ અને તેમાં આઇઝ અને સ્માઇલની ઇમેજ બનાવી લ્યો.

બધા સ્માઇલીને એક પ્લેટમાં મૂકો.

તમને મનપસંદ સ્ક્વેર, ટ્રાયેંગલ કે સ્ટાર જેવા શેઇપ પણ બનાવી શકો છો.

સ્માઇલીને સ્ટોર કરવા માટે આ સ્ટેપ પરથી કરી શકાય છે. ફ્રાય કર્યા વગર જ ઝિપ લોક બેગમાં ભરીને 20 થી 25 દિવસ ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય છે. 10 – 15 મિનિટ અગાઉ બહાર કાઢીને ફ્રાય કરી શકાય.

ઠંડા સ્માઇલી ફ્રાય કરવા માટે ઓઇલ થોડું વધારે ગરમ કરવું. ઓઇલ ઠંડું પડી જવાથી ઓઇલ વધારે ચડશે.

હવે સ્માઇલીને ફ્રાય કરવા માટે ફ્રાયપેનમાં મિડિયમ ફ્લૈમ પર ઓઇલ ગરમ કરો.

ઓઇલમાંથી હીટ આવવા લાગે એટલે તેમાં સ્માઇલી ફ્રાય કરો. તેમાંથી બબલ્સ નીકળવા લાગે તેવું ગરમ ઓઇલ રાખવું.

સ્માઇલી ફ્રાય થઇ ઉપર આવી જાય પછી જ તેને ફ્લીપ કરવા. ના થાય ત્યાંસુધી હલાવવા કે ફેરવવા નહી.

ત્યારબાદ ધીમેધીમે હલાવીને ક્રીસ્પિ અને લાઇટ ગોલ્ડન બ્રાઉન થઇ જાય એટલે ફ્લીપ કરી લ્યો.

બીજી બાજુ પણ તમારી પસંદ પ્રમાણે ક્રીસ્પિ અને હલ્કા બ્રાઉન કે ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લ્યો.

આ પ્રમાણે બધા સ્માઇલી ફ્રાય કરી લ્યો.

માર્કેટમાં મળતા હોય તેવાજ સરસ ક્રીસ્પિ સ્માઇલી બનશે.

ગરમા ગરમ ક્રીસ્પિ –ગોલ્ડન સ્માઇલીને સર્વિંગ પ્લેટમાં મૂકી ગરમા ગરમ ચા કે નસ્તામાં અને પાર્ટીમાં ટોમેટો કેચપ, સ્વીટ દહીં કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

બધાને આ ક્રીસ્પિ – ગોલ્ડન સ્માઇલી ખૂબજ ભાવશે, બાળકો હોંશે હોંશે ખાશે.

તો તમે પણ આ રેસિપિ ચોક્કસથી બનાવજો.


રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *