પોટેટો કોર્ન પાલક સબ્જી – બાળકો પાલકનું શાક ખાવાની આનાકાની કરે છે? તો આવીરીતે ખવડાવો…

પોટેટો કોર્ન પાલક સબ્જી :

કોર્ન પલક સબ્જી એ મોસ્ટ્લી બધાની ફેવરીટ સબ્જી હોય છે. આત્યારે આ સિઝનમાં માર્કેટમાં ખૂબજ સરસ ગ્રીન પાલક આવતી હોય છે. અને કોર્ન પણ સારા એવા પ્રમાણમાં આવે છે. અહીં હું આપ સૌ માટે પોટેટો કોર્ન પાલક સબ્જીની રેસિપિ આપી રહી છું જેમા કોર્ન ઉપરાંત ફ્રાય કરેલા બટેટા ઉમેરીને સરસ ક્રીમી, ટેસ્ટી અને હેલ્ધી રેસિપિ આપી રહી છું. તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી આ સિઝનમાંજ ટ્રાય કરજો. ઘરના બાળકોથી માંડીને મોટા સુધીના દરેક લોકોને ખૂબજ ભાવશે. ઘરમાંથી જ મળી જતા બધા સ્પાયસીસમાંથી બની જાય છે.

પોટેટો કોર્ન પાલક સબ્જી બનાવવા માટેની સામગ્રી :

  • 650 ગ્રામ ગ્રીન પાલકના પાન
  • 1 ½ કપ સ્વીટ કોર્નના દાણા
  • 3 મિડિયમ સાઇઝ્ના બટેટા – મોટા પીસમાં કાપેલા
  • ઓઇલ બટેટા ડીપ ફ્રાય કરવા માટે
  • 3 મિડિયમ સાઇઝની ઓનિયન – બારીક કાપેલી
  • 2 મોટા ટમેટા
  • 3 મરચા
  • 1 ½ ઇંચ આદુનો ટુકડો
  • 8-9 લસણની ફોલેલી કળી
  • 3 ટેબલ સ્પુન ઓઇલ વઘાર માટે
  • 3 લવિંગ
  • 1 તજ પત્તુ
  • ½ ટી સ્પુ આખુ જીરુ
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • ½ ટી સ્પુન હળદર
  • 1 ટેબલ સ્પુન કાશમીરી મરચુ
  • 3 ટેબલ સ્પુન ધણાજીરું
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • ½ ટી સ્પુન સુગર
  • 3 ટેબલ સ્પુન ફ્રેશ મિલ્કનું કીમ

ગાર્નિશિંગ માટે :

  • ટમેટાની સ્લાઇઝ
  • ક્રીમ – જરુર મુજબ
  • બાફેલા કોર્ન – જરુર મુજબ
  • પિંચ કાશ્મીરી મરચુ પાવડર

પોટેટો કોર્ન પાલક સબ્જી બનાવવાની રીત :

સૌ પ્રથમ કોર્નને 4 વ્હીસલ કરીને બાફી લ્યો.

પાલકના પાન 2-3 વાર ધોઇને સાફ કરી લ્યો. ત્યારબાદ મોટા વાસણમાં પાણી ભરીને 2-3 મિનિટ બોઇલ કરી લ્યો. બોઇલ થઇ જાય એટલે જારામાં મૂકી પાણી નિતારી તરતજ ફ્રીઝના ઠંડા પાણીમાં અથવા બરફ્નાં પાણીમાં ભાજી મૂકો. જેથી પાલક્નો સરસ ગ્રીન કલર જળવાઇ રહેશે. તેને એક બાજુએ રાખી દ્યો.

હવે ઓનિયન અધકચરી ગ્રાઇંડ કરીને એક બાઉલમાં ટ્રાંસફર કરો. ત્યારબાદ 3 મોટા કાપેલા મરચા, 1 ½ ઇંચ આદુનો ટુકડો અને 8-9 લસણની ફોલેલી કળીઓ બધું ગ્રાઇંડર જારમાં સાથે ગ્રાઇંડ કરી એક બાઉલમાં ટ્રાંસફર કરો.

હવે 2 મોટા ટમેટાના પીસ કરીને તેને પણ ગ્રાઇંડ કરી બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો.

હવે બોઇલ કરેલી પાલકને પણ ગ્રાઇંડ કરી બાઉલમાં કાઢી લ્યો. એક બાજુ રાખો.

બટેટાની છાલ કાઢીને તેને મોટા પીસમાં સમારી લ્યો. ( પીક. માં બતાવ્યા પ્રમાણે ).

હવે એક લોયામાં મિડિયમ ફ્લૈમ પર ઓઇલ ગરમ મૂકી તેમાં 3 બેચમાં વારફરતી સમારેલા બટેટાના ટુકડા કુક થઈ જાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. એક્બાજુ રાખો.

મકાઇના દાણા કાઢી અલગ કરી લ્યો.

*તડકા :

હવે એક પેન લઇ એમાં 3 ટેબલ સ્પુન ઓઇલ વઘાર માટે મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો.

તેમાં 3 લવિંગ, 1 તજ પત્તુ અને ½ ટી સ્પુ આખુ જીરુ ઉમેરી તતડવા દ્યો.

તેમાં ગ્રાઇંડ કરેલી ઓનિયનની અધકચરી પેસ્ટ ઉમેરી થોડી કૂક થાય એટલે તેમાં ગ્રાઇંડ કરેલા આદુ, મરચાઅને લસણની પેસ્ટ ઉમેરો. મિક્ષ કરો. બરાબર કૂક થાય એટલે તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરી મિક્ષ કરો.

એ મિશ્રણમાં સોલ્ટ સ્વાદ મુજબ, 2 ટી સ્પુન હળદર, 1 ટેબલ સ્પુન કાશમીરી મરચુ અને 3 ટેબલ સ્પુન ધાણાજીરું ઉમેરી મિક્ષ કરો.એ મિશ્રણ બરાબર કૂક થઇ જાય અને ઓઇલ છુટું પડતુ લાગે એટલે તેમાં ½ ટી સ્પુન ગરમ મસાલો અને ½ ટી સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં 3 ટેબલ સ્પુન ફ્રેશ મિલ્ક્નું ક્રીમ ઉમેરી મિક્ષ કરો, તેનાથી સબ્જીમાં સરસ ક્રીમી ટેસ્ટ આવશે.

1 મિનિટ કૂક કર્યા બાદ તેમાં ડીપ ફ્રાય કરેલા બટેટા અને બાફેલા કોર્નના દાણી ઉમેરી મીક્સ કરો. 1 મિનિટ કૂક કરો.

ત્યારબાદ તેમાં ગ્રાઇંડ કરેલી પાલક્ની સરસ ગ્રીન ગ્રેવી ઉમેરો. બરાબર મિક્ષ કરો. 2-3 મિનિટ કુક કરી, થોડું ઓઇલ છુટુ પડતું દેખાય એટલે ફ્લૈમ બંધ કરો.

ગરમા ગરમ, હેલ્ધી, ટેસ્ટી પોટેટો કોર્ન પાલક સબ્જી રેડી છે. સર્વિંગ બાઉલ ગરમાગરમ સબ્જી સર્વ કરી, તેને ટમેટાની સ્લાઈઝ, કોર્નના દાણા ક્રીમ, થોડી ઓનિયન અને પિંચ કાશ્મીરી મરચું સ્પ્રીંકલ કરી, તેને કુલચા, નાન, પરાઠા વગેરે સાથે સર્વ કરવાથી ખૂબજ ટેસ્ટી લાગશે. તો તમે પણ પોટેટો કોર્ન પાલક સબ્જી મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *