કુલીંગ પાવડર અને સમર કુલીંગ ડ્રીંક – ગરમી તો ઓછું થવાનું નામ નથી દેતી અને વરસાદ પણ આવતો નથી તો ચાલો બનાવો આ ડ્રીંક…

કુલીંગ પાવડર અને સમર કુલીંગ ડ્રીંક

હેલો મિત્રો ઉનાળો ચાલી રહ્યો છે. તો તેના તાપ થી બચવા માટે અપણે કેટલા ઉપાયો કરતા હોઈએ છીએ ને. મોંઘી મોંઘી ક્રીમ અને બોડી લોસન લગાવીએ છે. પરંતુ આપણા શરીર ને માત્ર બહાર થી બચાવવાની જરૂર નથી તેને અંદરથી પણ ઠંડક મળે તેવું કરવું જોઈએ. માત્ર ઠંડુ પાણી કે બીજા ઠંડા પીણા પીવાથી માત્ર ગળું ઠંડુ થાઈ છે. શરીર નહિ. તો આજે હું લઇને આવી છુ એક એવું પીણું અને પાઉડર કે જેનાથી તમારા શરીર ને પણ ઠંડક મળશે. અને ઉનાળા માં થતી લુ જેવી બીમારીઓ થી બચવામાં મદદરૂપ બને છે.

આ પાઉડર તમે ઉનાળો ચાલુ થાય ત્યારે બનાવી લો. અને તેમાંથી આખો ઉનાળો કુલીંગ જ્યુસ તેમજ શરબત બનાવી શકો છો.

આ જ્યુસ માં ઉમેરાતી દરેક વસ્તુઓ આપણા શરીર ને ઠંડક આપતી છે. તો ચાલો બનાવીએ શરીર ને ઠંડક આપતતો પાઉડર અને જ્યુસ.

v કુલીંગ પાવડર

સામગ્રી:

પાઉડર બનાવવાની સામગ્રી:

§ ૧ બાઉલ સાકર,

§ ૨ ચમચી વળીયારી,

§ ૧ ચમચી જીરું,

§ ૨ ચમચી ધાણા,

§ ૪-૫ નંગ એલચી.

રીત:

કુલીંગ પાઉડર બનાવવા માટે અપણે બધી જ ઠંડી વસ્તુઓ નો જ ઉપયોગ કરીશું કે જે આપણા આપણા શરીર ને અંદર થી ઠંડક પોહચાડે. તેના માટે આપણે લઈશું સાકર, વળીયારી, જીરું, ધાણા, અને એલચી.

હવે મિક્ષ્ચર ના જાર માં આપણે સૌપ્રથમ લઈશું, સાકર સાકર આપણને જેટલું પણ મીઠું પસંદ હોય એટલું લઇ શકીએ છે. ત્યાર બાદ તેમાં ઉમેરીશું વળીયારી જે પણ આપણા શરીર માટે ખુબ જ ઠંડી માનવામાં આવે છે. એ માટે આપણે તેમાં વળીયારી નું પ્રમાણ આપડી રીતે વધારી શકીએ છીએ. હવેઆપણે લઈશું જીરું, ધાણા અને એલચી.

બધી જ સામગ્રીઓ ને મિક્ષ્ચર ના નાના જાર માં ભેગી કરી તેને ક્રસ કરી લો. અને તેનો એકદમ બારીક પાઉડર બનાવવાનો છે.

હવે આપણે તે પાઉડર ને એક નાની બરણી માં ભરી લઈશું. અને તેને આખા ઉનાળા માટે સ્ટોર કરી રોજ ઉપયોગ કરી શકીશું.

નોંધ:

· પાઉડર માં તમને જે પણ સામગ્રી નો ટેસ્ટ પસંદ હોય તેનું પ્રમાણ માં વધારો ઘટાડો કરી શકો છો.

હવે આપણે બનાવીશું આ પાઉડર ની મદદ થી ઉનાળા નું કુલીંગ સરબત તેમજ જ્યુસ.

v સમર કુલીંગ ડ્રીંક

સમર કુલીંગ ડ્રીંક બનાવવાની સામગ્રીઓ:

નોંધ: નીચે આપેલી બધી જ સામગ્રીઓ ૧ ગ્લાસ માટે ની છે. પરંતુ બધી જ વસ્તુઓ આપણા શરીર ને ઠંડક આપનારી જ છે તેની આપણી રીતે તેમાં વધારો ક ઘટાડો કરી સકાય છે.

§ ૨ નાની ચમચી કુલીંગ પાઉડર.

§ ૧ મોટો ગ્લાસ દૂધ.

§ ૧ ચમચી પલાળેલા તકમરિયા,

૫-૬ નંગ કાળી પલાળેલી દ્રાક્ષ.

રીત:

સમર કુલીંગ ડ્રીંક બનાવવા માટે આપણે લઈશું કાળી દ્રાક્ષ તેને ૨ થી ૩ કલાક પેહલા પલાળી લેવી. જેથી તે સોફ્ટ થઇ જશે. હવે લઈશું તકમરિયા જેને પણ ૧-૨ કલાક પેહલા પલાળી લેવા. હવે લઈશું કુલીંગ પાઉડર જે આપણે આગળ બનાવ્યો. અને લઈશું દૂધ.

હવે મિક્ષ્ચર ના મોટા જાર માં આપણે સૌપ્રથમ લઈશું કાળી પલાળેલી દ્રાક્ષ. ત્યાર બાદ તેમાં ઉમેરીશું કુલીંગ પાઉડર. અને ઉમેરીશું દૂધ.

મિક્ષ્ચર માં મિક્ષ થઈ ગયા બાદ. ટેસ્ટ કરી આપણે તેમાં પાઉડર વધારે જોઈતો હોય તો પણ ઉમેરી શકીએ છે.

હવે આપણે ૨ સેર્વિંગ ગ્લાસ લઈશું. અને તેમાં સૌપ્રથમ ઉમેરીશું કાળી પલાળેલી દ્રાક્ષ. ત્યાર બાદ તેમાં ઉમેરીશું તકમરિયા. જે આપણા શરીર ને ખુબ જ ઠંડક આપે છે. હવે તેમાં ઉમેરીશું. આપણું કુલીંગ ડ્રીંક.

તો હવે તૈયાર છે. આપડું કુલીંગ ડ્રીંક. સેર્વ કરવા માટે. હજુ આ ડ્રીંક ને ઠંડુ કરવું હોય તો તેમાં બરફ ના ટુકડા પણ ઉમેરી શકાય છે.

હવે કુલીંગ પાઉડર અને સમર કુલીંગ ડ્રીંક ને એક પ્લેટ માં મૂકી સેર્વ કરીશું. તો તૈયાર છે એક એવો કુલીંગ પાઉડર કે જે તમે એક વખત બનાવી આખો ઉનાળો ઉપયોગ કરી શકીશો. અને કુલીંગ ડ્રીંક કે જે શરીર ને ઉનાળા ની લુ થી પણ બચાવશે તેમજ શરીર ને ઠંડક પણ અપશે.

નોંધ:

· આ કુલીંગ ડ્રીંક માત્ર માત્ર ઉનાળા માટે જ નહિ પરંતુ બધી જ ઋતુ માં પી શકાય છે.

· આ ડ્રીંક માં જો કુલીંગ જ્યુસ બનાવવું હોય તો દૂધ નો ઉપયોગ કરવો. અને

· આ જ રીત થી કુલીંગ શરબત પણ બનાવી શકાય જેમાં આપણે પાણી નો ઉપયોગ કરી શકીએ છીએ.

· આ ડ્રીંક દૂધ અને પાણી બને માં ખુબ જ સરસ લાગે છે.

· આ ડ્રીંક માત્ર કુલીંગ પાઉડર ઉમેરી ને બનાવી શકાય છે. એ પણ દૂધ અને પાણી બને જોડે.

· આ ડ્રીંક માં જો કાળી દ્રાક્ષ તેમજ તકમરિયા નો ઉપયોગ કર્યો છે. એ તમને પસંદ ના હોય તો તેને અવગણી પણ શકીએ છે.

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *