પાઉંભાજી – બહાર મળે તેનાથી વધુ ટેસ્ટી અને મસાલેદાર પાઉંભાજી, ઘરમાં બધાને પસંદ આવશે…

પાઉંભાજી:- બહાર રેસ્ટોરન્ટ માં મળે છે તેના કરતાં પણ વધુ સ્વાદિષ્ટ..

• મિત્રો આજે હું બજારમાં લારી અને રેસ્ટોરન્ટ માં મળે છે તેવી જ ટેસ્ટી અને ચટાકેદાર પાઉંભાજી ઘરે આસાનીથી કેવી રીતે બનાવવી તે બતાવીશ.

• તો વિડીયો રેસીપી દ્રારા શીખો પાઉંભાજી ની રેસીપી. રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

સામગ્રી:-

  • • 1 વાટકી સમારેલું ફુલાવર
  • • ½ વાટકી સમારેલું બીટ
  • • 2 સમારેલાં બટાકા
  • • 2 સમારેલા ગાજર
  • • 3 થી 4 સમારેલા ટામેટા
  • • ½ વાટકી વટાણા
  • • 2 ચમચી તેલ
  • • 1 ચમચી જીરું
  • • 2 ચમચી પાઉંભાજી મસાલો
  • • 2 ગ્લાસ પાણી
  • • 2 ચમચી તેલ
  • • 2 ચમચી બટર
  • • 1 ચમચી ઝીણા સમારેલા મરચાં
  • • 2 ઝીણી સમારેલી ડુંગળી
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • 2 ચમચી પાઉંભાજી મસાલો
  • • ચમચી કાશ્મીરી લાલ મરચું
  • • ચમચી કસ્તૂરી મેથી
  • • કોથમીર
  • • ચમચી આદું લસણની પેસ્ટ
  • • અડધો લીબું નો રસ
  • • 1 ગ્લાસ પાણી
  • • બટર & કોથમીર ગાનિૅશિગ માટે

રીત:-

• સ્ટેપ 1:-સૌપ્રથમ કુકરમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરુ અને પાઉંભાજી મસાલો ઉમેરી બધા જ વેજીટેબલ ( બટાકા, ફુલાવર, ગાજર, બીટ, ટામેટા, વટાણા) સ્વાદ પ્રમાણે મીઠું, પાણી ઉમેરી ઢાકણ બંધ કરી 3 સીટી વાગે ત્યાં સુધી કુક થવા દો. અને ગેસ બંધ કરી લો ને ઠંડું થવા માટે મૂકો.

• સ્ટેપ 2:-હવે એક મોટી કડાઈમાં તેલ અને બટર ગરમ કરવા માટે મૂકો. પછી તેમાં ઝીણા સમારેલા મરચાં, ઝીણી સમારેલી ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, પાઉંભાજી મસાલો, કાશ્મીરી લાલ મરચું, કસ્તૂરી મેથી, આદું લસણની પેસ્ટ, અને કોથમીર ઉમેરી ને બધું સાંતળી લો.

• સ્ટેપ 3:-લીબું નો રસ અને પાણી ઉમેરી લો. અને બધા જ બાફેલા વેજીટેબલ ઉમેરી લો. અને પોટેટો મેશર વડે મેશ કરી લો. 10 મિનિટ માટે કુક થવા દો. અને પાછું ફરી એક વાર મેશ કરી લો. અને કુક થવા દો. ઉપરથી પાઉંભાજી મસાલો ઉમેરો.

• સ્ટેપ 4:-બટર ઉમેરો. મિક્સ કરી લો. કોથમીર ઉમેરી લો અને સવૅ કરી લો. અને સવિૅંગ બાઉલમાં ઉપરથી બટર અને કોથમીર થી ગાનિૅશ કરો. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી બજાર જેવી પાઉંભાજી.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *