મીલ્ક પાવડર પ્રસાદપેડા – ડેરીમાંથી કે દુકાનમાંથી લાવવાની જરૂરત નથી, ઘરે જાતે જ બનાવો આ સરળ રીતે…

મીલ્ક પાવડર પ્રસાદપેડા :

મીલ્ક પાવડર પ્રસાદ પેંડા બનાવવા માટેની સામગ્રી

1.1/2 કપ મીલ્ક પાવડર

4ટેબલ સ્પૂન દેશી ઘી ( રૂમ ટેમ્પરેચર પર હોવુ જરુરી છે. )

¾ કપ મીલ્ક + ½ કપ મીલ્ક. (રૂમ ટેમ્પરેચર પર હોવુ જરુરી છે.)

3ટેબલ સ્પૂન બારીક ખમણેલુ કોપરુ (સૂકુ નારિયલ.)

2ટેબલ સ્પૂન કાજુ નો કરકરો ભૂકો.

½કપ સુગર પાવડર

1 ટેબલ સ્પૂન પીસ્તા ની કતરણ

*
મીલ્ક પેડાનુ મીક્સર બનાવવા ની રીત :


સૌ પ્રથમ3 ટેબલ સ્પૂન બારીક ખમણેલુ કોપરુ (સૂકુ નારિયલ.) માત્ર ગરમ પેન મા શેકી લો. (ડ્રાય રોસ્ટ). *ખમણેલા કોપરા નો કલર બદલે નહી પણ શેકાઇ જવુ જોઇએ.

તેમાસાથે2 ટેબલ સ્પૂન કાજુ નો કરકરો ભૂકો પણ ઉમેરી દ્યો. જેથી તેમા પણ સરસ ક્રંન્ચી ટેસ્ટ આવશે. બરાબર મીક્સ કરો.


હવે એક જાડા બોટમ નુ પેન લો, તેમા 1.1/2 કપ મીલ્ક પાવડર લો. તેમા 4 ટેબલ સ્પૂન પ્યોર દેશી ઘી અને ¾ કપ ફુલ ફેટ દૂધ ઉમેરો. (ફ્લેમ પર મુકવા નુ નથી.)


બધુ હલવીને બરાબર મીક્સ કરો.


• ટીપ્સ: દૂધ ની રેસિપિ બનાવતી વખતે હંમેશા જાડા બોટમ નુ પેન વાપરવુ.

હવે ગેસ ચાલુ કરી ને પેન તેના પર મૂકો. ધીમી ફ્લેમ ગેસ રાખો.


મિશ્રણ થોડુ ઘટ્ટ થાય ત્યા સુધી પકાવો.

ત્યાર બાદ એક્સ્ટ્રા લીધેલુ ½ કપ દૂધ માથી ¼ કપ દૂધ બનેલા ઘટ્ટ મિશ્રણ મા ઉમેરી બરાબર મિક્સ કરો.

ફરીમિશ્રણ થોડુ ઘટ્ટ થાય ત્યા સુધી પકાવો.

*ટીપ્સ : જો બધુ દુધ એકસાથે ઉમેરવા મા આવે તો ઘટ્ટ થયેલા લચકામા ચીકાશ લાગશે.થોડુથોડુ વારાફરતી ઉમેરવા થી થોડો ક્રમ્બલ ટેસ્ટ આવશે. બાકી વધેલુ¼ કપ દુધ ઘટ્ટ મિશ્રણ મા ઉમેરી, વધારે ઘટ્ટ થાય ત્યા સુધી પકાવો.

મિશ્રણપેન ની દીવાલ છોડે, અને પેડા નો શેઇપ આપી શકાય તેટલુ ઘટ્ટ લચકો બનાવો.

મીશ્રણને ધીમી ફ્લેમ પર જ પેડા બનાવી શકાય તેવો લચકો બનાવો.

*સંપુર્ણ રેસીપિ ધીમી ફ્લેમ પર જ બનાવવી. ફાસ્ટ ફ્લેમ પર બનાવવા થી મિશ્રણ બોટમ પર ચીટકીને દાઝી જવાથી રેસીપિનો ટેસ્ટ બદલી જશે.

*હવે બનેલા પેડા ના લચકાને રુમ ટેમ્પરેચર પર આવવા દ્યો.

મિશ્રણ થંડુથાય એટલેતેમા શેકેલુ બારીક ખમણેલુ કોપરુ અને કાજુ નો કરકરો ભૂકો પણ ઉમેરી દ્યો. બરાબર મિક્સ કરો.

*તમે આ સ્ટેપ પર પીસ્તા નો પાવડર અને બદામનો પાવડર પણ ઉમેરીશકો છો. જેથી રેસીપિ વધારે રીચ બની શકે છે.

*જો તમે કેશરી પેડા બનાવવા માગતા હોવ તો દુધ મા થોડા કેશર ના તાતણા ઓગાળી લચકા મા મિક્સ કરી શકો છો. ઠરી ગયા પછી લચકા મા ખાંડ નો પાવડર ઉમેરો.

બરાબર મિક્સ કરો.

*હથેળીમાં થોડુઘી લગાડી, એક ચમચી જેટલો લચકો લઇ ગોળો બનાવો.

તેનાપર થોડુ પ્રેસ કરી પેડાનો શેઇપ આપો.

બાકીના લચકાના પણ આ પ્રમાણે 20 પ્રસાદ પેડા બનાવો.

દરેકપ્રસાદ પેડા ને પીસ્તાની કતરણ થી ગાર્નિશ કરો.

*તમે મોદકના મોલ્ડમા પણ આમાથી મોદક શેઇપ બનાવી શકો છો.

*ખાસ કરીને આમા કોપરાનો ઉપયોગ કર્યો હોવાથી ગણેશોત્સવમાં તેનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા ગોંડલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *