પ્રસંગ માં રસોઈયા બનાવે એવી ગુજરાતી દાળ અને વટાણા વાળો ભાત…

આજે આપણે પ્રસંગ માં રસોઈયા બનાવે એવી ગુજરાતી દાળ અને વટાણા વાળો ભાત બનાવીશું.જે નાત માં પીરસાઈ એવો સુગંધ અને સ્વાદ સાથે જોઈશું.આ દાળ અને ભાત ક્યારેય મિસ ના કરવા તેની એક અલગ સુગંધ અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સુગંધ અને આ જ ટેસ્ટ આપણે ઘરે પણ મેળવી શકીએ છીએ.થોડી ઘણી ટિપ્સ છે અને રેસિપી છે ઘણા ના ઘર માં તો આ રોજ બનતી જ હોય છે જો ના બનતી હોય તો જરૂર થી ટ્રાય કરો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • તુવેર દાળ
  • હળદર
  • હીંગ
  • કોથમીર
  • આંબલી નો પલ્પ
  • મીઠું
  • ગોળ
  • રાઈ
  • જીરું
  • મેથી ના દાણા
  • આદુ મરચા ની પેસ્ટ
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • સીંગદાણા
  • વટાણા
  • લવિંગ
  • મરી
  • તજ
  • તમાલપત્ર
  • કાજુ
  • દ્રાક્ષ
  • ચોખા
  • તેલ
  • સુરણ
  • ટામેટા
  • મીઠા લીમડાના પાન

રીત

1- સૌથી પહેલા આપણે એક કપ ચોખા અને દાળ પલાળી લઈશું.તેને સરસ રીતે ધોઈ લઈશું.જો તમારી પાસે બાસમતી ચોખા હોય તો તે લેવા.હવે આ ચોખા ને પલાળી ને મૂકી દઈશું.આને આપણે અડધો કલાક પલાળી રાખીશું.

2- હવે આપણે એક કપ તુવેર દાળ લીધી છે તેને પણ ધોઈ ને આપણે પલાળી લઈશું.હવે આને પણ અડધો કલાક માટે રહેવા દઈશું.હવે આ દાળ ને બાફી લઈશું. બાફતી વખતે એક સ્પેશિયલ સામગ્રી એડ કરીશું.તો તેમાં સુરણ ના કટકા એડ કરીશું.જેથી લગ્ન પ્રસંગ માં બનતી દાળ જેવો જ ટેસ્ટ આવશે.

3- હવે તેમાં અડધી ટી સ્પૂન હળદર નાખીશું.જો સુરણ ના હોય તો બટેકા ના પીસ પણ એડ કરી શકો છો.આના થી દાળ ઘટ્ટ સરસ થાય છે.હવે દાળ માં બે કપ જેટલું પાણી એડ કરીશું.હવે આ દાળ ને બાફવા માટે મૂકી દઈશું.

4- દાળ ઉભરાય નઈ એટલે કૂકર ના ઢાંકણ પર થોડું તેલ લગાવી લઈશું. હવે તેની ત્રણ સીટી વગાડી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા ચોખા સરસ પલળી ગયા છે અને દાણો હાથ માં લેતા જ તૂટી જાય છે.અત્યારે આપણે ચોખા નું પાણી કાઢી લીધું છે. હવે એક પેન માં આપણે ઘી લઈશું.આ વઘાર આપણે ઘી થી જ કરીશું.હવે તેમાં ત્રણ લવિંગ લઈશું.

5- હવે એક ટુકડો તજ નો એડ કરીશું. ત્યારબાદ ત્રણ થી ચાર મરી એડ કરીશું. ત્યારબાદ એક તમાલપત્ર એડ કરીશું.હવે આમાં કાજુ અને દ્રાક્ષ એડ કરીશું.હવે તેમાં વટાણા એડ કરીશું.વટાણા થી સ્વાદ અને કલર બહુ સરસ દેખાય છે.હવે આપણે પોણા બે કપ પાણી એડ કરીશું.હવે આને પણ સેજ ઉકળવા દઈશું.

6- હવે આમાં અડધી ટી સ્પૂન મીઠું એડ કરીશું.હવે આપણે જે ચોખા પલાળી ને રાખ્યા હતા તે એડ કરીશું.હવે આને સરસ મિક્સ કરી લઈશું.પાણી સરસ ઉકળી રહ્યું છે પાણી બધું સોસાઈ ના જાય ત્યાં સુધી કુક કરી લઈશું હવે આને હલકા હાથે મિક્સ કરી અને પાણી ઘણું ઓછું થઈ ગયું છે હવે આને ઢાંકી ને બધું પાણી બળી ના જાય ત્યાં સુધી તેને થવા દઈશું.

7- હવે પાંચ મિનિટ પછી તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણાં ભાત ચડી ગયો છે હવે આને બે મિનિટ ખુલ્લો રહેવા દઈશું.સરસ છૂટો ભાત થયો છે.હવે ગેસ બંધ કરી દઈશું.હવે ભાત સર્વીંગ માટે રેડી છે હવે તેને બાઉલ માં કાઢી લઈશું.હવે દાળ પણ બફાઈ ગઈ છે.હવે તેને એક રસ કરવા માટે બ્લેન્ડર ની મદદ થી એકરસ કરી લઈશું.

8- અત્યારે તમે દાળ જોઈ શકો છો કે જાળી છે પણ જેમ જેમ ઉકળશે.તેમ તેમ જાડી થશે એટલે તેમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું.જેથી તે સરસ પાતળી થઈ જાય.હવે આમાં બે ટેબલ સ્પૂન જેવા સીંગદાણા એડ કરીશું.હવે તેમાં સુરણ ના ઝીણા ઝીણા ટુકડા એડ કરીશું.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું.

9- હવે આમાં બે ટેબલ સ્પૂન ધાણાજીરુ પાવડર એડ કરીશું.હવે તેમાં દોઢ ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું.હવે તેને ઉકળવા દઈશું.ત્યારબાદ તેમાં ગોળ નાખીશું.હવે આમાં એક ટેબલ સ્પૂન આદુ મરચા ની પેસ્ટ એડ કરીશું.અત્યારે જ આ દાળ ની સુગંધ બહુ સરસ આવે છે.

10- હવે બે ટેબલ સ્પૂન આંબલી પલાળી ને રાખી હતી તે એડ કરીશું. પ્રસંગ ની દાળ માં આંબલી નો જ ટેસ્ટ આવે છે. હવે આમાં મેથી ના દાણા એડ કરીશું.જેથી તેની સાથે બધું ઉકળી જાય.આ દાળ ને પંદર થી વીસ મિનિટ ઉકળવા દઈશું.અત્યારે દાળ પાતળી લાગે છે આપણી દાળ ઉકળી ગઈ છે હવે તેનો વઘાર તૈયાર કરી લઈશું.હવે આપણે એક કડાઈ માં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું.

11- હવે તેમાં એક ચમચી રાઈ એડ કરીશું.હવે તેમાં ત્રણ લવિંગ એડ કરીશું.હવે આમાં તજ નો ટુકડો એડ કરીશું.હવે આમાં બે તમાલપત્ર એડ કરીશું.હવે આમાં ત્રણ લાલ મરચા એડ કરીશું,હવે આમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું.હવે તેમાં હીંગ એડ કરીશું.તમે ગેસ ને ધીમો જ રાખો જેથી વઘાર બળી ના જાય.હવે તેમાં બે ટામેટા ઝીણા સમારેલા એડ કરીશું.

12- હવે તેમાં થોડું પાણી એડ કરીશું. આમ કરવાથી મસાલા બળતા નથી. હવે એક મિનિટ માટે ટામેટા ને ઉકળવા દઈશું.હવે આપણી દાળ માં એડ કરીશું.વઘાર એડ કરતા જ દાળ ની સુગંધ છે તે વધી જશે.અને દેખાવ માં પણ ખૂબ જ સરસ દેખાય છે હવે વઘાર એડ કર્યા પછી દાળ ને પાંચ મિનિટ ઉકળવા દઈશું.હવે પા કપ કોથમીર એડ કરીશું.અહીંયા આપણે ફ્રેશ કોથમીર એડ કરીશું.હવે આ ગરમા ગરમ દાળ પીરસવા માટે રેડી છે.

13- આમાં આપણે આખા મસાલા એડ કર્યા હતા તે કાઢી શકો છો અથવા રહેવા પણ દઈ શકો છો.તો ચાલો હવે તેને પીરસી દઈએ.તો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા સરસ ગુજરાતી દાળ ભાત.તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *