બાળકો ને લંચ બોક્સ માં કે પ્રવાસમાં લઈ જઈ શકો એવો સરસ નાસ્તો

આજે આપણે જોઇશું કે બાળકો ને લંચ બોક્સ માં કે પ્રવાસમાં લઈ જઈ શકો એવો સરસ નાસ્તો બનાવીશું.અહીંયા આપણે સાદા ખાખરા લઈશું આ બગડશે નહી આ એકદમ ટેસ્ટી બને છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • સાદા ખાખરા
  • લીલા મરચા
  • બૂરું ખાંડ
  • મીઠું
  • લાલ મરચું પાવડર
  • હળદળ
  • મીઠા લીમડાના પાન
  • તેલ
  • દાળિયા
  • જીરું
  • કાજુ
  • દ્રાક્ષ
  • સીંગદાણા

રીત

1- આપણે અહીંયા આઠ ખાખરા લઈશું અને સાદા જ લેવાના છે તો સૌથી પહેલા આપણે ખાખરા ને ભાગી નાખીશું,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તે રીતે બધા ખાખરા નો ભુક્કો કરી લઈશું.

2- હવે બધા ખાખરા નો ભુક્કો રેડી છે હવે એક કડાઈમાં બે ચમચી તેલ લઈ લઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં હવે સીંગદાણા શેકી લઈશું, સીંગદાણા થોડા શેકાય જાય એટલે તેમાં થોડા દાળિયા નાખીશું.

3- હવે દાળિયા થઈ જાય એટલે તેમાં થોડા કાજુ અને દ્રાક્ષ નાખીશું સાથે બે લીલા મરચા સમારેલા નાખીશું, ત્યારબાદ થોડો મીઠો લીમડો નાખીશું. હવે આમાં અડધી ચમચી જીરૂ એડ કરીશું.

4- હવે તેમાં અડધી ચમચી જેટલા તલ એડ કરીશું હવે બધું મિક્સ કરી લઈશું, હવે બધું રોસ્ટ થવા દઈશું,હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું,હવે જે ખાખરા નો જે ભુક્કો કર્યા હતો તે આમાં એડ કરીશું.

5- તમે ખાખરા ખાઈ ને કંટાળી ગયા હોય તો આ એક યુનિક રેસિપી છે આવો ચટપટો નાસ્તો ચા સાથે બનાવી ને ખાસો તો બી મજા આવશે નાના બાળકો ને ટિફિન બોક્સ માં આપશો તો પણ મજા આવશે.

6- ખાખરા તો ગુજરાતીઓ નું મનપસંદ નાસ્તો છે હવે આપણે આમાં થોડું મીઠું નાખીશું, ત્યારબાદ એક ચમચી બૂરું ખાંડ નાખીશું,આ તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો.

7- હવે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું અહીંયા આપણે અડધી ચમચી એટલે નાખીએ છીએ કે આપણે પહેલા લીલા મરચા એડ કરેલા છે.હવે બરાબર મિક્સ કરી લઈશું હવે ગેસ બંધ કરી દઈશું.

8- હવે તૈયાર છે ખાખરા નો ચેવડો.તમે જરૂર થી ટ્રાય કરજો એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો એકવાર ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *