પુડલા, ઢોંસા કે પછી રોટલી તવામાં વારંવાર ચોંટી જાય છે? તો તવા પર લગાવી દો આ એક વસ્તુ, પછી નહિં ચોંટે જરા પણ

પુડલા, ઢોસા કે પછી રોટલી તવીમાં વારંવાર ચોટી જાય છે? તો આપે લગાવી દેવી જોઈએ આમાંથી કોઈપણ એક વસ્તુ, આપની ચિંકણી તવી પણ થઈ જશે ચોખ્ખી…

આપ જાણતા હશો જ કે, કિચનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. આવી જ કેટલીક સમસ્યાઓ માંથી એક સમસ્યા છે તવી કે પછી કોઈપણ વાસણમાં ભોજનનું વારંવાર ચોટી જવું. જો આપની સાથે પણ આવું થાય છે તો આપ સરળતાથી આ ટીપ્સ અપનાવીને પોતાનું કામ સરળ કરી શકો છો.

મોટાભાગની ગૃહિણીઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આપ જે તવી દરરોજ ઉપયોગમાં લઈ રહ્યા છો તેમાં ભોજન ખુબ જ વધારે ચોટી જવાના લીધે ખરાબ થઈ જાય છે. એટલું જ નહી, આવી તવીમાં આપ જયારે ઢોસા, ઉત્તપમ બનાવો છો ત્યારે તે ચોટી જાય છે અને તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે. જો આપની સાથે પણ આવું થાય છે તો આપના માટે કેટલાક એવા સરળ ઉપાયો વિષે જણાવીશું જે આપના માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

તવીની આ સમસ્યાનો સામનો ઘણી બધી ગૃહિણીઓ કરતી હોય છે. ગૃહિણીઓને આ મુશ્કેલી માંથી છુટકારો મેળવવા માટે કેટલીક નાના નાના અને સરળ ઉપાયો અપનાવીને આપની મુશ્કેલીને દુર કરી શકો છો.

image source

લોટની મદદથી સાફ કરો તવી:

જો આપ ઢોસા, ઉત્તપમ કે પછી એવી કોઈપણ વસ્તુ બનાવી રહ્યા છો અને તે આપની તવી પર ચોટી જાય છે તો આપે સૌથી પહેલા તે તવીની ચીકાશને દુર કરવાની રહેશે, આની પહેલા બનાવવામાં આવેલ ભોજનણી ચીકાશ તેમાં રહી ગઈ હોય છે. તે ચીકાશને દુર કરવા માટે આપે તવીમાં થોડોક લોટ નાખવો. લોટને તવી પર નાખ્યા બાદ તેને આંગળીઓની મદદથી ઘસી દેવો. હવે આપ જોઈ શકશો કે, તવીમાં રહેલ ચીકાશ લોટ સાથે ચોટી જઈને ચીકાશ દુર થતી જોવા મળશે. એની સાથે જ અગાઉ બનાવવામાં આવેલ ભોજનના કણો પણ લોટની સાથે આવી જશે. તવીમાં રહી ગયેલ તેલ અને ખોરાકના કણ બળી જઈને ભોજનનો સ્વાદ ખરાબ કરી શકે છે. આ ઉપાય આપના માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

નોંધ: આપે યાદ રાખવું કે, આ ઉપાય કરતા સમયે તવી પર કોઈપણ પ્રકારની ભીનાશ હોવી જોઈએ નહી. નહિતર ભીનાશના કારને લોટ તવી પર ચોટી જશે.

image source

વાસી થઈ ગયેલ બ્રેડની મદદથી તવીને સાફ કરો.:

આપ વાસી બ્રેડની મદદથી પણ તવી પર રહેલ ચીકાશને દુર કરી શકો છો. આપે ભીનાશ વાળી તવી પર ૧-૨ દિવસની વાસી થઈ ગયેલ બ્રેડને ઘસવી. તવીના કોર્નર પર પણ બ્રેડને સારી રીતે ઘસી લેવી. આવી રીતે તવી પર બ્રેડ ઘસીને તવીમાં રહેલ વધારાનું તેલ, ખોરાકના કણ અને બળી ગયેલ ભોજન પણ નીકળી જાય છે. બ્રેડ ઘસવાથી આપને લાભ થશે કે, તવી ધોઈ લીધા પછી પણ તવીમાં રહી ગયેલ સાબુ નીકળી જશે.

નોંધ: આપે કોઈપણ વસ્તુ બનાવતા પહેલા વાસી બ્રેડ ઘસવાથી તવીમાં રહેલ ચીકાશ ખુબ જ ઓછી થઈ જશે.

તવીને હંમેશા કોરી કરીને જ મુકવી:

image source

તવીમાં આપ ભલે ફક્ત રોટલી બનાવી રહ્યા હોવ, ઢોસા, ઉત્તપમ બનાવો છો જો આ બધું બનાવી લીધા બાદ તવી યોગ્ય રીતે ધોવામાં અંતહી આવતી તો તેના લીધે કેટલીક મુશ્કેલીઓ થઈ શકે છે. જો કે, તવીમાં સાબુનું રહી જવું ઘણી સામાન્ય બાબત છે તેમજ તવી ધોયા બાદ લૂછવાનું રહી જતું હોય છે તેના લીધે સાબુના કણ ચોટી જાય છે અને તવીમાં ચીકાશ રહે છે. એટલા માટે આપે તવીને હંમેશા કોરી કરી લીધા બાદ જ મુકવી જોઈએ.

નોંધ: તવીને વારંવાર સ્ક્રબથી ઘસવી નહી. આમ કરવાથી તવી પાતળી થઈ જાય છે અને ભોજન વારંવાર ચોટે છે.

એક જ તવીનો વધારે વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ કરવો નહી.:

image source

જો આપ એક જ તવી પર રોટલી, પરોઠા, ઉત્તપમ, થેપલા વગેરે વસ્તુઓ બનાવો છો તો આપની તવી હંમેશા ચીકણી જ રહે છે જેના લીધે આપ ગમે તેવું ભોજન બનાવો તેનો સ્વાદ ખરાબ થઈ શકે છે. આપે રોજીદી રોટલી અને પરોઠા બનાવવા માટે જુદી તવીનો ઉપયોગ કરવો જોઈએ અને કોઈ સ્પેશીયલ વાનગી બનાવવા માટે જુદી તવીનો ઉપયોગ કરવો જોઈએ.

નોંધ: નોન- સ્ટીક કે પછી ટેફલોન કોટિંગ ધરાવતી તવીનો ઉપયોગ આપ ઢોસા અને અન્ય વસ્તુઓ બનાવવા માટે સારી રહે છે. જયારે રોજીંદી રોટલી અને પરોઠા બનાવવા માટે લોખંડની તવીનો ઉપયોગ કરવો વધારે સારો રહે છે.

image source

ઘણી જૂની તવીને બદલી દેવી જોઈએ:

કેટલીક વાર આપણે ઘણા વર્ષો સુધી એક જ તવીનો ઉપયોગ કરતા હોઈએ છીએ જે ઘણું ખોટું છે. જૂની તવી ભોજનને મોટાભાગે ખરાબ કરી શકે છે અને તેમાં ભોજન ચોટે પણ છે. આપના માટે આ આવશ્યક છે કે, આપને સમયે સમયે તવી બદલતા રહેવું જોઈએ.

Published
Categorized as Tips

Leave a comment

Your email address will not be published. Required fields are marked *