ક્રંચી પફ્ડ રાઇસ બોલ્સ – શિયાળામાં ખાસ બનાવો આ મમરાના લાડુ અને પરિવાર સાથે આનંદ માણો…

ક્રંચી પફ્ડ રાઇસ બોલ્સ :

શિયાળા ની ઠંડીમાં વિવિધ પ્રકારની ચીકીઓની સાથે સાથે બધાને પ્રિય એવી પફ્ડ રાઇસ (મામરા)ની ચીકી કે પફ્ડ રાઇસ બોલ્સ – મમરા ના લાડુ પણ બનાવાવામાં આવે છે. તેની સાથે ડ્રાય ફ્રુટ પણ મિક્સ કરી શકાય છે. પફ્ડ રાઇસ – મમરા – એ અનાજ છે. સામાન્ય રીતે વરાળનુ હાઇ પ્રેશર આપીને ચોખાની કર્નલો ગરમ કરી ને મમરા તૈયાર કરવામાં આવે છે.

તેમાં પ્રોટીન, ફાઇબર, કર્બોહાઇડ્રેટ્સ, વિટમિન બી 1 અને બી 3 અને ફોલેટ સારા એવા પ્રમાણમાં છે. તેમાં કેલશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક અને પોટેશિયમ રહેલું છે. તેમાંથી વેઇટ લોસ થઇ શકે તેવા સ્નેક્સ બનાવી શકાય છે.

મમરાનો ઉપયોગ ખાસ કરીને નાસ્તા માટે કરવામાં આવે છે. સ્ટ્રીટ ફુડ.. ચાટ, ભેળપૂરી માં ખાસ વાપરવામાં આવે છે. હેલ્ધી વાનગીઓ બનાવવા માટે પુફ્ડ રાઇસને શાક્ભાજી, ફ્રુટ, ડ્રાય ફ્રુટ અને ચટણીઓમાં મિક્સ કરવામાં આવે છે. ભરેલા શાક બનાવાવા માટેના મસાલામાં તેમજ બાઇંડિંગ માટે પણ ગ્રાઇંડ કરીને પફ્ડ રાઇસનો ઉપયોગ કરવામાં આવે છે.

તેને હળદરથી વઘારીને ઓઇલમાં રોસ્ટ કરી, તેમાં સોલ્ટ, લાલ મરચુ, સુગર ઉમેરી સ્પાયસી બનાવી, તેમાં વધારે ક્રંચી ટેસ્ટ લાવવા માટે રોસ્ટેડ પીનટસ અને કેશ્યુ ઉમેરી, મિક્સ કરી, સેવ ઉમેરીને ખાવામાં આવે છે. એ બહુ લોકપ્રીય છે. બીજા ફરસાણ માં પણ મિક્સ કરવામાં આવે છે

પુફ્ડ રાઇસને એર ટાઇટ ક્ન્ટેઇનરમાં સ્ટોર કરવામાં આવે છે, કેમકે તેમાં જલ્દીથી હવા લાગી હવાઇ જાય છે.

પફ્ડરાઇસ ની સ્વીટ વાનગી પણ બને છે, આજે હું તમને પફ્ડ રાઇસ બોલ્સની રેસિપિ આપી રહી છું. જે ગોળ સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે, તેનો સરસ ક્રંચી જગરી સ્વીટ ટેસ્ટ બાળકોને તો ખૂબજ ભાવશે.

ક્રંચી પફ્ડ રાઇસ બોલ્સ બનાવવા માટેની સામગ્રી :

  • ¾ કપ ઓર્ગેનિક ગોળ (તેનો કલર થોડો ડાર્ક હોય છે)
  • 2 કપ પફ્ડ રાઇસ (મમરા)
  • 1 ટી સ્પુન દેશી ઘી

એક થીક બોટમની કડાઇ લ્યો. સ્લો ફ્લૈમ પર ગરમ કરો.

તેમાં 2 કપ પફ્ડ રાઇસ ઉમેરી સૌ પ્રથમ તેને સ્લો ફ્લૈમ પર સતત હલાવતા રહીને ક્રંચી થાય ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરી લ્યો.

*પફ્ડ રાઇસની ચીક્કી બનાવવી હોય કે બોલ્સ બનાવવા હોય, હંમેશા સૌ પ્રથમ તેને ડ્રાય રોસ્ટ કરવાનું ભૂલશો નહિ. તેમ કરવાથી લાંબો ટાઇમ તેનો ક્રંચ જળવાઇ રહેશે.

હવે રોસ્ટ કરેલા પફ્ડ રાઇસને પ્લેટમાં ટ્રાંસફર કરી ઠરવા દ્યો. તેમ કરવાથી જલ્દીથી ઠરી જશે અને પફ્ડ રાઇસ એક્દમ ક્રંચી થઇ જશે.

હવે થીક બોટમવાળી કડાઇ લઇ તેમાં 1 ટી સ્પુન ઘી ગરમ કરો. (ઘી ઓર્ગેનિક ગોળને ક્રંચી ટેસ્ટ આપશે).

ત્યારબાદ તેમાં ¾ કપ ઓરગેનિક ગોળ કાપીને કે ભૂકો કરીને ઉમેરો.

ઘી અને ગોળ મિક્સ કરી મિડિયમ ફ્લૈમ પર હલાવતા રહો.

સતત 3 મિનિટ સુધી સતત હલાવતા રહો. ગોળનો થોડો વધારે ડાર્ક કલાર થઇ જશે. અને તેમાં બબલ થઇ ગોળ એકદમ ફ્લફી થઇ જશે.

ગોળ ની પાઇ બરાબર થઇ છે કે નહી તે ચેક કરવા માટે નાના બાઉલ માં હાફ બાઉલ જેટલું પાણી લઇ ફ્લફી થયેલા ગોળના 2-3 ડ્રોપ્સ તવેથાથી પાણીમાં મૂકો.

પાણીમાં મૂકેલા ગોળના ડ્રોપ્સ જો તરત જ, એકદમ ક્રંચી થઇ જાય તો પાઇ બરાબર રેડી છે. હવે તેમાં પફ્ડ રાઇસ ઉમેરવાના છે.

હવે ફ્લૈમ એક્દમ સ્લો કરીને તેમાં પફ્ડ રાઇસ ઉમેરી ઝડપથી હલાવી સરસ મિક્સ કરી લ્યો. હલાવીને બધા જ પફ્ડ રાઇસ ગોળથી કવર થઇ જાય એ રીતે હલાવો. કડાઇ ફ્લૈમપર થી ઉતારી લ્યો.

મિશ્રણ માંથી નાનો બોલ બને એટલું મિશ્રણ હાથમાં લઇ, હલકા હાથે નાનો બોલ – લાડુ બનાવો.

એજ રીતે બાકીના ગરમ મિશ્રણમાંથી બધા બોલ્સ બનાવી લો. મિશ્રણ ઠરી જશે તો બોલ્સ બનશે નહિ. એટલે ઝડપથી બોલ્સ વાળી લેવા.

પ્લેટ માં મૂકી બધા પફ્ડ રાઇસ બોલ્સ ઠરવા દ્યો. ત્યાર બાદ જ એર ટાઇટ કંટેઇનરમાં સ્ટોર કરો.

હેલ્ધી – ક્રંચી પફ્ડ રાઇસ બોલ્સ બાળકોને લંચ બોક્સ માં પણ આપી શકાય છો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *