મમરા અને દાળિયાના લાડુ – ઉત્તરાયણમાં હવે ફક્ત મમરાના લાડુ નહિ પણ લાડુ જરૂર બનાવજો.

ઉત્તરાયણ એટલે અલગ અલગ નાસ્તો , ઊંધિયું , શેરડી , બોર ખાવાની અને પતંગ ચગાવાની મજા . આ બધા નાસ્તા ની સાથે જ નાના મોટા દરેક ને પસંદ છે તેવા મમરા ના લાડુ તો દરેક ની પસંદ હશે. તો ચાલો આજે આપણે મમરા અને દાળિયા ના લાડવા બનાવની રેસીપી જોઈએ.

ખુબ જ સરળ અને ઝટપટ બને છે અને ઠંડી માં ખાવા પણ ખુબ ગુણકારી છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

  • ૩ કપ – મમરા
  • ૧/૨ કપ – દાળિયા
  • ૧ કપ – ગોળ
  • ૧.૫ ચમચી ઘી

બસ આટલી જ સામગ્રી માં બની જશે આ હેલ્થી અને ક્રિસ્પી એવા લાડુ , સૌ થી પેલા એક નોન સ્ટિક કે જાડા તળિયા વાળું વાસણ લઇ અને તેમાં ઘી ગરમ કરવા મૂકી દો. ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી દેવાનો છે. ગોળ ને ધીમા ગેસ પર હલાવતા હલાવતા ઓગાળવાનો છે.

ગેસ ધીમો જ રાખવાનો છે તે ખાસ ધ્યાન રાખવું. ધીમે ધીમે ગોળ ઓગળતો જશે અને બધો ગોળ ઓગળી જશે એટલે બબલ્સ આવા લાગશે. આ બબલ્સ આવવા લાગે એટલે ગેસ ને બંધ કરી દેવાનો છે અને પછી તેમાં મમરા નાખી દેવાના છે.  મમરા ને નાખતા પેલા ૨-૩ મિનિટ રોસ્ટ કરી લેવાના છે જેથી મમરા નો બધો ભેજ નીકળી જશે અને મમરા લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે.

મમરા નાખ્યા બાદ દાળિયા નાખી દેવાના છે , અને આ બધી વસ્તુ ને ઘીને ધીમે હલાવી અને મિક્સ કરી દેવાની છે , બધા મમરા અને ગોળ બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી આ મિશ્રણ ને એક ડીશ માં નીકળી લો,

હથેળી પર પાણી લગાવી લો અને નાની કે મોટી જે સાઈઝ પસંદ હોય તેમ લાડવા બનાવતા જવાના છે , મમરા હાજી ગરમ જ હશે એટલે ધ્યાન થી પાણી વાળા હાથ કરી ને જ લાડવા બનાવવા. આ રીતે બધા લાડવા બનાવી લો અને આ લાડવા ને તમે એર ટાઈટ ડબ્બા માં લાંબા સમય સુધી સાચવી શકો છો.

આ ઉત્તરાયણ ઉપર હેલ્થી અને ક્રિસ્પી એવા મમરા અને દાળિયા ના લાડુ જરૂર થી બનાવી લેજો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *