પુરણપોળી આઈસ્ક્રીમ – ગરમીમાં અવનવી ફ્લેવરના આઈસ્ક્રીમ ખાવાનું પસંદ છે? તો બનાવો આ નવીન આઈસ્ક્રીમ…

આજે આપણે પુરણપોળી આઈસ્ક્રીમ બનાવવાની એકદમ યુનિક રેસિપી જોઈશું.પુરણપોળી નો આઈસ્ક્રીમ ચોંકી ગયા ને? અને આ નાના બાળકો નો તો ફેવરીટ હોય છે જ અને ઘર માં દરેક ને પસંદ આવશે જ.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે આ વાનગી બને છે.

સામગ્રી :

  • ફ્રેશ ક્રીમ
  • ખાંડ
  • બાફેલી તુવેર દાળ
  • મિલ્ક પાવડર
  • કન્ડેન્સ મિલ્ક

રીત

1- ચાલો જોઈ લઈએ આગળ ની પ્રોસેસ.હવે એક પેન લઈશું તેમાં ૧/૪ કપ બાફેલી દાળ લઈશું તેને પેન માં લઈ લઈશુ.ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન ખાંડ નાખીશું,હવે તેને ધીમા ગેસ પર હલાવી લઈશું.

2- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખાંડ ઓગળી જવા આવી છે હવે એકદમ લીક્વીડ જેવું થઈ ગયું છે હવે થોડું ઘટ્ટ થઈ ગયું છે વધારે પુરણપોળી જેવું નથી કરવાનું.હવે તેને ઠંડુ થવા દઈશું,હવે આઈસ્ક્રીમ નું મિશ્રણ તૈયાર કરીશું.

3- હવે આપણે એક મોટો બાઉલ લઈશું તેમાં આઈસ ક્યૂબ લઈશું,હવે એક બીજો બાઉલ લઈશું જે તેના થી નાનો હોય જે તમે વીડિયોમાં જોઈ શકો છો હવે એક કપ ફ્રેશ ક્રીમ લઈશું. હવે તેમાં ૩/૪ કપ મિલ્ક પાવડર એડ કરીશું.

4- હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. આપણે નીચે બરફ એટલા માટે મુક્યો છે જેથી તે ઘી ના બની જાય.હવે આ બરાબર મિક્સ થઈ ગયું છે હવે તેમાં અડધો કપ કન્ડેન્સ મિલ્ક એડ કરીશું, હવે બરાબર મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલો હેલ્ધી આઈસ્ક્રીમ બની રહ્યો છે.

5- હવે આઈસ્ક્રીમ નો બેઝ તૈયાર થઈ ગયો છે.હવે તેમાં પુરણ એડ કરીશું, હવે તેને સેટ કરવા મુકીશું. હવે એક ડબ્બો લઈશું તેમાં તેને ઉમેરિસું, જે આઈસ્ક્રીમ બનાવ્યું છે તે હવે તેને સેટ કરવા મુકીશું લગભગ દસ થી બાર કલાક ફ્રિઝર માં.

6- હવે દસ થી બાર કલાક થઈ ગયા છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે પુરણપોળી આઈસ્ક્રીમ માં તેનું ગ્લેસ તૈયાર કરી લઈશું.તેના માટે એક ચમચી બાફેલી દાળ લઈશું.

7- હવે બે ચમચી ખાંડ એડ કરીશું. આનો પાયો નથી બનાવવાનો.હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ લીક્વીડ ટાઈપ નું થઈ ગયું છે હવે ગેસ બંધ કરી દઈશું.

8- હવે આને ઠંડુ થવા દઈશું ત્યારબાદ તેને સર્વે કરી લઈશું.એક બાઉલ માં આઈસ્ક્રીમ ને કાઢી લઈશું હવે આઇસક્રીમ મુકીશું તેના ઉપર આપણે જે હમણાં રેડી કરી હતી તે ગ્લેસ એડ કરીશું.તો રેડી છે ઠંડો ઠંડો પુરણપોળી આઈસક્રીમ.તો તમે ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *