ઉનાળો ચાલી રહ્યો છે તો શરીરને પુરતું પાણી ના મળે તો શું થઇ શકે છો જાણો છો?

beautiful young woman drinking water in the morning

તો તમારા શરીરમાં ફેટની જમાવટ થઈ શકે છે. તમારા મસલ્સ નબળા પડી શકે છે, આંતરડા નબળા પડી કબજીયાત જેવા રોગો ઘર કરી શકે છે. માણસને જીવન જીવવા માટે હવા પછી પાણી સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે ખોરાક વગર કદાચ 2 મહિના રહી શકીએ છીએ પરંતુ પાણી વગર અમુક દિવસોથી વધુ જીવી શકાતું નથી. આમ છતાં પણ મોટાભાગના લોકો જરૂરિયાત પૂરતું પાણી પીતાં નથી અને ડીહાઇડ્રેશનથી શરીરને નુકસાન કરતાં હોય છે.પાણી વગર આપણા શરીરમાં ઝેર ફેલાઈ શકે છે. જ્યારે કિડની યુરીક એસીડ અને યુરીયા પુરુ પાડે છે ત્યારે તેને પાણીમાં ઓગાળવાની જરૂર પડે છે. જો પૂરતું પાણી ના પીવામાં આવે અને આ કચરો જો ના નીકળે તો કિડની સ્ટોન્સ થઈ શકે છે. પાણી આંતરડામાં ઓછું મળે તો કબજીયાત થઈ શકે છે. તમે કોઈવાર પાણી વગરના ઝાડને નોટીસ કર્યા છે ? જો તમે બરાબર પાણી નહીં પીવો તો તમારા ચહેરાની અને વાળની દશા પણ ચીમળાયેલા ઝાડ જેવી જ થશે. તમે સવારે ઉઠો ત્યારે 2 ગ્લાસ પાણી પીવો. વચ્ચે જ્યારે તરસ લાગે અથવા જો યાદ આવે તો એક ના બદલે બે ગ્લાસ પાણી પીવો, રાત્રે સૂતા 2 ગ્લાસ પાણી પીવો, પાણી તમને તંદુરસ્તી આપશે અને ઘણાબધા રોગોથી દૂર રાખશે, વજન પણ ઓછું કરશે.
બહેનશ્રી,
મારી દિકરીને 3 મહિના થયા છે. આપણા જમાનામાં તો પ્રેગ્નન્સીમાં તેલ, ઘી ખાઈને વજન વધારી દેતા હતા, પણ મારી દિકરી વજન ના વધે તે માટે કાંઈ ખાતી જ નથી. હું શું ધ્યાન રાખું તે સમજાવશો ?શરૂઆતમાં ભૂખ ઓછી લાગતી હોય છે. સવારના સમયે ઉબકા વિગેરે આવતા હોવાથી ખાવાનું ભાવતું હોતું નથી. માટે થોડા-થોડા સમયે થોડું થોડું ખાવું જરૂરી છે. થોડા સમયે ખાવાથી એસિડીટી, ગેસ વિગેરે પણ ઓછા થાય છે.

પાણી અને પ્રવાહી ખોરાકનો ઉપયોગ વધુ કરવો. પાણીથી ઇલેક્ટ્રોલાઇટ્સ બેલેન્સ થશે. પરંતુ ઠંડાપીણા અને ખાંડવાળા શરબતોથી દૂર રહેવું. દૂધ અને દહીં, પનીર વધુ પ્રમાણમાં વાપરી શકાય, પરંતુ દૂધ મલાઈ વગરનું વાપરવું.
શાકભાજી અને ફ્રુટ્સમાં મીરલન્સ, વિટામીન, પોલીન્યુટ્રીઅન્ટ્સ એન્ટીઓક્સીડન્ટ મળે છે. તોફુ (સોયાપનીર) દહીં, દૂધ, વટાણા, પનીર, ચીઝ, નટ્સ, અને કઠોળમાંથી પ્રોટીન મળે છે. આખા અનાજ, બ્રાઉન રાઇસ, જુદા જુદા લોટમાંથી કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ મળે છે.
પ્રેગ્નેન્સી દરમિયાન બે વ્યક્તિનો ખોરાક ખાવાની કોઈ જ જરૂર નથી. વધુ પડતાં ઘી, તેલ વાપરવાથી ફક્ત વજન જ વધશે. પ્રેગ્નેન્સીમાં દરેક સ્ત્રીને જુદી-જુદી વસ્તુઓ ખાવાનું મન થતું હોય છે. પરંતુ વધુ પડતું ગળ્યું જ ખાવાનું મન થાય તો મલાઈ વગરના દૂધમાંથી બનાવેલા શ્રીખંડ અથવા ખીર ખાઈને ચલાવવું અથવા તો ઓછામાં ઓછા ઘીમાં મીઠાઈ બનાવીને ખાવી. પ્રેગ્નન્ટ સ્ત્રીને દિવસ દરમિયાન ફક્ત 300 કેલેરી જ વધુ જોઈતી હોય છે. અને તે પણ બને તેટલી પ્રોટીનવાળા ખોરાકમાંથી જ લેવી. બાળકના સારા વિકાસ માટે ખોરાકમાં વધુ આયર્ન અને કેલ્શીયમ હોવું જરૂરી છે. માટે દરરોજની 1 ઝૂડી ભાજી વાપરવી અને બને તો રોટલી રાગીના લોટની ખાવી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *