રગડા પેટીસ – બનાવવામાં સરળ અને ખાવામાં ટેસ્ટી મસાલેદાર એકવાર ઘરે બનાવશો તો બહાર ખાવા નહિ જઉં પડે…

બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત.

સામગ્રી :

– 1 કપ સફેદ વટાણા

– પા ચમચી હળદર

– અડધી ચમચી મરચુ

– 2 મોટી ચમચી આદુ-મરચાની પેસ્ટ

– અડધો ચમચી ગરમ મસાલો

– સ્વાદાનુસાર નમક

– પા ચમચી રાઈના દાણા

– 6 લીમડાના પાન

– ચપટી હીંગ

– 2 મોટી ચમચી તેલ

પેટીસ બનાવવા માટે સામગ્રીઃ

– 1 કિલો બટેટા

– 2 મોટી ચમચી કોર્ન ફ્લોર

– સ્વાદાનુસાર નમક

– પા કપ કોથમીર

– આદુ

– અડધી ચમચી લીંબુનો જ્યુસ

– બ્રેડ ક્રમ્સ

– તળવા માટે તેલ

સર્વ કરવાની સામગ્રી :

– ગ્રીન ચટણી

– લસણની ચટણી

– ખજૂર આમલીની ચટણી

– ઝીણી સમારેલી ડુંગળી

રીત :

સ્ટેપ :1

કઠોળના વટાણાને આખી રાત પલાળી રાખો. તેમાં ત્રણથી ચાર કપ ફ્રેશ પાણી ઉમેરી કૂકરમાં 4 સીટી બોલાવી દો. વટાણા સોફ્ટ થઈ જવા જોઈએ. ત્યાર બાદ તેલ ગરમ કરી તેમાં રાઈ, લીમડો અને હીંગ નાંખી રાઈ તતડવા દો. વઘારને બાફેલા વટાણા પર પાથરી દો. ત્યાર બાદ તેને ઉકળવા દો. તેમાં એક પછી એક મસાલા કરો અને ગ્રેવી સહેજ જાડી થાય ત્યાં સુધી તેને ઉકળવા દો. તૈયાર છે તમારો રગડો.

સ્ટેપ :2

બટેટાને બાફો, છોલો અને પછી છીણી નાંખો. તેમાં કોર્ન ફ્લોર અને નમક ઊમેરી નરમ લોટ બાંધી લો. જો બટેટામાં પાણી ન શોષાય તો વધુ કોર્નફ્લોર ઉમેરો. તેના 12 સરખા ગોળા વાળો. ત્યાર પછી તેની વ્યવસ્થિત પેટીસ વાળી લો. પેટીસ વાળતી વખતે તેની કિનારો ખૂલ્લી ન રહે તે વાતનું ધ્યાન રાખો. અને બ્રેડ ક્રમ્સ માં રગદોળી તેને નોનસ્ટિક પેનમાં શેલો ફ્રાય કરી લો. પેટીસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવી.

સર્વ કરવાની રીતઃ

પ્લેટમાં બે પેટીસ મૂકી તેના પર રગડો નાંખો. તેના પર બધી જ ચટણી ઉમેરો. ડુંગળી ભભરાવો. ગરમાગરમ સર્વ કરો.

નોંધ :

– વટાણા બાફતી વખતે તેમાં મીઠું નાખી ને બાફવું .

– પેટીસ ના બટાકા બાફતી વખતે 4-5 સીટી જ વગાડવી નહિ તો પાણી પોચાં બટાકાં થઈ જશે .

– અને જો વધારે બટાકાં બફાય જાય તો ખુલ્લા કરી થોડાં ડ્રાય થાય પછી પેટીસ બનાવા માટે લેવાં.

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *