રગડા ભેળ – નાના મોટા દરેકને પસંદ આવતી આ ભેળ લારીવાળા ભૈયાજી જેવી જ હવે બનશે તમારા રસોડે…

ભેળ

• મિત્રો આજે હું તમને ભેળ ની રેસીપી બતાવીશ. તો આ રગડો ભેળ બજારમાં લારી પર મળે તેવી જ ટેસ્ટી અને હેલ્ધી ભેળ નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ આજે જ બનાવો. રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

સામગ્રી:-

  • • 14 થી 15 બટાકા
  • • 1 વાટકી વટાણા
  • • 2 ગ્લાસ પાણી બાફવા માટે
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • 2 ચમચી તેલ
  • • 1 ચમચી જીરું
  • • ચપટી હિંગ
  • • 2 ચમચી લસણ મરચાં ની પેસ્ટ
  • • 2 ઝીણી સમારેલી ડુંગળી
  • • 1 ચમચી હળદર
  • • 1&1/2 ચમચી લાલ મરચું પાવડર
  • • 2 ગ્લાસ પાણી
  • • 1 ચમચી ગરમ મસાલો

ગાનિૅશિગ માટે:-

  • • કોથમીર
  • • ઝીણી સમારેલી ડુંગળી
  • • ઝીણું સમારેલું ટામેટું
  • • ગ્રીન ચટણી
  • • ખજૂર આમલી ની ચટણી
  • • તળેલા શીંગદાણા
  • • ટૂટી ફૂટી
  • • ઝીણી સેવ

રીત:-

• સ્ટેપ 1:-સૌપ્રથમ બટાકા વટાણા ને પાણી માં મીઠું નાખીને બાફી લો. અને બાફેલા વટાણા બટાકા ને મેશ કરી લો.

• સ્ટેપ 2:-હવે આપણે રગડો તૈયાર કરી લઈએ. તો એના માટે એક મોટી કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરુ , હીંગ, લસણ મરચાં ની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી ને સાંતળી લો.

• સ્ટેપ 3:-હવે એમાં મેશ કરેલા વટાણા બટાકા ઉમેરી લો. ત્યારબાદ તેમાં હળદર અને લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું,ગરમ મસાલો ઉમેરો અને મિક્સ કરી લો અને પાણી ઉમેરીને ઉકળવા મૂકો. અને રગડો ઘટૃ થવા દો. તો હવે રગડો તૈયાર છે કોથમીર ઉમેરી લો. ગેસ બંધ કરી લો.

• સ્ટેપ 4:-હવે ભેળ બનાવી લઇએ તો એક મોટા વાસણમાં મમરા ઉમેરી બટાકા વટાણા નો રગડો ઉમેરીશું. ત્યારબાદ તેમાં ખજૂર આમલી ની ચટણી , ગ્રીન ચટણી, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બરાબર મિક્ષ કરી લો. અને સવિૅંગ પ્લેટ માં લો.

• સ્ટેપ 5:-અને ઉપર ગાનિૅશિગ કરી લો તો એના માટે ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, તળેલા શીંગદાણા, ગ્રીન ચટણી, ખજૂર આમલી ની ચટણી, સેવ, ટૂટી ફૂટી, અને કોથમીર ઉમેરો તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી ભેળ

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *