રગડા પેટીસ – નાના મોટા દરેકને પસંદ આવે એવી આ વાનગી હવે બહાર જેવી જ બનાવો…

કેમ છો ફ્રેન્ડસ….

આજે હું લઈને આવી છું સૌને ભાવતું ફેમસ સ્ટ્રીટ ફૂડ રગડા પેટીસ બનાવવાની રેસિપી.. તો લારી પર મળે તેવી જ ચટપટી અને સ્વાદિષ્ટ રગડા પેટીસ ઘરેજ બનાવી શકો છો વળી અત્યારે કોરોના મહામારીમાં બહારનું ખાવાનું ટાળો તેટલું તમારા અને તમારા ફેમિલી માટે હિતાવહ છે. વળી બહારનું જેવું તેવું ખાવું તેના કરતા ઘરે જ શુદ્ધ સામગ્રી યુઝ કરી બનાવવામાં આવે તો ટેસ્ટ પણ સારો આવે છે અને હેલ્થ પણ સારી રહે છે.. દરેક વાનગીની એક ચોક્કસ રીત હોય છે તે તેવી રીતે બનાવીએ તો વધારે ટેસ્ટી લાગે. એમાં પછી આપણે પોતાના ટ્વિસ્ટ આપતાં હોઈએ છીએ. આપણે પણ ટેસ્ટી ‘રગડા પેટીસ’ બનાવવી હોય તો આ રીતે બનાવી શકાય.

તમે બહાર ફરવા જાવ ત્યારે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે ..આ ચાટ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. તમે ચાટ ખાવાના શોખીન છો તો તમારે રગડા ચાટ ટ્રાય કરવી જ જોઇએ … રગડા પેટીસ’ એક એવું ચાટ છે જે દરેકને ભાવે છે.😋😋 તો ચાલો ફ્રેન્ડસ ફટાફટ રેસિપી જોઈ લઈયે…..

“રગડા પેટીસ”

  • 250 ગ્રામ – સફેદ વટાણા
  • 100 ગ્રામ – શિંગદાણા
  • 1 ટેબલસ્પૂન – ગરમ મસાલો
  • 1 ટીસ્પૂન – ધાણાજીરું
  • 4 – લીલાં મરચાં
  • 2 કટકો – આદું
  • 4 ટેબલસ્પૂન- ગોળ-આંબલીનો જાડો રસ
  • 500 ગ્રામ – બટાકા
  • 100 ગ્રામ – ટામેટાં
  • 1 ઝૂડી – લીલા ધાણા
  • 100 ગ્રામ – ડુંગળી
  • સ્વાદપ્રમાને – મીઠું
  • 2 ચમચી – મરચું
  • અર્ધી ચમચી – હળદર
  • 2 સ્પૂન – તેલ
  • ચપટી – હિંગ

પેટીસ માટે

  • 500 ગ્રામ – બટાકા
  • 2 લીલાં – મરચાં
  • કટકો – આદું
  • 50 ગ્રામ – આરાલોટ
  • મીઠું – પ્રમાણસર
  • ઝીણી સેવ ,કોથમરી
  • લસણ ની ચટણી
  • ધાણા મરચાની ચટણી

રીત :-

રગડા માટે : સફેદ વટાણાને નવશેકા પાણીમાં પલાળી રાખવા. પછી કૂકરમાં બાફી લેવા.

હવે એક કઢાઈ માં તેલ મૂકી, તેમાં જીરું ,હિંગ નાંખી, બાફેલા વટાણા વઘારવા. તેમાં મીઠું, મરચું, હળદર, શિંગદાણાનો ભૂકો, ગરમ મસાલો, ધાણાજીરૂં, વાટેલાં આદુ-મરચાં અને ગોળ-આંબલીનો જાડો રસ ઉમેરવો.

1 કપ પાણી નાંખી ઉકાળવું. જાડું રસાદાર થાય એટલે ટામેટાના બારીક કટકા અને લીલા ધાણાને સમારી, ધોઈ, નિતારી ને નાંખવા.

પેટીસ માટે : બટેટાને બાફી છોલો અને પછી છીણી નાંખો. તેમાં કોર્ન ફ્લોર અને મીઠું ઊમેરી નરમ લોટ બાંધી લો. જો બટેટામાં પાણી ન શોષાય તો વધુ કોર્નફ્લોર ઉમેરો. તેના સરખા ગોળા વાળો. ત્યાર પછી તેની વ્યવસ્થિત પેટીસ વાળી લો. પેટીસ વાળતી વખતે તેની કિનારી ખૂલ્લી ન રહે તે વાતનું ધ્યાન રાખો. તેને નોનસ્ટિક પેનમાં શેલો ફ્રાય કરી લો. પેટીસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકવી

પેટીસ માં પૌવા પણ ક્રશ કરીને ઉમેરી શકો છો.

સર્વ કરતી વખતે એક ડિશમાં બે પેટીસ મૂકી, ઉપર ગરમ રગડો નાંખી, ગ્રીન ચટણી, લસણની ચટણી, ખજૂર આમલીની ચટણી ,સેવ ,ઝીણી સમારેલી ડુંગળી કોથમરી નાખી સર્વ કરવું.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *