રગડા પેટીસ – આવી ઠંડકમાં પરિવાર સાથે ગરમાગરમ રગડા પેટીસ ખાવાની મોજ આવી જાય…

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “સ્પેશિયલ રગડા પેટીસ” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયુંને?? એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. બાળકોને તો બોઉં જ ભાવતી હોય છે. એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને ખૂબ જ ભાવશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી??? આપણે તેની સામગ્રી જોઈ લઈએ.

વિડિઓ રેસિપી :


સામગ્રી

  • સૂકા વટાણા
  • ટામેટું
  • આંબલીનો પલ્પ
  • આદુ મરચાની પેસ્ટ
  • ધાણા
  • મીઠું
  • ગરમ મસાલો
  • ગોળ
  • રેગ્યુલર મસાલો

રીત

1- સૌથી પહેલા આપણે એક પેન માં તેલ ગરમ કરીશું. તેમાં આપણે જીરું નાખીશું. એક સૂકું લાલ મરચું નાખીશું. થોડીક હિંગ નાંખીશું.

2- હવે આપણે તેમાં એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ નાંખીશું. અને તેને સાતળી લઈશું. હવે તેમાં એક મોટું ટામેટુ સમારીને એડ કરીશું.

3- આ જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું. તમે આમાં ડુંગળી પણ નાખી શકો છો. જો તમને પસંદ હોય તો.હવે આપણે તેમાં મસાલા કરીશું.

વિડિઓ રેસિપી :


4- તેમાં આપણે અડધી નાની ચમચી હળદર નાખીશું. ૧ ચમચી લાલ મરચું એડ કરીશું. જો તમે તીખું વધારે પસંદ કરતા હોય તો વધારે નાખી શકો છો. હવે તેમાં એક ચમચી ધાણાજીરું એડ કરીશું. હવે તેની સરસ સાંતળી લઈશું.

5- તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેલ છુટું પડી ગયું છે. હવે તેમાં આપણે બાફેલા વટાણા એડ કરીશું. તેને બરાબર મિક્સ કરી લઈશું. તેમાં જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરીશું.

6- હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. અડધી ચમચી જેટલો ગોળ એડ કરીશું. હવે તેમાં 1 મોટી ચમચી આંબલીનો પલ્પ એડ કરીશું.

7- હવે તેને ઢાંકીને કુક થવા દઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે તેને ગાર્નીશિંગ કરીશું.

8- તેને ફ્રેશ લીલા ધાણા સાથે ગાર્નિશ કરીશું. હવે તેને સાઈડ પર મૂકી દઈશું. અને લાલ ચટણી બનાવી દઈશું. દાડમના દાણા ની. ચાલો જોઈએ કે કેવી રીતે બને છે.

વિડિઓ રેસિપી :

9- આપણે સૌથી પહેલાં એક નાની ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે નાની એક ચમચી વરિયાળી એડ કરીશું. તેને સેકી લઈશું. હવે તેમાં થોડું એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું.

10- હવે આપણે દાડમ ના સૂકા દાણા લઈશું.આ બહુ ખાટા હોય છે. એટલે અડધી વાડકી લઈશું.હવે તેને થોડા કુક થવા દઈશું. હવે તેમાં મીઠું એડ કરીશું.તેને ઢાંકીને કુક થવા દઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર પણ બદલાઈ ગયો છે. અને દાણા પણ કુક થઈ ગયા છે.

11- હવે તેમાં 3 મોટી ચમચી ખાંડ નાખીશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. એક ચમચી ધાણાજીરું પાવડર અને ૧ ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. આ આપણી ચટણી તૈયાર થઇ ગઇ છે. એકદમ ખાટી અને મીઠી ચટણી. હવે આપણે મસાલા ટીક્કી બનાવી દઈશું.

12- આપણે બે બટાકા લઈશું બાફેલા તેને એકદમ ઠંડા પડી જાય પછી હાથ થી મસળી લઈશું. પછી ટીક્કી બનાવવાની. હવે આપણે તેમાં બે મોટી ચમચી કોર્ન ફ્લોર નાખીશું. અને તેમાં એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ નાંખીશું. એક વાડકી જેટલા ધાણા સમારેલા એડ કરીશું. અડધી નાની ચમચી મરીનો પાવડર નાખીશું.

13- હવે તેમાં અડધી નાની ચમચી તજનો પાવડર નાખીશું. શેકેલું જીરૂ, શેકેલી વલીયારી અને શેકેલા ધાણા તેને મિક્સ કરીને પાવડર બનાવી લેવાનો છે. તે આખી મોટી ચમચી નાખવાનો છે. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. થોડી હળદર નાખીશું.

વિડિઓ રેસિપી :


14- હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.અને એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે બટાકાનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે આપણે ટીક્કી તૈયાર કરીશું. સૌથી પહેલા હાથ માં તેલ લગાવી દઈશું. હવે મોટી મોટી ટીક્કી બનાવી દઈશું. આપણે થોડું ટોસ નો ભૂકો લઈશું. તેમાં આપણે તેને કોટ કરી લઈશું. જેથી આપણી ટીક્કી ક્રિસ્પી થશે. અને તેને એક ડિશમાં કાઢી લઈશું. તેવી જ રીતે બધી ટીક્કી બનાવી દઈશું.

15- હવે આપણે તેને થોડી ફ્રાય કરી લઈશું. સૌથી પહેલા થોડું તેલ લઈશું. હવે આપણે ટીક્કીને મૂકી દઈશું. અને ધીમા ગેસ પર ફ્રાય કરીશું. હવે થોડું તેલ ઉપર લગાવીશું. હવે આપણે તેને બીજી સાઈડ ફેરવીશું. હવે તેને ધીમા ગેસ પર થવા દઈશું.

16- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. અને એકદમ ક્રિસ્પી લેયર થઈ ગયું છે. આપણે બંને સાઇડ ચેક કરી લઈએ. જો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું હોય તો આપણે ગેસ બંધ કરી દઈએ. સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી લઈશું.

17- હવે આપણે એક પ્લેટમાં ટીક્કી મુકીશું. હવે તેની પર રગડો એડ કરીશું. હવે તેની પર ગાર્નિશ કરીશું.ઝીણી સમારેલી ડુંગળી. તેની પર ઝીણા સમારેલા ટામેટા. તેની ઉપર ગ્રીન ચટણી. જે આપણે ધાણાની બનાવીએ છે. તે ગ્રીન ચટણી. હવે તેની પર આપણે જે અનારદાણા ની ચટણી બનાવી હતી તે એડ કરીશું.

18- હવે તેની પર દાડમના દાણા એડ કરીશું. ફ્રેસ સમારેલા ધાણા એડ કરીશું. ને હવે ઝીણી સેવ નાખીશું. ગરમા ગરમ મસાલા ટીક્કી અને સ્પેશિયલ ચટણી તૈયાર થઈ ગઈ છે. બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *