રગડા પેટીસ – લારી પર મળે તેવી ચટપટી અને સ્વાદિષ્ટ રગડા પેટીસ ઘરે બનાવો આસાન રીતે

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “બહાર લારી પર મળે તેવી રગડા પેટીસ” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જઈ અને જોતા જ ખાવાનું મન પણ થઈ જઈ એવી ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોય આવી રગડા પેટીસ એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે. ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે. ખાધા પછી પણ સ્વાદ દાઢે જ વળગી જશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો. તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

રાગડા માટે :

  • ૨ કપ લીલા કે પીળા વટાણા
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૧/૨ ટી સ્પૂન હિંગ
  • ૧ ટેબલ સ્પૂન લસણ મરચા ની પેસ્ટ
  • ૧ ઇંચ ટુકડો આદુ નો
  • ૨ ટી સ્પૂન ધાણા જીરું પાવડર
  • ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧ ટી સ્પૂન ગરમ મસાલો
  • ૨ ટેબલ સ્પૂન ગોળ
  • ૧ લીંબુ નો રસ
  • ૧/૪ કપ કોથમીર
  • તેલ
  • હળદર
  • મીઠું સ્વાદ અનુસાર

પેટીસ માટે :

  • ૩/૪ કપ જાડા પૌવા
  • ૭ થી ૮ બાફેલા બટેટા
  • ૧ ટી સ્પૂન ધાણા જીરું પાવડર
  • ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧ ટી સ્પૂન આમચૂર પાવડર
  • ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલા પાવડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ

સર્વ કરવા માટે :

  • ચાટ ની ચટણી
  • ઝીણી સેવ
  • ઝીણી સમારેલી ડુંગળી
  • કોથમીર

રીત :

૧. વટાણા ને ધોઈ ને રાત પલાળી દેવા.

૨. કૂકર માં વટાણા માં મીઠું, હળદર અને અડધી ચમચી તેલ ઉમેરી ને બાફી લેવા.

૩. હવે વટાણા બફાય એટલે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકવું.

૪. તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરવું, તતડે એટલે હિંગ ઉમેરવી.

૫. હવે એમાં લસણ મરચા ની પેસ્ટ ઉમેરવી.

૬. આમ એક ઇંચ આદુ ના ટુકડા ને વાટી ને ઉમેરવો.

૭. હવે ધાણા જીરું અને લાલ મરચું ઉમેરી ને થોડું પાણી ઉમેરવું.

૮. આમા બાફેલા વટાણા ઉમેરવા અને જરુર મુજબ પાણી ઉમેરવું.

૯. રાગડા ને બરોબર ઉકાળવો અને મીઠું ચેક કરી લેવું.

૧૦. વટાણા ને થોડા દબાવી ને રસ્સો જાડો કરી લેવો.

૧૧. આમ ગરમ મસાલો, ગોળ અને લીંબુ નો રસ ઉમેરવો.

૧૨. ઢાકી ને આને ઉકાળવા દેવું અને ઉપર થી કોથમીર ઉમેરવી અને ગેસ બંધ કરી દેવો.

૧૩. પેટીસ માટે પૌવા ૧૫ મિનિટ પલાળી દેવા.

૧૪. હવે બાફેલા બટેટા ના માવા માં પૌવા નીચોવી ને ઉમેરવા.

૧૫. બધા સુખ મસાલા ઉમેરી ને બરોબર ભેળવી ને પેટીસ બનાવી ને શેકી લેવી.

૧૬. હવે પેટીસ પર રગડો, ડુંગળી, સેવ અને ચાટ ની ચટણી ઉમેરી ને સર્વ કરવી.

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *