રાગી વમૅસીલી ઉપમા – ફક્ત ચાર સ્ટેપમાં તૈયાર થઇ જતો આ ઉપમા છે ટેસ્ટી અને હેલ્થી…

હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ એક એવી રેસીપી લાવી છું જે એક દમ ફટાફટ બની જાય છે અને ખુબ પૌષ્ટિક પણ છે, શું તમે રોજ રોજ રવા નો ઉપમા ખાઈ ને કંટાળી ગયા છો? તો હવે આ રાગી વમૅસીલી ઉપમા જરૂર બનાવજો. આજ ના જમાના મા ઘણી સ્ત્રીઓ વર્કિંગ હોય છે, તો એ લોકો માટે આવી ઝટપટ બનતી વાનગીઓ ઘણી મદદ રુપ બની રહે છે.

કયારેક આપણે લંચ હેવી કર્યુ હોય અને સાંજે હળવુ ડિનર કરવુ હોય તો આ ઉપમા ખુબ સારો રહે છે સાથે સાથે તે ખુબ જ હેલ્ધી પણ છે કારણ કે તે રાગી એટલે કે નાચણી માથી બનાવેલી ની સેવ માથી બનાવવામાં આવે છે જે તમને મારકેટ મા આ સેવ આસાની થી મળી રહેશે. નાચણી કે રાગી જેમાં ભરપુર માત્રા મા કેલ્શિયમ આયૅન છે તો આ ઉપમા સ્ત્રીઓ બાળકો અને નાના મોટા દરેક માટે એક હેલ્ધી ફૂડ છે દક્ષિણ ભારતમાં આ સેવ નો ઉપયોગ ખુબ કરવામાં આવે છે તેઓ આમાથી ઉપમા, ઈડલી, મીઠી સેવ અને વમૅસીલી ખીર વગેરે જેવી વાનગીઓ બનાવે છે, તો ચાલો આજ આપણે પણ બનાવી જ લઈએ તો ચાલો નોંધી લો સામગ્રી…

સામગ્રી —


250-રાગી(નાચણી) વમૅસીલી 1પેકેટ

2 મિડિયમ સાઈઝ ના કાંદા લાંબા સમારેલા

2-3 સમારેલા લીલા મરચાં

8-10 મીઠા લીમડાના પાન

1 tsp રાઇ

1tsp અડદ ની દાળ

1tsp ચણા ની દાળ

2-3 tbsp તેલ

સ્વાદ અનુસાર મીઠું

ચપટી હીંગ

1 tspલીંબુ નો રસ

2-3 tbsp લીલા કોપરા નુ ખમણ

બારિક સમારેલી કોથમીર

રીત —


1– કાંદા ને લાંબા સમારી લેવા, મરચા ના પણ ટુકડા કરી લો ત્યારબાદ એક વાસણ મા વમૅસીલી ને ડુબે એટલુ પાણી નાખી ને 3 મિનિટ માટે પલાડી દો.3 મિનિટ બાદ આ વમૅસીલી ને ચારણી મા નાખી તેનુ પાણી નિતારી લો


2– હવે જેવી રીતે મુઠીયા બાફીએ એવી રીતે એક વાસણ મા નીચે પાણી અને ઉપર ચારણી મા આ પલાળેલી વમૅસીલી ને 5 મિનિટ સુધી વરાળ મા બાફી લો.


3– ત્યાર બાદ એક પેનમાં થોડું તેલ ગરમ કરી ને તેમા રાઇ અડદ ની દાળ અને ચણા ની દાળ નાખો, થોડી શેકાય એપલે તેમા મરચાં તથા લીમડાના પાન નાખી, ચપટી હીંગ નાખી ને કાંદા સાંતળો.


4–કાંદા સંતળાઈ જાય એટલે તેમાં બાફેલી વમૅસીલી નાખો અને લીંબુનો રસ પણ નાંખી ને હળવા હાથે મિક્સ કરીને તેમાં લીલા કોપરા નુ ખમણ અને કોથમીર નાખી ગરમા ગરમ કોપરા ની ચટણી સાથે પીરસી દો.


તો છે ને ફક્ત 4 સ્ટેપ મા બનતો આ ઝટપટ ઉપમા? આ ઉપમા તમે બાળકો ના ટિફીન મા પણ આપી શકો છો.

તો હવે આ ઉપમા ને સવાર ના હેલ્ધી નાસતા મા કે રાત ના હળવા ડિનર કે પછી બાળકો ના ટિફીન મા જયારે બનાવો ત્યારે, તમારા રસોડા ના મેનુ મા આ રાગી વમૅસીલી ઉપમા ને એડ કરી લો..

*કોપરા ની ચટણી બનાવવાની રીત —

*અડધુ લીલુ નાળિયેર

*1/2 દાળિયા ની દાળ

2-3 લીલા મરચાં

*વઘાર માટે —

1-tbspતેલ

1 tsp રાઈ

1 tsp અડદ ની દાળ

6-8-લીમડાના મીઠા પાન

ચપટી હીંગ

સ્વાદ અનુસાર મીઠું

*રીત —

સૌ પ્રથમ કોપરા ને બારીક સમારી લો મરચાં ના ટુકડા પણ કરી હવે એક મિકસર ના જાર મા વઘાર સિવાય ની બધી સામગ્રી લઇ તેને પીસી લો ,થોડુ પાણી ઉમેરીને પીસવુ જેથી ચટણી સરસ પીસાઈ જાય,

ત્યાર બાદ એક વઘારીયા મા તેલ ગરમ કરી ને તેમા વઘાર ની સામગ્રી નાખી ને તે વઘાર પીસેલી ચટણી ઉપર નાખી ને મિકસ કરી લો.

તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ અને હેલ્ધી વમૅસીલી ઉપમા અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી હો… બાય..

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *