રાઇતી ચીરી અથાણું – આ અથાણું એક યુનિક અથાણું છે એકવાર ટ્રાય જરૂર કરજો ભોજનમાં ચાર ચાંદ લાગી જશે…

આજે આપણે રાઇતી ચીરી અથાણું બનાવવાની એકદમ યુનિક રેસિપી જોઈશું.આયુર્વેદિક ની દ્રષ્ટિ એ ખૂબ જ લાભદાયી છે.આ ફકત બે જ ચમચી તેલ માંથી બની જાય છે.તો જોઈ લો આ વિસરતી વાનગી.

સામગ્રી:

  • કેરી
  • રાઈ ના કુરિયા
  • ખાંડ
  • તેલ
  • ખારેક
  • હળદર
  • મીઠું
  • રીત

    1- આ અથાણા માં કેરી થોડી કાચી અને થોડી પાકી હોવી જોઈએ.રાઇતી ચીરી બનાવવા માટે વરણેલી કેરી હોવી ખૂબ જરૂરી છે.જો તમે કાચી કેરી લેશો તો આ અથાણું નઈ બને.તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણી કેરી થોડી પીળાશ પડતી દેખાય છે.

    2- આવી જ કેરી પસંદ કરવાની છે જો તમે રાજાપુરી આવી વરણેલી ના મળે તો જે અથાણા માટે કાચી કેરી લાવો છો તે જ લાવો અને તેને પેપર માં લપેટી લો.બે કે ત્રણ દિવસ રહેવા દીધા પછી આ પ્રમાણે ની વરણેલી થઈ જશે.

    3- આપણે અહીંયા એક કેરી લઈ લીધી છે.હવે આને ધોઈ ને કોરી કરી ને છાલ ઉતારી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ કાચી નથી આ કેરી,કેરી આપણે છોલી લીધી છે. હવે તેના નાના કટકા કરી લઈશું.

    4- હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું.ત્યારબાદ એક ચમચી મીઠું નાખીશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણે તપેલી ને ઉછારી ને મિક્સ કરી લઈશું.હવે મિક્સ થઈ ગયું છે હવે તેને ઢાંકીને એક રાત મૂકી રાખીશું.

    5- કેરી ને મીઠા અને હળદર માં એક રાત માટે રહેવા દીધા હતા.હવે તેને નિતારી લેવાનું છે કાણા વાળા વાડકા માં કાઢી લઈશું જેથી પાણી બધું નીકળી જાય.કારણકે જો પાણી નો ભાગ હશે તો રાઇતી ચીરી બગડી જસે.

    6- હવે આને કોરા કપડાં પર પાથરી લઈશું.જેથી જે થોડો પાણી નો ભાગ તમે વીડિયોમાં જોઇ શકો છો તે કોરો થઈ જાય.જેથી બિલકુલ પાણી નો ભાગ નઈ રહે.ત્યાં સુધી મસાલો તૈયાર કરી લઈશું.જો એક કિલો રાજાપુરી કેરી હોય તો ૫૦ ગ્રામ રાઈ ના કુરિયા લેવાના છે આ માપ લેવું જરૂરી છે.

    7- આપણે અહીંયા અડધો કપ રાઈ ના કુરિયા લીધા છે.હવે આને મિક્સર માં લઇ લઈશું.તેને ક્રશ કરી લઈશું,હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે સરસ પાઉડર થઈ ગયો છે હવે એક થાળી લઈ લઈશું.હવે આમાં બે ચમચી તેલ નાખીશું.

    8- હવે આને સરસ રીતે મિક્સ કરતા જઈશું.હવે રાઈ ના કુરિયા નો પાવડર કર્યા હતો તે અને તેલ ને મિક્સ કરતા જઈશું.હવે એક મિનિટ થઈ ગઈ છે હવે આ સરસ મિક્સ થઈ ગયું છે.હવે જે કેરી ના ટુકડા હતા તે આ મસાલા માં મિક્સ કરી લઈશું.

    9- હવે આને એક રાત રહેવા દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એક રાત પછી રાઈ માં એકદમ સરસ મિક્સ થઈ ગયા છે.હવે આમાં ૪૦૦ ગ્રામ ખાંડ એડ કરીશું.આ ગોટલા અને છાલ નીકળી જાય એટલે આ ૫૦૦ ગ્રામ કેરી છે એટલે આપણે ૪૦૦ ગ્રામ ખાંડ લીધું છે.

    10- હવે આને બધું મિક્સ કરી લઈશું.હવે આમાં અડધી ચમચી મીઠું એડ કરીશું.અહીંયા આપણે સાત થી આઠ નંગ પલાળેલી ખારેક લીધી છે જે કેરી નું પાણી નીકળ્યું હતું તે પાણી માં જ આ ખારેક પલાળી હતી.હવે આના પીસ કરી લઈશું અને ઠળિયા કાઢી લઈશું.

    11- તમે વીડિયોમાં જોઇ શકો છો કે તેના નાના પીસીસ કરી લઈશું.અને મિક્સ કરી લઈશું જેનાથી રસો જાડો થશે હવે આને બધું મિક્સ કરી લઈશું. હવે આને એક રાત રહેવા દઈશું જેથી બધી ખાંડ ઓગળી જસે.

    12- તમે વીડિયોમાં જોઇ શકો છો કે સરસ ખાંડ ઓગળી ગઈ છે અને રસો પણ સરસ થઈ ગયો છે હવે આને બરણી માં ભરી લઈશું.આને પંદર દિવસ સુધી મૂકી દેવાનું છે ત્યાર પછી આ અથાણું ખાવા માટે રેડી હશે.હવે પંદર દિવસ થઈ ગયા હવે અથાણું ખોલી ને જોઈ લઈશું. રાઇતી ચીરી રેડી છે જે તમે વિડિયો માં જોઈ શકો છો.તો તમે પણ એકવાર જરૂર થી બનાવજો.

    વિડિઓ રેસિપી:


    રસોઈની રાણી : કોમલ ભટ્ટ

    Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *