રાજગરાના મોદક – આજે આપણે આપણા ગણતિદાદા નાં પ્રસાદ માટે રાજગરાના મોદક બનાવી દઈએ..

કેમ છો ફ્રેન્ડસ..

હું ગણપતિ બાપા માટે આજે લાવી છું રાજગરાના મોદક આપણે રાજગરાના લોટ માંથી શીરો , ભાકરી, રોસ્ટી બધું બનાવતા હોય છે પણ આજે રાજગરાના લોટ નથી વાપરવાના..રાજગરાના મોદક બનાવીશું….

Advertisement

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ભગવાન ગણપતિ ને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શીશ હાથીનું છે.ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.

તો ચાલો ફ્રેન્ડસ આજે આપણે આપણા ગણતિદાદા નાં પ્રસાદ માટે રાજગરાના મોદક બનાવી દઈએ.. અને સાથે તેના ફાયદા પણ… જોઈ લો સામગ્રી :-

Advertisement

“રાજગરાના મોદક “

સામગ્રી :-

Advertisement
  • 1વાટકી – સૂકું કોપરું
  • 1/2 વાટકી – ગોળ
  • 1 વાટકી – રાજગરો
  • 1/2 વાટકી – ઘી
  • 1/2 વાટકી – સીંગદાણા નો પાઉડર
  • 10-12 ખજૂર
  • 1 – ચમચી ખસખસ
  • 1- ચમચી ઇલાયચી પાઉડર

રીત:-

સૌ પ્રથમ ખજૂર નાં બીયા કાઢી લેવા.

Advertisement

હવે મિક્સર જાર માં ખજૂર અને સીંગદાણા અને એક ચમચી ઘી નાખી ક્રશ કરી લેવું.

સ્ટફિંગ માટે :-

Advertisement

એક બાઉલ માં કોપરાનું છીણ ગોળ, ખસખસ, યેલચી,ઘી ઉમેરી નાના બોલ બનાવી લેવા.બોલ વરાય તેટલું ઘી ઉમેરવું.

હવે મોદક નાં મોલ્ડ માં ઘી લગાવી ખજૂર વાળુ મિશ્રણ પાથરી વચ્ચે સ્ટફિંગ નો બોલ મૂકી સરસ બધું કવર કરી લેવું. બોલ દેખાય નહિ એવીરીતે પેક કરી લેવું.

Advertisement

હવે બધા મોદક તૈયાર કરી લેવા.

તો તૈયાર છે ગણપતિ બાપ્પા નો પ્રસાદ

Advertisement

“રાજગરાના મોદક”

રાજગરાના મોદક નાં ફાયદા :-

Advertisement

1- રાજગરા માં આપણને કેલ્સિયમ મળતું હોય છે.

2 – ખજૂર માં લોહ ,હિમોગ્લોબીન મળતું હોય છે .

Advertisement

3- ગોળ તો એકદમ પોષ્ટિક છે તેમાંથી ઝીંક સેલેનિયમ મળતું હોય છે.

4- વજન વધતું નથી.

Advertisement

5-, લોહી શુદ્ધ થાય છે.

Advertisement

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *