રાજગરનો શીરો – રાત્રે જમ્યા પછી કે પછી ફરાળમાં પણ સુકીભાજી સાથે ખાઈ શકાય એવો શિરો..

આપણે ગુજરાતી એટલે ઓલ ટાઈમ સ્વીટ માટે રેડી જ હોઈએ..

સ્વીટ ફરસાણ વગર ગુજરાતી ઓનું ભાણુ અધૂરું હોય..આ શિરો તમે ગોળ વારો પણ બનાવી શકો છો..તે માટે પાણી માં ગોળ ઓઘાડી તે પાણી લોટ શેકાય પછી મિક્સ કરવાનું હોય છે .

તો આજેજ બનાવી દો ગોળ ખાંડ વારો જેવો તમારા ત્યાં ભાવે એવો રાજગરાનો શિરો..

“રાજગરાના લોટનો શીરો”

સામગ્રી :-

  • રાજગરાનો લોટ- 1 કપ
  • ખાંડ – પોણો કપ
  • દૂધ -2 કપ
  • ઘી – 4 ટી સ્પૂન
  • સુકોમેવો – કાજુ બદામ પિસ્તા

સૌપ્રથમ રાજગરાના લોટને કડાઈમાં ઘી લઈ શેકી લો શરૂવાતમાં એમ લાગશે ઘી ઓછું છે પણ જયારે દૂધ નાખી તૈયાર થાય એટલે ઘી એકદમ છુંટશે.

લોટ શેકાઈ જાય એટલે દૂધ લોટમાં નાખી દો.

લોટ દૂધ શોષી લે અને વધારે દૂધની જરૂર લાગે તો નાખવું.

હવે તેમાં ખાંડ નાખવી.

ખાંડ ઉમેરી મિક્સ કરી ગેસ બંદ કરી દેવું.

હવે સુકોમેવો નાખી મિક્સ કરવું.

હવે બાઉલ માં કાઢી અનમોલ્ડ કરવું અને ઉપર થી સુકામેવા થી ગાર્નિશ કરવું.

તો તૈયાર છે ઉપવાસ માં ખવામાટે એકદમ લચકાપડતો રાજગરનો શિરો…

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *